________________
૧૪ : શ્રી અનંતનાથ જિન સ્તવન
[ ૨૮૧ તેમ ન બેલે, તેવા ભાષણ જેવું આ દુનિયામાં કોઈ મોટું પાપ નથી. સૂત્રથી વિરુદ્ધ બેલાય તે મહાપાપ લાગે છે અને તેનાં પરિણામ ભોગવવાં જ પડે છે. તેથી સૂત્રની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાય નહિ તેની ખાસ ચીવટ રાખવી. અને સૂત્રમાં કહેલ વાત પ્રમાણે ચાલવું, તેના જેવો આ દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી. સૂત્રમાં કહ્યું છે, તે પ્રમાણે વર્તવું, એ આ દુનિયામાં ઘણી અગત્યની અને મોટા પુણ્યની વાત છે. આ બે નિયમો સેવન કરનારે બહુ ધ્યાનમાં રાખવા. સૂત્ર વિરુદ્ધ ન બોલવું અને સૂત્રમાં કહેલ કરવું, તે ખરેખર ધર્મ છે.
શું કરવું અને શું ન કરવું તે સૂત્રમાં પ્રભુએ બતાવેલ છે, તેને અનુસાર સર્વ કિયા કરવામાં આવે તે શુદ્ધ ચારિત્ર છે, એમ તમે સમજે. એટલે સૂત્રમાં કહેલ હોય તેની વિરુદ્ધ કાંઈ ન કરવું અને તેમાં કહેલ છે તે પ્રમાણે કરવું તે વિશુદ્ધ ચારિત્રની નિશાની છે. શુદ્ધ ચારિત્રવાન માણસ સૂત્રમાં કહેલ સર્વ કરે અને તેની વિરુદ્ધ કાંઈ ન કરે. આ શુદ્ધ ચારિત્રવાળા સૂત્ર અનુસાર ક્રિયા કરે તે શુદ્ધ ચારિત્રશાળી છે, એમ સમજવું અને એ રીતે કરેલી સેવા ફળવાન થાય. પછી તે ફળને ઈચ્છવાની કાંઈ જરૂર રહેતી નથી, પણ તે સ્વતઃ ફળ આપે જ છે અને સારું ફળ આપે છે. આ અગત્યને નિયમ શુદ્ધ સેવા કરનારે લક્ષ્યમાં રાખવો એ સેવાને અંગે ઘણી જ જરૂરની વાત છે. આ સૂત્ર સિદ્ધાંતની વાતને ટૂંક સાર એ છે કે પરિણતિની નિર્મળતા કરવી અને વિષય-કષાયની મંદતા કરવી બાકી તે સૂત્રમાં ઘણી ઘણી વાત કરેલ છે. આપણને એ સર્વ સમજવાની શક્તિ કે ફુરસદ ન હોય તે ઉપર જણાવેલ ટૂંક સાર સમજમાં રાખે અને તેને અનુસરીને કામ લેવું, અને ચારિત્રીઓમાં પેટભરા કણ છે અને શુદ્ધ ચારિત્રવાન કેણ છે તે આ ધોરણે સમજી લેવું. અને કોઈ વાતને મમત્વ ન કરતાં સદા આનંદમાં રહેવું અને પરિણતિની નિર્મળતા રાખવી. જે કરડે ગ્રંથમાં કહ્યું તે ટૂંકામાં આ સ્તવનકર્તા પણ જણાવશે, અને તમારે તેને અનુસરવું. આ નિયમ સર્વ ધ્યાનમાં રાખી તમારે સેવા-ભક્તિ કરવાની છે, એને નિરંતર ખ્યાલ રાખવો એ તમને પિતાને જ અંતે લાભ કરનાર છે. (૬) એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત “આનંદઘન” રાજ પાવે. ધાર ૭૭
પાઠાંતર–“ઉપદેશન” સ્થાને ભીમશી માણેક “ઉપદેશનું ” પાઠ છાપે છે, તે કરછી ભાષા ફેર છે; એક પ્રતમાં એ પાઠ છે. ચિત્તમાં સ્થાને ભીમશી માણેક “ ચિત્તમે ” પાઠ આપે છે. તે નરા” સ્થાને પ્રતમાં તેહ નારા” પાઠ છે. “ધ્યાવે” સ્થાને “સ્થા” પાઠ એક પ્રતમાં છે, એ પ્રાચીન ગુજરાતી શૈલી છે. “પા” સ્થાને પ્રતમાં “પાવૈ' પાઠ છે. (૭)
શબ્દાર્થ_એહ = એ, દિશાસૂચક, તે. ઉપદેશને = શિખામણને. સાર = રહસ્ય, પરમાર્થ. સંક્ષેપથી = ટૂંકમાં, ડાં વચનમાં. જે નરા = જે માણસે. ચિત્તમાં = મનમાં, માનસમાં. નિત્ય = અહોનિશ, દરરોજ. ધ્યાવે = ધ્યાનમાં લે, સહે, વિચારે. તે = તેઓ. નરા = માણસો, મનુષ્યો. દિવ્ય = દેવતાઓનું, દેવ સંબંધી. બહુ = ઘણું, અનેક. કાળ = વખત સુધી, લાંબા સમય સુધી, સુખ = પુણ્યનું ફળ, આનંદ અનુભવી = જાતે ભોગવી. નિયત = જરૂર, ચોરસ, આનંદધન = આનંદને જ્યાં સમુદાય છે તેવું, આત્મિક સુખ. પાવે = પામે, ભોગવે, પ્રાપ્ત કરે. (૭)