________________
૩૧૪]
શ્રી આનંદઘન-વીશી અથ–શાંતિવાછક પ્રાણીનું કોઈ આદર-સન્માન કરે અને કેઈ તિરસ્કાર કરે તે બંને તેને મન એકસરખું જણાય અને શાન્તિ ઈચ્છક પ્રાણી સેનાને અને પથ્થરને સરખાં જ ગણે, તેમજ તેમને પૂજનાર અને તેમની ટીકા કરનાર બંનેને એકસરખા ગણે–આવા પ્રકારને પ્રાણ તને ઓળખનાર હોય છે, ખરે શાંતિવાળુ છે, એમ જાણવું. (૯)
- ટબો–વળી માન અને અપમાન બંનેને સમાન ગણે, તેષ-રેષ ન આણે, દાનાંતરાયને ઉદય ઉપશમ વિચારે, વળી કનક-પાષાણ સરખાં ગણે, વળી વંદક-નિંદક સરખાં ગણે ઉપભેગાંતરાયને ઉદય-ઉપશમ સમાન ગણે; અરે આત્મન્ ! એ તું જાણુ થા. (૯)
વિવેચન—આગળ પણ વેગને અંગે શાંતિવાછકને વર્ણવે છે તે આ ગાથામાં આપણે જોઈએ. તેને કોઈ માન આપે અને કેઈ અપમાન કરે તે સરખું ગણે. આવી શાંતિ ઘણી મુશ્કેલીમાં રહી શકે છે. અપમાન કરનાર અને માન આપનારને સરખા ગણવા એ કહેવું જેટલું સહેલું છે તેટલું જીવવું સહેલ નથી. પ્રાણ ઘણેભાગે માનને અભિલાષી હોય છે, પાંચ-પંદર માણસ તેનાં વખાણ કરે તે તેને ગમે છે. અને ભાઈ ! અમે તે કાંઈ નથી ! એમ કહેવાને દેખાવ તે બધા શાણા માણસે કરે છે, પણ તે માત્ર દેખાવ જ છે. માન આપીને કઈ પોતાની ખુશામત કરે છે ત્યારે તેને અંદરખાનેથી તે ગમે છે. અને પાંચ માણસે તેને ન ગમે તેવી વાત કરે તે જાણીને કે સાંભળીને તેને દુઃખ થાય છે. ભગવાન પાર્શ્વનાથ ઉપર કમઠ મોટો વરસાદ વરસાવે અને ધરણે તેમની સેવા કરી છત્ર ધરી ઊભે રહે, તે બંનેને સરખા ગણવાની વૃત્તિ કેળવવી એ ભારે મુશ્કેલીની બાબત છે, પણ કરવા યોગ્ય છે, વિકાસ કરીને કેળવવા યોગ્ય છે. અને એવી સમાન વૃત્તિ થાય ત્યારે જ સાચી શાંતિને આપણે જાણી છે, એમ સમજવું. આવી વૃત્તિ કેળવવી એ બહુ મુશ્કેલ બાબત છે, પણ એવા થવું એ જરૂરનું છે, એ પ્રાણ જ મોક્ષને માટે લાયક થાય, અને જરૂર મોક્ષ મેળવે. હવે આપણે શાંતિની આગળ વ્યાખ્યા જોઈએ.
ખરો શાંતિવાછક સોનાને અને પથ્થરને એકસરખાં ધારે. એની એક બાજુ સેનાને ઢગલે હોય અને બીજી બાજુ પથ્થરને ઢગલે પડ્યો હોય, તે બંને ઢગલાને તે એકસરખા જુએ. એને એના ઉપર પ્રેમ અને પથ્થર તરફ ઘણા ન થાય. આ વૃત્તિ કેળવાવી વધારે મુશ્કેલ છે. અને તે ખૂબ વિકાસ માગે છે. આટલે સુધી જેની વૃત્તિ કેળવાય તે બહુ મોટી વાત છે. બાકી, આ પ્રાણી એ છે કે એને લાલચ મળે તેને એ લાત મારે અને સીધે રસ્તે ચાલે
શબ્દાર્થ–માન = સન્માન, ઊંચે ચઢાવવું તે. અપમાન = અવહેલના. ચિત્ત = પિતાને મને. સમ = સરખા. ગણે = સમજે, લેખ. સમ = ઉપર પ્રમાણે. ગણે = ધારે, જુએ. કનક = સુવર્ણ. પાષાણ = પથ્થર, પથરાને. વંદક = તેને વાંદનારને, પૂજનારને. સમ = એક્સરખા, એક જ ધોરણસર. ગણે = માને, લેખ. નિંદા = અવર્ણવાદ બોલનાર. સમ = એક જ ધોરણે સરખા. ગણે = લેખ, ટેવે, જાણે. ઈસ્ય = એવો. હોય = થાય. જાણ = જાણકાર, સમજનાર (૯)