________________
૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન
[૩૧૩ ઉપર સ્વાભાવિક રીતે પ્રેમ દાખવે છે અને પિતાના સંગ પ્રમાણે યોગસામર્થ્યને અંગે જે બની શકે તેટલું કરે છે અને તેને ગની વાતમાં ખૂબ મજા આવે છે. એ નકામી કૂથલી કરવામાં પિતાને સમય પસાર કરતા નથી, પણ ગસામર્થ્યની વાતોમાં ખૂબ રસ લે છે. જેને “ગદષ્ટિસમુચ્ચય'માં હરિભદ્રસૂરિ સામગ કહે છે તેમાં તે રસ લે છે અને પારકી નિદા કે પારકાના અવર્ણવાદ બોલવાને તેને સમય પણ મળતું નથી. એ તે કર્મના વિનાશ માટે મન-વચન-કાયા કેમ કાબૂમાં આવે તેને જ અહર્નિશ વિચાર કરે છે અને તેમાંથી બને તેટલું કરે છે.
આ રીતે શાંતિવાંછુ માણસ અંતે જરૂર મેક્ષને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી એ કમને ક્ષય કર્યા કરે છે અને એ કામમાં જ એને જ આવે છે. એ પ્રયત્નમાં એટલે મંડ્યો રહે છે કે એને બીજા કામની સૂઝ પડતી નથી. એ તે જ્યારે ફુરસદ મળે ત્યારે કર્મને ક્ષય કરી અંતે મુક્તિને મેળવે છે. પછી એના જન્મમરણના ફેરા મટી જાય છે અને હમેશને માટે આપત્તિને દૂર કરનાર મુક્તિને એ જરૂર મેળવીને જ રહે છે, પછી એને દુનિયાનો દર દૂર થાય છે અને તે ધમધમાટ કરતે, છાતી કાઢીને ચાલતે અને ક્રોધ-માન-માયાનું પૂતળું હોય તે તે તરીકે અટકી જાય છે અને અનંત સુખમાં રહી નિરંતરને માટે મોજ માણે છે. એને મોક્ષની એટલી તાલાવેલી લાગેલ હોય છે કે એ મન-વચન-કાયાના વેગોને પિતાના સામર્થ્યથી પિતાના કબજામાં રાખે છે અને એ કાબૂને અંતે એ મોક્ષને જરૂર પ્રાપ્ત કરે છે અને હમેશને માટે આનંદનો અનુભવ કરે છે. શાંતિપ્રિય પ્રાણી આ હોય, તેનું ભગવાન પોતે વર્ણન કરે છે અને જે જીવને એ હોય તેને શાંતિ છે એમ પ્રભુ કરેલા સવાલના જવાબમાં જણાવે છે. વળી, આ શાંતિને સમજનાર માણસ કેવો હોય તેનું વર્ણન કરે છે તે આપણે આવતી ગાથામાં જોઈએ. ગસામર્થ્ય પર ઘણું કહેવાનું છે તે સંક્ષેપમાં મારા “જૈન દૃષ્ટિએ ગ” માં, પૃ. ૮૮–૯૧માં લખાઈ ગયું છે. અત્રે તેને પુનઃ પ્રવેશ કરતું નથી. એમાં ધર્મસંન્યાસ અને પેગસંન્યાસને અંગે વાત કરી “ગદષ્ટિસમુચ્ચય' (હરિભદ્રસૂરિ મહારાજકૃત)ને હવાલે આપવામાં આવ્યું છે. “જૈન દૃષ્ટિએ
ગ’ના બીજા વિભાગમાં હું એ વિષય ઉપર “યોગબત્રીશી' વગેરેના અભ્યાસને સાર આપવા ઇચ્છું છું. હાલ સદર ઉલ્લેખ વાંચી છે અને શાંતિ ઈચ્છક જનતાએ એ વિષય “ ષ્ટિસમુચ્ચય' માંથી જેઈ જ. આ અતિ ગહન વેગને વિષય સમજવા જેવું છે. (૮)
માન-અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક-પાષાણ રે; વંદક-નિંદક સમ ગણે, દો હોયે તું જાણું રે. શાંતિ. ૯
પાઠાંતર–ગણે સ્થાને એક પ્રતમાં ‘ગિણે પાઠ છે; એક પ્રતમાં ગર્ણ પાઠ છે. “ઇસ્યો હોયે તું જાણ રે', પ્રતિકાર આ પાકને દ્વિતીય પાદ તરીકે મૂકે છે. નિંદક’ સ્થાને નંદકી પાઠ પ્રતમાં છે. “ગણે સ્થાને ગિણે પાઠ તૃતીય પાદમાં છે; એક પ્રતમાં “ગણે પાઠ છે. “તું સ્થાને એક પ્રકાર “તું” પાઠ લખે છે. (૯)
४०