________________
૩૦૮]
શ્રી આનંદઘન-ચોવીશી ઓળખ્યા પછી, આવા સુગુરુ કરે એ બીજી શરત કહી. એમાં સંપ્રદાય અને અનુભવના સમુદ્રની વાત ખૂબ મનન કરી અનુસરવા ગ્ય છે. પાંદડું પિતે તે તરે છે, પણ બીજાને તારી શકતું નથી. તેના પાંદડા જેવાને ગુરુ કરવા નહિ. એ તે આગમ ધરનાર અને સંપ્રદાયમાં માનનાર હેવા જોઈએ. આવા ગુરુ વહાણની પેઠે ભરદરિયામાં પણ પિતે તરે છે અને આશ્રિતને પણ તારે છે. આવા ગુરુને પિતાનું સર્વસ્વ સેંપવામાં વાંધો નથી, એમ શાંતિને ઇચ્છનારે જાણે, (૪)
શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાળ રે; તામસી વૃત્તિ સવી પરિહરે, ભજે સાત્વિક સાલ રે. શાંતિ પ
અર્થ—અને શાંતિચાહક સાચાં-શાસ્ત્રમાં કહેલાં-અવલંબન (આધારો)ને સ્વીકાર કરે અને તેને કરતી વખત કોઈ પણ પ્રકારની ખટપટ મૂકી દે, તેમ જ ઉશ્કેરણી કરે તેવી તામસ બુદ્ધિને છોડી દઈ, સાત્વિક શાળ (વણકરની) પિતે ગ્રહણ કરે. (૫)
ટ –વળી કેવા શુદ્ધ આલંબન આગમાનુયાયી આદરે, અપર અશુદ્ધ જાળને મૂકતાં તામસી વૃત્તિ કષાયજનિત જે કિયા તે સર્વને છેડે, સાત્વિક આત્મગુણથી ઉપની જે વૃત્તિ તે ભજે-સે--આદરે. (૫)
વિવેચન–હવે ત્રીજી બાબત ધર્મ માટે કહે છે. એ (શાંતિવાંછુ) શેમાં ધર્મ માને ? તે અહીં જણાવી શાંતિનું સ્વરૂપ કહે છે. તે ધર્મ કોને મને?—તે અહીં જોઈએ. એ ટેકો જેવા તેવાને ન લે; પણ પુષ્ટ અવલંબનને જ કરે, એટલે એની મૂર્તિપૂજા અટકે નહિ. એ જેવાં તેવાં પુસ્તક વાંચે નહિ અને જ્યાં ત્યાં અટક્યા કરે નહિ. એ સારા ટેકાના આશ્રયમાં રિથર રહે અને સ્થિરતાને પૂરત લાભ લે. અને એવા વિશુદ્ધ ધર્મને અવલંબને ચાલે, ત્યારે તે બધી જંજાળને છોડી દે છે. આખી દુનિયા ગમે તે કરે તે કાંઈ તેને લાગતું નથી, પણ એનું વિશુદ્ધ ધર્મનું અવલંબન એટલું મજાનું હોય છે કે એ વિશુદ્ધ ધર્મને ખેલે છે. અને એ પ્રાણી સર્વ પ્રકારની તામસી બુદ્ધિને છોડી દઈને આગળ વધે છે, તામસી વૃત્તિ એટલે અંધકારને વધારનાર ક્રોધી પ્રવૃત્તિ. તામસી સામે રાજસી અને સાત્વિક વૃત્તિ ધરવા યોગ્ય છે. રાગદ્વેષજન્ય કોધી પ્રવૃત્તિ એ અશુદ્ધ ધર્મ માં હોય છે, તેને ત્યાગ કરે છે. આ રીતે શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ અને શુદ્ધ ધર્મને તે આદરે અને કુદેવ, કુગુરુ અને કુધર્મનો ત્યાગ કરી તે શું કરે તે હવે કહે છે. એ સાત્ત્વિક વૃત્તિને ધરે. સાલ એટલે શાલિ-ચોખા અને શાલ એટલે શાલા; કઈ
પાઠાંતર– તજી અવર” સ્થાને પ્રતમાં મૂકતા” પાઠ છે; બીજી પ્રતમાં “જિ” પાઠ છે. ભજે' સ્થાને પ્રત લખનાર “ભજે ” પાઠ લખે છે. સાત્ત્વિક સ્થાને પ્રતવાળો “સાવિઝી” લખે છે. (૫)
શબ્દાર્થ–શુદ્ધ = પવિત્ર, શાસ્ત્રસંમત, અલંબન = ટેકો, સાધ્ય. આદરે = સ્વીકારે પિતાનું કરે. તળ = છોડી દઈ, મૂકીને, અવર = દૂસરી, બીજી, જંજાળ = માથાઝીક. તામસી = ક્રોધી, ઉશ્કેરણી કરે તેવી. વૃત્તિ = વર્તાવ, બુદ્ધિ, સવી = સર્વ, એકેએક પ્રકારની, સંપૂણ. પરિહરે = છોડી દે, મૂકી દે સાત્ત્વિક સાત્ત્વિક ભજે = પિ, આદર, સ્વીકારે. સાલ = વણવાનું યંત્ર. (૫)