________________
૧૪: શ્રી અનંતનાથ જિન સ્તવન
[ ૨૮૩
છેડા વખત માટે જ મામલે છે આ ઉપદેશ ધ્યાનમાં રાખી સેવા કરશે તે ઉત્તરોત્તર માંગલિક માળા પામશે અને અંતે છેડા વખતમાં ધારેલ સ્થળે પહોંચશે. આ સર્વ વાત વિચારણા માગે છે. ખુદ વર્તન પણ વિચારણા માગે છે અને એ સર્વ માટે આનંદઘન જેવા સાચા વચને કહેનારની જરૂર છે. આ સાચાં વચનને જે અનુસરવા નિર્ણય કરશે અને તદ્દનુસાર જે જીવન ગોઠવશે તે અંતે મોક્ષપદ પ્રાપ્ત કરશે. આ સ્તવનની આખરે આનંદઘન એના કર્તા છે એમ સમજાવ્યું. લાભાનંદજીએ આનંદઘનના નામે જ અત્યારે ઉપલબ્ધ થતી કૃતિઓ લખી છે એ ધ્યાનમાં રહે. (૭)
ઉપસંહાર
સેવાને માટે તૈયારી કરવાના માર્ગને બતાવનારું આ અતિ મહત્ત્વનું સ્તવન પૂર્ણ થયું. તેમાં અનેક પ્રકારને બોધ આપવામાં આવ્યું છે. તે પ્રભુસેવા માટે બહુ વિચારવા જેગ છે. ગચ્છના ભેદની વાત આનંદઘનજી જેવા નિઃસ્પૃહી માણસ જ ચોખા અક્ષરમાં કહી શકે. આનંદઘનજીને એ પ્રશ્ન પર પ્રકાશ પાડવાની જરૂર લાગી હતી એમ લાગે છે. એક તે જેની સંખ્યા જ ઘણી નાની છે, તેમાં પણ વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર; અને તેમાં પણ ગચ્છના ઝઘડાઓ-એમ ભેદના પણ પિટાભેદ થઈ જાય છે. મૂળમાં તે ગ૭ના ભેદ વહીવટ કે વ્યવસ્થા માટે થયા હશે, પણ વખત જતાં પિતાની સામાચારી ખરી અને સામાની ખોટી એ હઠાગ્રહ થઈ જાય છે અને હઠ પછી આગ્રહનું રૂપ લે છે અને પોતાને કક્કો ખરો કરવા ગમે તેવી દલીલ ચલાવે છે. પછી તે શાસ્ત્રના દાખલા અપાય છે અને લડાઈઓ ચાલે છે અને યુદ્ધક્ષેત્ર જામી જાય છે. આને માટે આનંદઘનજી તે કહી દે છે કે આવા ગચ્છાચારીઓ તત્ત્વની વાત કરે ત્યારે લજવાતા પણ નથી. તેના મુખમાં એ વાત શોભતી નથી. એક બાજુએ ગ૭ની સામાચારી માટે તકરાર કરવી અને બીજી બાજુએ તત્ત્વની વાત કરવી તે બે વાતને બને તેવું નથી. તેઓને તે આનંદઘને પેટભરા તરીકે વર્ણવ્યા છે. આવી ભાષા તે આનંદઘનજી જ વાપરી શકે. એ તેમનું નિખાલસ યેગી દિલ બતાવી આપે છે.
અને બીજે હિતોપદેશ તેઓ કેવી રીતે આપે છે તે ખાસ વિચારણીય છે. તેઓ કહે છે કે નિરપેક્ષ વચન બેલિવું, તે ખરા જૈનને પાલવે નહિ. તેને આ પ્રદેશ સાપેક્ષ વચન બોલવામાં આવી જાય છે. આખા નયવાદ પર જૈનધર્મને આધાર છે અને નયને ધ્યાનમાં રાખવા એ બહુ જરૂરી છે. સ્યાદ્વાદને અર્થ વ્યવસ્થા નથી, પણ જુદાં જુદાં દૃષ્ટિબિંદુઓ ઉપર લક્ષ્ય રાખવાની વાત છે. એકને એક માણસ અમુક અપેક્ષાએ પિતા હોય તે બીજી અપેક્ષાએ પુત્ર પણ હોય છે. આ બન્ને વચનમાં અપેક્ષાભેદ છે. એ અપેક્ષા ધ્યાનમાં રાખી જે વચનવ્યવહાર કરે તે સાચે છે અને તે મુદ્દો ભાષાનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા યોગ્ય છે. જુદા જુદા દષ્ટિબિંદુથી એકબીજાથી જુદી પડતી કે વિરુદ્ધ પડતી વાત પણ