________________
૨૬૮ ]
શ્રી આનંદઘન-ચાવીશી
છે. અને તે કોઇ ઉપમાને વસ્તુ નથી જે કોઈ વસ્તુના દુનિયામાં કોઈ પણ વસ્તુ જ
આનંદ આપનાર છે. એ સાચા દેવ છે અને આદર્શ સ્થાને પૂજ્ય યેગ્ય નથી. આપની તુલ્ય ઉપમા આપી શકાય, તેવી કોઇ પણ ગુણ વિચારું છું, તે આપની સાથે સરખાવી શકાય એવી આ નથી. આપ તો ખરેખર અનુપમેય છે. અને આપની દૃષ્ટિ અમૃતરસને-શાંતરસને પકડનારી છે. શાંતરસ કેવે! હાય તે આપણે શાંતસુધારસ ગ્રંથમાં જોઇ આવ્યા છીએ. આવી શાંતરસને ઝીલનારી મૂર્તિને જોતાં આંખને ધરવ ન હોય; એમાં એને એમ થયા કરે કે, આને જોયા જ કરુ, એવી સુંદર શાંત આપની પ્રતિકૃતિ છે. મારી આંખે એને જોતાં ધરાતી જ નથી અને ફરી ફરીને એને વારંવાર જોયા કરે છે, (૬)
એક અરજ સેવકતણી રે, અવધારો
જિનદેવ;
કૃપા કરી મુજ દીજિયે રે, ‘આનંદધન’પદ સેવ. વિમળ જિન॰ ૭ અ”—આ સેવકની એક અરજી આપ સ્વીકારો, ધ્યાનમાં લે, પસાર કરી, આપ તે જાતે તીર્થંકર દેવ છે એટલે મારી અરજી ઉપર ‘હા’ના શેશે જ કરશે. મહેરબાની કરી મને આનંદના સમૂહની—તેને કરનારની સેવાભક્તિ મળ્યા કરે, એવું મને આપજો. એટલે આપની સેવાભક્તિ નિરતર મળે એવું આપજો ! (૭)
ટા—એક અરજ–વિનતિ પેાતાના સેવકની હેજિનેશ્વરદેવ ! તે ચિત્તમાં—મનમાં અવધારીને મુજ સેવક ઉપર કૃપા કરીને દીજિએ-આપીએ, આનદઘન તે પરમાત્માના ચરણકમળની સેવના આપે મુજને, એટલે તેરમા શ્રી વિમળજિનનું સ્તવન સપૂર્ણ. (૭)
વિવેચન—હે તીથ કર દેવ ! વિમળનાથ પ્રભુ ! આ સેવકની એક અરજ સાંભળે, આપ તેના પર લક્ષ્ય આપે। અને મારી વિજ્ઞપ્તિને સ્વીકારો. આપ તો મોટા છે અને હું સેવક એકલે છું, આપને મારા જેવા અનેક અરજદારા હશે, પણ છતાં આપને હું જણાવું છું કે મારી અરજ ધ્યાનમાં લે. તે અરજ સાવ સાદી છે, એટલે એ અરજી સ્વીકારાઇ જશે, એમ સેવકની ભક્તની ખાતરી છે. તે અરજ શું છે તે આપણે જોઇએ. આ રહી તે અરજી :
મને કૃપા કરીને–મહેરબાની કરીનેઆનંદના સમુદાય આપ પોતે જ છે, તેની સેવના આપા અને મને આપના જેવા બનાવેા. મારે કાંઇ ઘરબાર કે પૈસા માંગવા નથી, આ ભવમાં
દ્વ
પાઠાંતર— તણી રે ' સ્થાને ‘ તણિ રે’ પાડે એક પ્રતમાં છે. ‘ જિનદેવ ’ સ્થાને એક પ્રતમાં ‘જીનદેવ ’ પાડે છે. ‘ દીજિયે ’ સ્થાને એક પ્રતમાં · દિઈ ' પાડે છે, તે જૂની ગુજરાતી છે; એક બીજી પ્રતમાં ‘દીજિયે ' સ્થાને દીઈ ' એવા પાઠ છે. (૭)
શબ્દા—એક = માત્ર એક જ, એકથી વધારે નહિ, સેવકતણી = આપના તોકરતી. વધારા = ધારણ કરા, સ્વીકારો. જિનદેવ = તીથંકર મહારાજ ! કૃપા = દયા, મહેરબાની. કરી = લાવીને, ધારણ કરીને. મુજ = મને, પ્રાના કરનારને. દીજીએ = આપીએ, દઇએ. આનંદધન = આનંદના સમૂહ, આપ પોતે. પદસેવ પગની નોકરી, ચાકરી, સેવા. (૭)
=