________________
૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન
[ ર૭૯ છે અને શુદ્ધ શ્રદ્ધાન વિના જેટલી કિયા-અનુષ્ઠાન કરીએ તે સર્વ છાર ઉપર જેમ લીપણું તે સરખી જાણવી, જેથી મોક્ષ પામીએ તેવી નિર્જરા ન થાય, ભય હેતુ થાય. (૫)
વિવેચન-સમ્યકત્વ વગર સર્વ નકામું છે, એકડા વગર સર્વ મીંડાં નકામાં છે, માટે પ્રથમ સમ્યકત્વ શું છે તે આપણે જાણી લઈએ. આપણે આગલા સ્તવનમાં સમકિતના સડસઠ બોલ જોઈ ગયા. અહીં સંક્ષેપમાં જણાવવામાં આવે છે કે તમારે દેવ, ગુરુ અને ધર્મની શેખોળ શી રીતે રહી શકે તેની નિરંતર ચિંતા રાખવી ઘટે. અનેક ગુણેથી યુક્ત દેવ, જે અઢાર દોષ રહિત હોય, તેને દેવ સમજી, તેની સેવા-ભક્તિ કરવી. ગુરુના ગુણને યોગ્ય હોય તેની પાસેથી ધર્મને બોધ લે અને નરકમાં પડતા ધારી રાખે તેવા સાચા ધર્મનાં ફરમાનેને અમલમાં મૂકવા અને કુદેવ, કુગુરુની અને કુધર્મની સેવા ત્યાગવી. એમ બધી રીતે હકારાત્મક રીતે અને નકારાત્મક રીતે વિવેક અને શ્રદ્ધાથી તે ત્રણને સ્વીકાર કરવો એ ખરું નિણત ચિતવન છે. તે દેવ, ગુરુ અને ધર્મ વિશુદ્ધ કેમ મળે એની સેવા કેમ થાય તેને પ્રાણી વિચાર કરે અને તે માટે સતત ચિંતવન કર્યા કરે અને નિરંતર તે માટે જાગ્રત રહે, અને તેમાં પણ વિશદ્ધ શ્રદ્ધા કેમ રહે તે હંમેશની ચિંતાને વિષય હોવો જોઈએ. સંસાર વધારનાર સેવા-ભક્તિ હોય; તે તેને કઈ અર્થ નથી; જરા સુખ આપે, પણ અંતે તે થોડા વખતની જ રમત છે. પ્રાણીઓ જે પિતાને નિસ્તાર કરે હોય તે શ્રદ્ધાપૂર્વક દેવ, ગુરુ અને ધર્મની પ્રતીતિ કરવી, જોઈએ અને તેને આનંદપૂર્વક વળગી રહેવું જોઈએ. આ શ્રદ્ધા અને દેવ-ગુરુ-ધર્મની શોધ ઉપર જીવનની ફત્તેહને આધાર છે. આ જીવનમાં જેટલું એ કામ થાય, તે આપણું પિતાનું છે, કારણ કે સર્વ ચીજો, ઘરબાર અને સગાં સંબંધી તે બધાં અહીં રહી જવાનાં છે, એટલે તેઓ સાથે જે સુખદુઃખ ભેગવ્યાં હોય, તે પિતાની સાથે આવનાર નથી, પણ આ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ સ્થાયી ચીજ છે, પરભવમાં પણ સાથે આવનાર છે, તેથી વિચારણા પૂર્વક તેની શોધ કરવી, અને એ રીતે સંસાર ઘટાડીને જીવનકાર્ય કરવું. આ પિતા પ્રત્યેની ફરજ છે અને એને કરવામાં દીર્ઘ કાળને કે સર્વ કાળને સાચો આનંદ છે. કારણ કે ચેખી શ્રદ્ધા વગર ગમે તેટલાં કામ કરવામાં આવે, તે સર્વ મેલીઘેલી જમીન ઉપર લીંપણ બરાબર છે. જેમ મેલી, બગડેલી, વાસીદુ વાળીને સાફ કર્યા વગરની ભૂમિ ઉપર ગાર કરવામાં આવે, તે તે નકામું થઈ પડે છે, તેમ શ્રદ્ધાથી સાફ કરેલ ભૂમિ એટલે મન પર દેવ-ગુરુ-ધર્મની ચીવટ પૂર્વક કરેલી શોધ હોય, તે જ તે ફળ આપે છે, ભૂમિકા આકર્ષક બને છે અને તે પર કરેલ લીંપણની સાફસૂફી કારગત નીવડે છે, તેમ શુદ્ધ આત્મભૂમિકા ઉપર કરેલ કિયા ફળે છે અને કારગત થાય છે. ભૂમિ ઉપર લીંપણ કે ચિતરામણ કરવા પહેલાં તેને વાળીઝૂડીને સાફ કરવી ઘટે, પછી તેના પર લીપણ થાય કે ચિત્ર કાઢવામાં આવે તે બરાબર ઝળકી જાય છે, તેમ તમારે સેવા-ભક્તિ કરવી હોય તે શ્રદ્ધાપૂર્વક સુદેવ, સુગુરુ અને સુધર્મની પ્રતીતિ કરે, તેને ઓળખીને આદર એટલે તમારી ઈચ્છા મોક્ષ મેળવવાની છે તે પાર પડશે અને તમારું ખરું અંતિમ ધ્યેય પ્રાપ્ત થશે. આ સેવાને સાચે અને એક જ માર્ગ છે તે સમજીને સ્વીકારે.