________________
૨૭૮ ]
શ્રી આનંદઘન-ચાવીશી
ધ્યાનમાં લે તે તમારી વ્યવહાર પણ સાચા થાય અને તમે મેક્ષને માગે ચઢી જાઓ. અપેક્ષા વગરના અને અપેક્ષાવાળા જ્ઞાનમાં આટલા તફાવત છે, માટે ખેલવા પહેલાં સામાનું દૃષ્ટિબિંદુ શું છે તે ધ્યાનમાં રાખીને જ તમે મેલે તે તમારું' વચન અને વ્યવહાર ખરાબર છે, એમ તમારે ધ્યાનમાં રાખવું. આ રીતે સેવાને તમે વિચારજો. અને તમારે યાદ રાખવું કે અપેક્ષા વગરનું વચન । માત્ર સંસારવૃદ્ધિમાં પરિણમે છે, એમાં તમારા સંસારનો અંત આવતા નથી. સ'સારફળ તમને મળે, એ આપણા ઉદ્દેશ નથી. સંસાર વધે કે તમે ખાડામાં પડા એ માટે આ વાત થતી નથી; તમારો સ`સાર ન વધે અને તમે હંમેશને માટે સુખી થાએ, એ નજરે નિરપેક્ષ વચનનું મૂલ્ય કોડીનું છે. છતાં તમે એવાં નિરપેક્ષ વચન સાંભળી, તેને સ્વીકાર કરી, તેમાં કેમ રાચેા છે ? તમે એવી વાતેને કેમ ગ્રહણ કરો છે? તમે એને તમારી વાત કેમ બનાવેા છે ? તમને એમાં મજા કેમ આવે છે? હવે તમે એ નજરે સેવાના વિચાર કરો. નિરપેક્ષ વચનના કઢી સ્વીકાર કરી લેશે નહિ. એમાં તમારો જયવારી નહિ થાય. તમે સમજુ હા તેા સાપેક્ષ વચન ખાલજો અને આદરો. એમાં સરવાળે તમને ઘણા પ્રકારના લાભ થશે. અને તમારે તે ઘણી શ્રદ્ધાપૂર્ણાંક જ બધી વસ્તુ તપાસવી જોઇએ. એ શ્રદ્ધા-પ્રતીતિને મહિમા હવે આવતી ગાથામાં કહેશે. (૪)
દેવ-ગુરુ-ધર્માંની શુદ્ધિ કહા કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આા;
શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરે, છાર પર લીપણું તેહ જાણેા. ધાર૦ ૫
અથ—એવાં અપેક્ષા વગરનાં વચન ખેલનારથી દેવ, ગુરુ અને ધર્મની પવિત્રતા કેમ જળવાઈ રહે અથવા આપ જણાવા કે દેવ, ગુરુ અને ધર્મની શુદ્ધિ કેમ રહે? અને શુદ્ધ શ્રદ્ધા કેમ રહી શકે?–તેની ધારણા કરો, કારણ કે શુદ્ધ પ્રતીતિ વગર, જે કાંઈ ક્રિયા કરવામાં આવે તે અપવિત્ર-મેલીઘેલી, ભેાં ઉપર કરેલ લીપણું જેવી છે, એમ તમારે ધ્યાનમાં રાખવું. (૫)
ટમે—તે અશુદ્ધ વ્યવહુાર પ્રવર્તાવકથી શુદ્ધ દેવ, શુદ્ધ ગુરુ, શુદ્ધ ધર્મની શુદ્ધિ કર્ય પ્રકારે રહે, અને કેમ કરી શુદ્ધ શ્રદ્ધાન-પ્રતીત આણીએ. ‘પુરુષ પ્રમાણે વચન પ્રમાણ' એ ન્યાય
પાઠાંતર કેમ ' સ્થાને પ્રત્તમાં ‘ ક્રિમ ' પાર્ટ છે, જૂની ગુજરાતી છે (તે સ્થાન). રહે' સ્થાને પ્રતમાં ‘રઢું ’ પાડે છે. ‘ બ્રહાન ’ સ્થાને ‘સરધાન ' પાડે છે, તે પ્રાચીન ગુજરાતી છે. ‘લી પણું ‘ લિ’પણા સરિસ ’ પાડે છે. ‘ કિરિયા ’ સ્થાને ‘ ક્રિયા ’ પાડે એક પ્રતમાં છે.(૫)
તેહ ’ સ્થાને
=
શબ્દા—દેવ = ઈષ્ટદેવ, પરમાત્મા, મેાક્ષમાં ગયેલા જિનેશ્વર દેવ. ગુરુ = ધર્માંના ઉપદેશ કરનાર, કુળને ધર્માં સમજાવનાર અને વિદ્યા શીખવે તે વિદ્યાગુરુ. ધમ' = ખરાબ ગતિમાં પડતાં જીવને રશકે, બચાવે તે ધ". શુદ્ધિ = પવિત્રતા. કેમ = કઈ રીતે, કેવી રીતે. રહે=જળવાય, મળે. શ્રદ્ધાન = ખાતરી. ચેસાઈ. આણા - ધારણ કરો. શુદ્ધ = પવિત્ર, શંકા વગરની. શ્રદ્ઘાન = ખાતરી. વિષ્ણુ = વગર, વિના. સ` = કોઈ પણ, સવે, બધી. કિરિયા = ક્રિયા, વના. કરે = અમલમાં મૂકે, ગાડવે તે. છાર = કચરા, મેલ, ગંદું. પર = ઉપર, માં, લીંપણું = લીપણ, ગાર કરવી તે. જાણેા = સમજો. (૫)