________________
૧૩ : શ્રી વિમળ જિન સ્તવન
[ ૨૬૭ અભિય ભરી મૂરતિ રચો રે, ઉપમા ન ઘટે કેય દષ્ટિ સુધારસ ઝીલતી રે, નિરખત પતિ ન હોય. વિમલ જિન ૬
અર્થ-આપની મૂર્તિ (પ્રતિમા) અમૃત ભરેલી બનાવેલી છે અને તે એવી સરસ બનેલી છે કે તેને કોઈ સાથે સરખામણીમાં મૂકી શકાય તેમ નથી, અને તેવી વસ્તુ ન હોવાથી તે યોગ્ય પણ થઈ શકે તેમ નથી. એ પ્રતિમાની દષ્ટિ અમૃત રસને ઝીલનારી છે, અને એને જોતાં જોતાં ધરવ પણ થતું નથી, સંતોષ પણ થતા નથી. (૬)
ટ–અમૃતથી શીતળ તારી મૂર્તિ તે પ્રતિમા–પ્રતિબિંબ તેનું ઉપમાન કેઈ ન ઘટે. જે વીતરાગની દષ્ટિ અમૃત સુધારસે નાહતી અંધાલતી છે, તે દેખતાં દેખતાં વૃદ્ધિ પામતી નથી. (૬)
વિવેચન—આપની મૂર્તિ અમૃતથી ભરપૂર બનાવવામાં આવી છે. જેના હાથમાં હથિયાર નહિ અને રૌદ્ર રૂપ નહિ, એવી દેખતાં પણ શાંતિ થઈ જાય એવી આપની મૂર્તિ બનાવવામાં આવી છે. તમે દુનિયાના કોઈ પણ દેવની મૂર્તિ છે, તે તમને જણાશે કે, કાં તે તેના હાથમાં ભયંકર હથિયાર હશે, અથવા ભયંકર રૂપ હશે, ઉઘાડી આંખ અને ભયંકર રૂપ જોતાં જ માણસ ગભરાઈ જાય, પણ આપની મૂર્તિ તે પર્યકાસને અને પડખે કામદેવની મૂર્તિ સમાન સ્ત્રી નહિ, આવી શાંત રસમાં નિમગ્ન થયેલી રચવામાં આવી છે. એક વાર ધનપાળ પંડિતને ભોજરાજાએ હુકમ કર્યો કે, તેણે દેવપૂજન કરી આવવું; દેવનું નામ ન આપ્યું. ધનપળે પણ હાથમાં કેશર, ફૂલ વગેરે લીધાં, કાળીની મૂર્તિ જોઈ, પાછો ફર્યો, પછી કૃષ્ણની મૂર્તિ સાથે રાધાને જોઈ, પડદો કરી ચાલ્યા ગયે, અંતે દેવાધિદેવ તીર્થકરની મૂર્તિ જતાં તે બે ઃ
प्रशमरसनिमग्न दृष्टियुग्म प्रसन्न, वदनकमलमङ्क : कामिनीसङ्गशून्यः ।
करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्य, तदसि जगति देवो वीतरागस्त्वमेव ।। પ્રશમ રસમાં ઓતપ્રેત થઈ ગયેલી જેની બન્ને આંખો છે, વદનકમલ પ્રસન્ન છે, બળે શ્રીસંગ રહિત છે, હાથમાં શસ્ત્રને સંબંધ નથી. હે ભગવાન ! તું જ ખર વિતરાગ છે, તું જ મારી પૂજાને યોગ્ય છે.
આવી રીતે અમૃત ભરેલી, શાંતિનું સામ્રાજ્ય બતાવતી શ્રી તીર્થંકરદેવની મૂર્તિ ખરે. ખર આદર્શ દેવના પ્રતીક સમાન છે. એ ખરેખરી દેવની મૂર્તિ છે, માટે પૂજ્ય છે અને ખરો
પાઠાંતર–ઉપમા” સ્થાને એક પ્રતમાં “ઉપમ’ પાઠ છે. ઘટે” સ્થાને એક પ્રતમાં “ગ” પાઠ છે. - દષ્ટિ સુધારસ સ્થાને છાપેલ બુમાં “શાંત સુધારસ પાઠ છે. “નિરખત’ને સ્થાને “નિરષિત” પાઠ ભીમશી માણેક છાપે છે. એક પ્રતનાં નિરખી પાઠ છે. (૬) | શબ્દાર્થ—અભિય = અમૃત, દેવોને પીવાનું પય ભરી = ભરેલી, પૂણ. મૂરતિ = પ્રતિમા, મૂતિ. રચી = બનાવી, ઘડી. ઉપમા = તેની સરખામણી ન ઘટે = ને લાયક થાય. દષ્ટિ = નજર. સુધારસ = અમૃતરસ.
લતી રે – લે છે, પકડતી. નિરખત = દેખતાં, તેને જોતાં. તૃપ્તિ = સંતાપ, હાશ શબ્દોચ્ચાર. ન હોય = થતી નથી. (૬)