________________
૧૬: શ્રી શાંતિનાથ જિન સ્તવન
૬ ૩૦૭ તે ઉપરાંત એના ગુરુ એકલા અભ્યાસી જ ન હોય, પણ તેઓ શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર સાચી શ્રદ્ધા રાખનાર અને ધર્મ સંબંધી પડ્યો બોલ ઉપાડી લેનાર, તત્ત્વજ્ઞાનના અભ્યાસી અને સાચી દોરવણી આપનાર હોય. આવા ચારિત્રધારી લાયકને ગુરુ ધારે એ શાંતિવાના ગુરુતત્વની પસંદગી કરવામાં આ સમકિતની બાબત બરાબર ધ્યાનમાં રાખે : આ બીજી શરત છે. ગુરુની પસંદગીમાં બહુ સંભાળ રાખવાની જરૂર છે. ચૌદમાં સ્તવનમાં કહેલા ઉદરભરી કે સાધુને વેશ લઈ નીકળી પડેલા કે આખો વખત વેશ કાઢનારા અને ચારિત્રનાં ઠેકાણાં વગરનાને શાંતિવાંછુ ગુરુ કરે નહિ. એ તે સાધુના સત્તાવીશ ગણો કે આચાર્યના છત્રીશ ગુણ ચકાસી ગુરુરથાને શુદ્ધ ચારિત્રના ખપી જીવને સ્થાપન કરે. તેઓ સંવરભાવે ક્રિયા કરનાર હોવા જોઈએ. ગતાનુગતિક કિયા કરનાર કે દેખાવ માત્ર કિયા કરનાર ગુરુસ્થાન માટે લાયક નથી. આવા ધાંધલિયાને, શાંતિવાંછુ હોય તે, સ્થાન જ ન આપે. સંવર એટલે આવતા કર્મના દ્વારને રેકે, બારણાં બંધ રાખે તે માર્ગ. સંવરના સત્તાવન પ્રકાર અગાઉ જણાવી ગયા છીએ. તે ભાવે કર્મ રેકે તેવી સંવરકિયા કરનારને એ ગુરુસ્થાને સ્થાપે; અને ચારિત્રમાં ઢંગધડા વગરનાને એ ગુરુથાને રાખે જ નહિ. પૌગલિક સુખમાં આસક્ત આવા ગુરુઓ પિતાનું કે પારકાનું કાંઈ પણ સુધારી શકે નહિ. આવા કુગુરુને ગુરુસ્થાન આપે નહિ.
હજી પણ કેવા માણસને ગુરુસ્થાને રાખે તે વધારે જણાવે છે. સાચા ગુરુ સંપ્રદાયમાં માનનાર હોય છે. ગુરુ શિષ્યને સામે બેસાડી કિયાના હેતુ-રહસ્ય સમજાવી જે જ્ઞાન આપે તેને મહિમા ઔર છે. સંપ્રદાયમાં ખાસ માનનાર હોય તે ગુરુપદને દીપાવે છે. આવા સંપ્રદાયમાં માનનાર ગુરુને ગુરુ કહે, બીજા વાડીઆ કુથલી કરનારા કે જેવા તેવાને ગુરુસ્થાને ન મૂકે. સાચા ગુરુને ઓળખવાની આ બધી ચાવીઓ છે. સંપ્રદાયને મહિમા જ મરે છે. બધું જ્ઞાન પુસ્તકમાં લખી શકાયું નથી, પણ પિતાના સંપ્રદાયમાં માનનારને સાચા ગુરુ માનવા, એ વૃદ્ધા પાસેથી કુળકમાગત વાત જાણતા હોય છે અને તે શિષ્યને સમજાવે છે. આ ત્રીજી ચાવી વિચારી.
વળી, ગુરુ નિષ્કપટ ભાવે–ભેળે ભાવે, દંભ-દેખાડો કર્યા વગર, ક્રિયા કરનારા કે વર્તન કરનારા હોવા જોઈએ. આવા ગુરુને શાંતિવાંચ્છક ગુરુ માને. તે ઉપરાંત તેઓ પવિત્ર, નિર્મળ હોવા ઘટે. જે પિતે તરે અને પિતાના આશ્રિતને તારે એને સાચા ગુરુ માનવા. ચાલચલગતના ઠેકાણા વગરના માણસથી એવું જરા પણ થઈ શકે નહિ. પથરાઓ કદી તર્યા નથી અને તેથી ગુરની પસંદગી બરાબર નિયમે કરવી. અને બહુ ટૂંકાણમાં છેવટે કહે છે એ ગુરુ અનુભવના સમુદ્ર હોય. તેઓ અનેક આસ્માની-સુલતાની જઈ, ઘડાઈને સીધા થઈ ગયેલ હોય છે. એવા અનુભવના દરિયાને પોતાના ગુરુને સ્થાને સ્થાપવાની તેની ઈચ્છા હોય છે.
આવી રીતે જેવા તેવાને ગુરુ ન કરે, પણ શાંતિના ઈચ્છક પ્રાણી હોય તે ૧. આગમધારી, ૨. સમકિતી અને સંવરની ક્રિયા કરનાર, તેમ જ ૩. સંપ્રદાયમાં માનનાર ૪. અને નિભ ૫. અને પવિત્ર ૬. અનુભવના દરિયે હોય તેને પોતાના ગુરુ બનાવે. આ શાંતિવાંચ્છક દેવને