________________
૧૪ : શ્રી અનંતનાથ જિન સ્તવન
[ ૨૭૭ વચનનિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચનસાપેક્ષ વ્યવહાર સાચો વચનનિરપેક્ષ વ્યવહાર સંસારફળ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર૦ ૪
અર્થ-કારણ કે અપેક્ષા–દષ્ટિબિંદુ વગરને સર્વ વ્યવહાર, આચરણ તે સર્વ બોટ વ્યવહાર છે એમ કહેલું છે, પણ અપેક્ષા સહિતનું વચન–બેલિવું અને તેને વ્યવહાર કરે તે સાપેક્ષ હોઈ બરાબર જાણ, તે અનુકરણીય સમજે. હવે એ પૈકી જે દૃષ્ટિબિંદુ-અપેક્ષા–ની બહારનું ભાષણ છે તે તે સંસારને વધારનાર છે, તેના ફળમાં સંસાર જ વધે છે. એવાં વચનને સાંભળીને અથવા તેના પ્રત્યે પ્રેમ બતાવી, તેને સ્વીકારીને શા અથે ખુશી થઈ જાઓ છો ? (૪)
ટ -જ્યાં વચન અપેક્ષાએ નહિ, એટલે આગમાનુસારી નહિ, એ જે વ્યવહાર તે જૂઠ જાણ. અને જે વ્યવહાર વચનને અપેક્ષે–વાં છે એટલે આગમાનુસારી વ્યવહાર તે સાચે, ખરે સહ-ધારે તે માટે વચનનિરપેક્ષ ભવ્ય એટલે આગમ સાખીને ચાલે એવો એ અર્થની સૂઝ મહાનિશીથ, વ્યવહાર, અંગપૂલીયા શ્રત હીલનાધ્યયન પ્રમુખ બહુ ગ્રંથે છે. તે શુદ્ધ વ્યવહાર સાંભળીને તથા આદરીને કિશ્ય મનમાં રાચવું, માચવું તે અશુદ્ધ વ્યવહારને અજ્ઞાન ફળ-સંસાર જાણ, શું હર્ષવું જે અમે વ્યવહારી છીએ. (૪)
વિવેચન—આ ગચ્છના મમત્વને અંગે યાદ રાખવું કે અપેક્ષા વગરનું કોઈ પણ વચન કહેવામાં કે ઉચ્ચારવામાં આવે, તે તે તદ્દન ખોટું છે. જૈનધર્મ આખે નયવાદ પર ચાલે છે. એક વાત એક દષ્ટિબિંદુથી સાચી હોય તે બીજા દષ્ટિબિંદુથી તદ્દન ઊલટી જ લાગે. આ અપેક્ષાવાદ બરાબર સમજીને જે બોલે, તે બરાબર, પણ જેણે અપેક્ષા અથવા દષ્ટિબિંદુ બરાબર ન પકડી લીધું હોય, તે તેની સર્વ વાત ખોટી સમજવી, કારણ કે કયે વખતે તે પડી જશે. તે કાંઈ કહી શકાય નહિ. અપેક્ષા ધ્યાનમાં લીધા સિવાયનું વચન ગમે તેવું હોય, તે પણ તે ખોટું છે એમ સમજવું. આ દષ્ટિએ ગચ્છના શેખીને અપેક્ષા સમજ્યા વગર વાત કરે તે તેમનું વચન જૂઠ છે એમ ધારી લેવું. આ રીતે જ તમને સત્ય જ્ઞાન મળશે અને સાપેક્ષવચન હોય તે વ્યવહાર સાચો થાય છે. તમે અમુક માણસને મુદ્દો સમજે અને તેનું દષ્ટિબિંદ
પાઠાંતર– “ફળ” સ્થાને પ્રતમાં “ફેલ” પાઠ છે. “સાંભળી ” સ્થાને પ્રતમાં “સાંભલી” છે. “જો ” પાઠને બદલે “જુઠો” પાઠ એક પ્રતમાં છે. (૪)
શબ્દાર્થ–વચન = બોલવું તે. નિરપેક્ષ = મુદ્દા–અપેક્ષા વગરનું. વ્યવહાર = અમલ, બાહ્ય આચરણ. જૂઠો = ખટ, ન પસંદ કરવા ગ્ય. કહ્યો = જણાવ્યા છે. વચન = બલવું તે. સાપેક્ષ = અપેક્ષા સહિત. મુદ્દામ. વ્યવહાર = વર્તવું તે, અમલ. સાચે = બરાબર. વચન = બોલવું તે, વદવું તે, નિરપેક્ષ = અપેક્ષા વગરનું, દષ્ટિબિંદુ વિનાનું, વ્યવહાર = વર્તન, વર્તવું તે. સંસારફળ = જેનું ફળ સંસાર વધે તેવું થાય તે, સંસાર વધારનારું. સાંભળી = જાણી, સમજી, આદરી = સ્વીકારીને, ગ્રહણ કરીને. કાંઈ = શા માટે. રાો = તેમાં શું મજામાં આવી પડી છે ? (૪)