________________
૨૮૦]
શ્રી આનંદઘન-વીશી આ ગાથામાં શ્રદ્ધાને મહિમા ગાય અને તેની સાથે શ્રદ્ધાપૂર્વક દેવ-ગુરુ-ધર્મની પ્રતીતિ કરવી તે ખાસ સેવા કરવાને અંગે જરૂરી છે અને તે પ્રમાણે ભૂમિકાશુદ્ધિ વગરની કરેલી સર્વ સેવા-ભક્તિ છાર ઉપર લીંપણ સમાન છે એમ જાણવું. આ ઘણી રહસ્યની વાત છે અને સમજવા યોગ્ય છે. (૫)
પાપ નહીં કેઈ ઉસૂત્ર ભાષણ જિ, ધર્મ નહીં કઈ જગસૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરિખે. ધાર૦ ૬
અર્થ–તમે સમજો કે સૂત્રમાં જે જણાવ્યું છે તેનાથી ઊલટું બોલવું તેના જેવું કોઈ પાપ નથી અને મૂળ સૂત્રમાં કહેલી વાતને અનુસરવું તેના જેવો કઈ ધર્મ નથી. સૂત્રમાં જે રીતે કહેલ છે તેને અનુસારે ભવ્ય પ્રાણી જે ક્રિયા કરે તેનું ચારિત્ર શુદ્ધ છે, એમ તમારે જાણવું જોઈએ. (૬)
ટબો–તે માટે ઉત્સુત્ર-સૂત્રથી વિપરીત ભાષણ સરખો બીજો કોઈ અશુભ-પાપ નથી અને સુત્ર અનુસાર પ્રવર્તીએ-તે જ ચારિત્રીઓ. (૬)
વિવેચન–અને સેવા-ભક્તિને અંગે બીજી અગત્યની વાત કરી દે છે, તે પણ ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે; એ રીતે કરેલી સેવા ખરું ફળ આપે છે અને અંતે આપણી સર્વ ધારણું પાર પડે છે. મુદ્દો એ છે કે સૂત્રસિદ્ધાંતમાં કહેલી વાતથી વિરુદ્ધ વાત કરવી કે બેલવું, તેના જેવું કંઈ પાપ નથી અને અંતે આ જીવને તે પાપ-પુણ્ય સાથે જ સંબંધ છે. તે ઘરબાર, વસ્તુ કે સગાંસંબંધી તે અહીં જ રહી જવાનાં છે; પણ પાપ અને પુણ્ય એ તે એની સાથે જવાનાં છે. તેમાં મુદ્દો એ છે કે સૂત્રસિદ્ધાંતમાં જે વાત જે પ્રકારે કરવાની કહી હોય તેનાથી ઊલટું બોલવું તેના જેટલી કોઈ પાપની હદ નથી, માટે સૂત્રમાં કહેલી વાત પ્રમાણે જ બલવું–ચાલવું. જે સાધુ અથવા શ્રાવક સૂત્રથી વિરુદ્ધ બોલે, તેમાં જેમ કહ્યું છે
પાઠાંતર–“નહી ' સ્થાને એક પ્રતવાળે “નહી ' લખે છે, તે જૂની ગુજરાતી છે. “જિ” સ્થાને જિસ્સૌ” પાઠ એક પ્રતમાં છે, એક છાપેલ પુસ્તમાં “જિસ” પાઠ છે. “જગ” સ્થાને “જગિ” પાઠ એક પ્રતમાં છે. “સરિખો ” સ્થાને એક પ્રતમાં “સરિષ” પાઠ છે. “અનુસાર ” સ્થાને એક પ્રતમાં “અનુસરિ” પાઠ છે. “તેહનું ” સ્થાને એક પ્રતમાં “હ” પાઠ છે; ભીમશી માણેક પણ તે જ પાઠ આપે છે. પરિખો” સ્થાને એક પ્રતમાં “પરિષ” પાઠ છે, ખ અને ૫ ને અભેદ હતા. (૬)
શબ્દાર્થ–પાપ = અશુભ કર્મબંધ, પાપ (પ્રસિદ્ધ છે.) નહિ = ના. ઉસૂત્ર = સૂત્ર સિદ્ધાંતથી ઉલટું, સૂત્ર વિરુદ્ધ. ભાષણ = વદવું તે. જિયો = જે, સરીખડે. ધમ = પુણ્ય, શુભ કર્મબંધ. નહિ = ના, નગ્નાત્મક. કોઈ = કઈ પણ, એક પણ. જગ = દુનિયામાં, વ્યવહારમાં. નહિ = ન હોઈ શકે, ન થઈ શકે, નગ્નાત્મક. કઈ = એકે. સુત્ર = મૂળ સૂત્ર, આગમ. અનુસાર = તે પ્રમાણે, તે રીતે. ભવિક = ભવ્ય પુરુષ, મેક્ષમાં જવાને યોગ્ય સંપત્તિ મળે તે જનાર. જે = કોઈ પણ કિરિયા = ક્રિયા, ગતિ, હિલચાલ કરે = અમલમાં મૂકે, આચરે. તેહનું = તેનું, તે વ્યક્તિનું શુદ્ધ = પવિત્ર, અનુકરણીય. ચારિત્ર = વર્તન, વર્તવું તે. પરિ = જાણો, પરખો, સમજો, પરીક્ષા. (૬)