________________
[ ૨૮૨
શ્રી આનંદઘન-વીશી અર્થ_એ શિખામણરૂપ ઉપદેશનું રહસ્ય જે ટૂંકમાં જાણે છે અને તેની મનમાં વિચારણા કરે છે તે વ્યક્તિ બહુ કાળ સુધી દેવતાઓનું સુખ ભેળવીને અંતે જરૂર આનંદના સમૂહનું રાજ્ય પ્રાપ્ત કરે એટલે એ જરૂર મોક્ષે જાય છે. (૭)
ટબો–ઉપદેશ–શિખામણને સાર તે જ સંક્ષેપથી જાણ, જે પ્રાણી ચિત્તમાં–મનમાં નિત્ય-સદા ધ્યાઈધારે-પાળે તે પ્રાણી દેવલેકના ચિરકાળ લગે સુખ અનુભવીને નિયત–નિશ્ચયે આનંદઘન રાજ્ય-પરમાનંદ સુખ પામે પ્રાણી. એટલે ચૌદમાં શ્રી અનંતનાથનું સ્તવન પૂરું થયું. (૭)
વિવેચન—આપણે આ સર્વ પ્રયત્ન મોક્ષ જવાનું છે, આ સેવા પણ મોક્ષપ્રાપ્તિ માટે છે, તેથી જે લેકે ઉપર જણાવેલ ઉપદેશનો સાર સંક્ષેપમાં સમજી જાય, પતે તે રહસ્યને વિચારી અનુસરે, તે બહુ કાળ સુધી દેવગતિનાં સુખ અનુભવી, છેવટે જરૂર આનંદઘનનું રાજ્ય પામે એટલે મોક્ષ જાય. આ સ્તવનમાં કહેલ ઉપદેશ નિરપેક્ષ વચન ન બોલવાને અને ઉસૂત્ર ન બોલવાને તથા ગચ્છવાદી બની ન જવાનો છે. આ સર્વ વાત પર વિચાર કરવાને છે અને એનું રહસ્ય. જે આ સ્તવનમાં ટૂંકાણથી કહેવામાં આવેલ છે, તેને પકડી લઈ તેને અનુસરવાને છે. જે પ્રાણું એમ કરે તે ઘણુ વખત સુધી દેવગતિનાં અનેક સુખે ભેગાવીને જરૂર અંતે આનંદઘનનું રાજ્ય પામે, આનંદસમૂહમાં લયલીન થઈ જાય. અને એવું થાય ત્યારે ઉપદેશ જાણ્યાનું ફળ પ્રાણીને પ્રાપ્ત થાય. તેથી આ સ્તવનમાં કહેલ ઉપદેશને વિચારી લેવાની પ્રાણીની ફરજ છે.
દેવતા સંબંધી સુખને દિવ્ય સુખ કહેવામાં આવે છે. ત્યાં ખૂબ આનંદ કરવાને અને કરવાનું છે અને એ સુખ અનુભવી અંતે મોક્ષ જવાનું છે. એ આપણું સાધ્ય છે માટે મોક્ષ અપાવે એવા આ સ્તવનના વિસ્તારમાં ટૂંકા ઉપદેશને બરાબર અનુસરો અને એમ કરવામાં આપણે કઈ ભેગ આપવાનું નથી. સાપેક્ષ વચન બેલવું, નિરપેક્ષ વચન ન બોલવું, ગચ્છની બેટી મારામારીમાં કે ચડસાચડસીમાં ભાગ ન લેવો અને સૂત્ર વિરુદ્ધ ન બોલવું એ કાંઈ પ્રયત્ન કે ભેગ માગે એવી વસ્તુ નથી. એટલે આ ઉપદેશને બરાબર સમજ અને સમજીને તેને અમલ કરે. માત્ર એકલું સમજવાથી પણ લાભ નથી, અને સમજીને તેને અમલ ન કરવામાં તે ઉઘાડું નિર્બસપણું છે. તેથી આખા સ્તવનમાં કહેલ ભાવને બરાબર સમજ અને સમજીને તે પ્રમાણે વર્તન રાખવું. આ મોક્ષપ્રાપ્તિને ઉપાય છે અને તુરત વગર અપવાદે અમલમાં મૂકવા ગ્ય છે.
એ બધાનો ઝોક તે અંતે સેવા-ભક્તિમાં જ આવે છે. સેવા તે જરૂર કરવી, પણ સેવા કરતી વખતે આ આખું સ્તવન યાદ કરવું અને તે અનુસાર જીવન વહુન કરવું. આ તે માણસ પારકી વાત કરે ત્યારે ડાહ્યો થઈ જાય, પણ એના વર્તનનું ઠેકાણું નહિ. પિતાની વાત કરે, તે જાણે પિતાની અકકલ દુનિયાના માણસમાં હોય છે, તેથી વધારે ચાલે છે, એમ વાત કરે અને ચાલે ત્યારે છાતી કાઢીને ચાલે, પણ તે વખતે તેણે યાદ રાખવું જોઈએ કે ઘડપણમાં બધું શરીર નિર્બળ થશે અને પોતે જર્જરિત દેહવાળો નબળો થઈ જશે. અને અંતે એ સર્વ