________________
૧૩ : શ્રી વિમળ જિન સ્તવન
[ ૨૬૯
અને પરભવમાં આપના પઢની સેવા મને મળ્યા કરે, એટલી જ મારી અરજી; મારે કાંઇ આપની પાસે જમીન કે દોલત માગવી નથી, પણ મન દુખ્ત સેવા મળે મવે તુમ્દ વહેળાનું આપની ચરણસેવા મને ભવેાભવ મળ્યા કરે એવી મારી આપને વિજ્ઞપ્તિ છે. તમે ચઢેરાળસ્થ રાગ્ય ! મૂયાઃ— આપની સેવા, આપનું શરણ ભવેાભવમાં મને મળ્યા કરો, એટલી જ મારી માગણી છે. આપ તે માગણી સ્વીકારો, ધ્યાનમાં લે અને મને સેવા આપ્યા કરો.
આ માંગણીમાં ભારે રહસ્ય છે. ‘જય વીયરાય’માં કહે છે કે ‘આપના શાસનમાં નિયાણાનું બાંધવું અટકાવ્યું છે, છતાં હું તે એક નિયાણું કરુ છું કે-આપના પદની સેવા મને ભવેાભવ મળજો. આવી સાદી માંગણી છે તે પૂરી કરવાની ભગવાનને વિનંતિ છે. આ પદની સાથે લાભાનંદજી જેએ આનંદઘનના નામથી પો અને સ્તવના લખતા હતા, તેઓએ પેાતાનું નામ પણુ આડકતરી રીતે જણાવી દીધું છે. એમણે કોઇ સ્થાને ‘લાભાનંદજી' એવું નામ આપ્યું નથી, પણ તેની સ કૃતિને છેડે ‘આનંદઘન’ નામ આપ્યું છે. આ સંબંધમાં ખૂબ વિચાર કરવા યોગ્ય છે, તે માટે જુએ ઉપેદ્ઘાતમાં આનંદઘનચરિત્ર. આ રીતે મા આદશ યાગ્ય છે અને હું તે પ્રભુને જ મારા આદર્શ સ્થાને રાખવા ઇચ્છું છું. એ મારા પ્રભુ કેવા છે અને એ કેવાં વચન ખેલે છે તે આગળ ઉપર આવતા સ્તવનમાં પણ જોશું. આ તે શાસ્ત્રનું નવનીત–માખણ છે, જોઇ-વિચારીને કાઢેલ છે અને સંઘરી સમજવા યોગ્ય છે. (૭)
ઉપસંહાર
તન
આ રીતે તદ્દન જુદી દીતે લખાયેલું વમળનાથ ભગવાનનું સ્તવન પૂર્ણ થયું. તે જુદી જ કૃતિ છે, અનેાખી કૃતિ છે. પદની અને આ સ્તવનની ભાષામાં ઘણો ફેર છે. પદની ભાષા હિંદીને લગતી છે. આ સ્તવનની ભાષા ગુજરાતીને લગતી છે. આટલા ભાષાને અંગે ફેર કેમ થયા હશે તે વિચારતાં એમ લાગે છે કે આ સ્તવના બનાવતી વખતે તેએશ્રીને-લાભાનંદજીના વિહાર ગુજરાતમાં થયેલે હોવા જોઇએ, છતાં તેમાં હિંદી ભાષાની અસર તે છે જ, તેથી તે સ્તવનને ભાષા દૃષ્ટિએ ગુજરાતી તે ન કહી શકાય. આપણે પ્રથમ ગાથામાં જોયું કે ધીંગ' શબ્દ આવે છે, ખેટ' શબ્દ આવે છે, તે ગુજરાતીને તે સમયના શુદ્ધ લેખક ડાય તે લખે નહિ, એટલે આ ભાષાનું લઢણ ગમે તેવું ગુજરાતી હોય, તેપણ તેમાં બુંદેલખંડના સંસ્કારના પાસા તે છે જ.
આખુ` સ્તવન પ્રભુના અનેક રીતે ગુણાને બતાવનારું છે તે નજરે વિચારતાં પ્રભુને આદશ સ્થાન રાખવાનો લેખકનો આગ્રહ ઉઘાડો જણાઈ આવે છે. પછી તે આત્મિક ગુણની વિચારણા અને તેની પૌદ્ગલિક ગુણા સાથે સરખામણીમાં પ્રભુની સાથે ઉપમા આપી શકાય તેવી કાર્ય વસ્તુ કે વ્યક્તિ નથી, એમ બતાવી પ્રભુ તરફના પેાતાના પ્રેમ બતાવતાં તેને કોઈ ઉપમા ન ઘટે, ત્યાં સુધી કહી નાખીને, પ્રભુને અનુપમેય સત્ય રીતે બતાવ્યા છે, એમાં જરા પણ અતિશચેક્તિ નથી. તમે દુનિયાના કોઇ પણ મોટામાં મેટો પદાથ જુએ કે કોઇ મોટા માણસને