________________
૩૦૬].
શ્રી આનંદઘન-ચોવીશી ખરાબ–એ જ પ્રકારે છે એમ શ્રદ્ધાપૂર્વક માને, તેમ જ નવ તત્ત્વ અને અઢાર પાપસ્થાનકને તે જ પ્રકારે જાણે, માને અને મનાવે એ શાંતિનું પ્રાથમિક સ્વરૂપ છે એમ ભગવાન જણાવે છે. હવે આ શાંતિના સ્વરૂપની બીજી શરત આપણે જોઈએ. (૩)
આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે; સંપ્રદાયી અવંચક સદા, સુચી અનુભવાધાર રે. શાંતિ૪
અર્થ–બીજી શરત : તેના શિક્ષક મૂળ સૂત્રોને ધારણ કરનાર, શુદ્ધ દેવ-ગુરુને ઓળખનાર અને ઓળખાવનાર અને ક્રિયા કરવામાં એટલા તત્પર હોય કે નવીન કર્મબંધનની સામે બારણું બંધ કરનાર એટલે નવાં કર્મબંધન ન કરનાર હોવા જોઈએ, તેમ જ વડીલના અભિપ્રાય અનુસાર વર્તનાર અને કેઈને છેતરનાર નહિ, તેમ જ જાતે પવિત્ર અને અનુભવરૂપ સમુદ્રને ધરનારા હોવા જોઈએ. (૪)
ટ -આગમ-પ્રવચનના ધારણહાર એવા સમકિતી ગુરુ અને સંવરની કિયાએ કરી સાર–પ્રધાન, એટલે જેણે એ કરી આશ્રવાનુબંધ ન થાય તે ક્રિયા, તે સંવરક્રિયા. સંપ્રદાયી -પરંપરાગત આમ્નાયવંત. વળી, નિરંતર ક્રિયાયો સ્ત્રના– અવંચક–પવિત્ર અનુભવના આધાર એટલે ગુરુપરતંત્રી. (૪)
વિવેચન–અત્યાર સુધી શાંતિધારક સમકિતી કે હોય તેનું એક જાતનું વર્ણન કર્યું. હવે એના ગુરુતત્વને વર્ણવે છે. સમક્તિવંત પ્રાણી જેમ દેવ સંબંધી નિણીત હોય છે, તેમ ગુરુ સંબંધમાં પણ નિર્ણત હોય છે. તે કેવા પ્રકારના નિર્ણયવાળો હોય તે હવે ગુરૂપરત્વે બતાવે છે. શાંતિની આ બીજી શરત છે. એ શાંતિવાણુના ગુરુ આગમના ધારણ કરનારા હોય, એવાને જ એ ગુરુ માને. આગમ એટલે જૈનના સૂત્રગ્રંથે. ભગવાને કહેલ બાબતોને ધારણ કરી શ્રી સુધર્માસ્વામીએ પુસ્તકના આકારમાં આગમરૂપે ગોઠવી; તેના અભ્યાસી. આવા પઠિત મુનિ આ શાંતિવાણુના ગુરુ હોય. એવા આગમના અભ્યાસી ગુરુને અનુસરવામાં એ સાચે શાંતિવાંછક છે, કારણ કે મૂળ આગમાં બહુ અસરકારક રીતે ઉપદેશક વાત કહેલી છે.
પાઠાંતર–સમકિતી’ સ્થાને એક પ્રતમાં “સમિષ્કતિ ” પાઠ છે; ભીમશી માણેક ‘સમયેતી' છાપે છે. * કિરિયા” સ્થાને પ્રતકાર “ ક્રિયા ” લખે છે, અર્થ એક જ છે. સંપ્રદાયી ” સ્થાને બન્ને પ્રતોમાં “સંપ્રદાઈ પાઠ છે, અર્થ ફરતો નથી, “અવંચક” સ્થાને “અવચક’ પાઠ છે. “સુચી’ સ્થાને બન્ને પ્રતમાં “સુચિ પાઠ છે (૪) | શબ્દાર્થ—આગમધર = મૂળ સૂત્રના ધારણ કરનારા, સિદ્ધાંતને સમજાવનારા. ગુરુ = શિક્ષક, શિક્ષણ આપનાર. સમકિતી = દેવ-ગુરુ-ધમ ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખનાર. કિરિયા = ક્રિયા કરનાર, પ્રવૃત્તિ કરનાર. સંવર = કર્મોનું રોકાણ, કર્મના આવતા પ્રવાહનું બારણું ઢાંકનાર. સાર = રહસ્ય, સુંદર, તેના કરનાર, સંપ્રદાયી = સંપ્રદાયથી, ઉપરથી ઉતરી આવેલી, વૃદ્ધ સંપ્રદાયને અનુસરનાર. અવંચક = નિદભ ભાવે રહેલ, ભોળા, ઉઘાડા. સદા = હંમેશાં, ક્રિયા કરવામાં દરરોજ તૈયાર. સુચી = વિશાળ મનવાળા, પવિત્ર. અનુભવાધાર = અનુભવના મોટા દરિયા, સમુદ્રરૂપ. (૪)