________________
૧૨: શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૨૫૫ અર્થ–ફેરફાર થતા પરિણામવાળો ચેતન છે, તેથી આત્મા પરિણમી છે, અને કિયાનાં ફળ એને અવશ્ય થનાર છે. તેટલી સમજણ અને કરમનું ફળ એને જ ચેતન કહી શકાય. એ અભિપ્રાય તમે માન્ય કરે અને બીજાને મનાવજે અને ખુદ તમારા આત્માને પણ તે રીતે સ્પષ્ટ કરે. (૫)
ટ –પરિણામી ચેતના પરિણામને જ્ઞાનકર્મ તે ભાવી ફલ કહીએ, અને જ્ઞાનકર્મફળ તે ચેતન કહીએ. પ્રારંભ અને પ્રાપિફળનો અભેદ ભાવી રહ્યો તે ચેતન કહીએ, તે જ મનાવીને
પ્રાપ્તિ રૂપે. (૫)
વિવેચનપરિણામને પામી તન્મય થઈ જાય એવા ચેતનના-આત્માના પરિણામો છે. એ જેવું કામ કરે તે વખતે તે તે તદ્રશ્ય થઈ જાય; ચેતનને આ પરિણામીભાવ છે, એ આપણે જોઈ પણ ગયા. ચેતન જ્યારે કર્મમાં પ્રવર્તે ત્યારે વ્યવહારથી એ તેના જેવો જ થઈ જાય છે, કારણ કે એ પરિણામી સ્વભાવવાળે છે. એ તે સંસારમાં વતે ત્યારે તન્મય થઈ જાય પણ તે વ્યવહારથી છે. નિશ્ચયનયને મતે તે તે આનંદસ્વભાવ છે અને તેમાં જ આ વખત મસ્ત રહે છે. અને કર્મના ફળ એને ચક્કસ મળનાર છે એનું એને જાણપણું થાય છે. તે જાણે છે કે કરેલાં કર્મનાં ફળ અવશ્ય મળનાર છે. એ કુષ્ટી થાય, રૂપાળે થાય, શરીરે ખોડખાંપણવાળે થાય, તે તેનાં કર્મનાં ફળ છે. અને તે જાણે છે કે કર્મનાં ફળ અવશ્ય ભેગવવાનાં છે, એ ગમે તેટલે ઊંચનીચે થાય, પણ એને કરેલાં કર્મનાં ફળ તે જરૂર ભેગવવાં પડશે : એ એનું જ્ઞાન એ ચૈતન્યલક્ષણ છે. એને સમજાવી લે, કે ન સમજાવે, પણ એ અવશ્ય તેને થવાનું છે. અને કર્મની વાત તે એવી છે કે એમાં કાંઈ ગોટાળે ચાલે તેમ નથી; એનું જાણપણું એ ચેતનભાવ છે, એ અવશ્ય ચેતન-આત્માનું લક્ષણ છે અને તે એને પુગલ કે બીજા પદાર્થોથી જુદા પાડે છે. આ ચેતન અને અચેતન વચ્ચે તફાવત છે અને તે તફાવતને હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે કાંઈ બનાવ ચેતનને અંગે બને તે પૂર્વકાળમાં કરેલ કોઈ કર્મનું તે ફળ છે એમ તેને લાગવું જોઈએ. દરેક કિયા ફળ જરૂર આપે છે. પુદ્ગલને કે બીજા કોઈ પણ પદાર્થને આ વિજ્ઞાન મળતું જ નથી, તેથી તે અચેતન કહેવાય છે. પણ કર્મના ફળ જરૂર મળે છે એમ જાણે તે ચેતન છે. આ તફાવત બરાબર ધ્યાનમાં રાખવો અને ચેતનને અચેતનથી જુદો સમજો. (૫)
| શબ્દાર્થ——પરિણામી = તન્મયભાવ, તદ્રુપભાવ. ચેતન = આત્મા. પરિણામો = જ્ઞાન-દર્શનરૂપ પરિણમન, તમ્યતા. જ્ઞાન = જાણવું તે. કરમ = ક્રિયા, કમ, કરવું તે ફળ = કમનું ફળ, પરિણામ. ભાવી = હોવાનું છે, થવાનું છે. જ્ઞાન = જાણવું તે, ઉપર કહેલ અથ. કરમ = કમ, ક્રિયા. ફલ = ફળ, પરિણામ. ચેતન = આત્મા, કહીએ =સમજીએ, સમજવું. જો = તમે અવધારશે. તેહ = તેને (આત્માને). મનાવી = જાણી, સમજી (૫)