________________
૨૫૪]
શ્રી આનંદઘન–વીશી
થાય, વ્યાધિગ્રસ્ત થાય, અને રાજા મહારાજા થાય, ભૂખ લાગે તે પહેલાં રસોઈ તૈયાર થઈ જાય, અને તેને પડવો બેલ ઉપાડી લે તેટલા નેકરે હાજર જ હોય, અને ખમીખમાં થાય, તે સર્વ સુખ છે. આ દુઃખ અને સુખ થવાં તે કર્મના ફળ ઉપર આધાર રાખે છે : સારાં કર્મ હોય તે શુભ ફળ મળે છે અને ખરાબ કર્મ હોય તે અશુભ ફળ મળે છે. આવી રીતે દુઃખ અથવા સુખને કર્મનું ફળ જાણવું, કારણ કે નિશ્ચયનયે તે આત્મા કર્તા નથી, અને સુખદુઃખ થતાં આપણે જોઈએ છીએ. પણ એ સુખદુઃખ તે કર્મનું ફળ છે, એની સાથે આત્માને નિશ્ચયનયના દષ્ટિબિંદુથી જોતાં કાંઈ લાગતુંવળગતું નથી; એ તે માત્ર કર્મનું જ ફળ છે અને એ કર્મ એણે આ ભવમાં કે પૂર્વના કોઈ પણ ભવમાં કરેલાં હોય, તેનું એ પરિણામ છે. એના કરનાર વ્યવહારથી આત્મા છે. પણ નિશ્ચયનયે તે એને કર્મ સાથે સંબંધ નથી; ઊલટો નિશ્ચયનયના દષ્ટિબિંદુથી એ જ્ઞાન-દર્શન ચારિત્રમય છે, અનંત આનંદમય છે અને એ આનંદમાં તે લહેર કરનાર છે. ચેતનની આ નિશ્ચયનયની અનંત આનંદમય દશા બરાબર ધ્યાનમાં રાખવી. પણ વ્યવહારદષ્ટિબિન્દુથી, એની સાથે, લક્ષ્યમાં રાખવું કે ચેતનતા છે તે પરિણામને કદી ચૂકતી નથી. એ તે જેવાં કર્મ બાંધ્યાં હોય તદ્રુપ થઈ જાય છે, અને તેમાં જરા પણ ગફલત થતી નથી. આ વિચિત્ર પરિણમનદશા વખતે પણ ચેતન તે ચેતન જ રહે છે, એ ફરતો નથી.
- સ્તવન કર્તા કહે છે કે આ હકીકત હું મારી પિતાની કહેતો નથી, પણ ભગવાન તીર્થ કર શ્રી જિનેશ્વરદેવ કહી ગયા છે અને તેઓએ પિતાના અનંત જ્ઞાનમાં એ જોયેલી છે, તે અનુસાર હું કહું છું, ચેતન તે નિશ્ચયનયે ત્રણે કાળમાં ચેતન જ રહે છે અને આ સુખદુઃખ તેને થાય છે તે માત્ર કર્મનાં પરિણમે છે. આત્માના આઠ રુચકપ્રદેશ તે સર્વ કાળે નિર્મળ જ રહે છે, તેને કર્મોની અસર જરા પણ થતી નથી. તે નિશ્ચયનયની અપેક્ષાએ આત્મા કર્મને કર્તા નથી, પણ તેને જે દુઃખ અથવા સુખ અનુભવવાં પડે છે, કર્મનું ફળ છે. આ વાત ભગવાન જણાવે છે અને તેને તે આકારમાં સમજવાની આપણી ફરજ છે, છતાં તેનું શું થાય છે તે હવે પછીની પાંચમી ગાથામાં કહેવામાં આવશે. તમે આ નિશ્ચય અને વ્યવહારનાં દષ્ટિબિન્દુએથી જરા પણ મૂંઝવણમાં ન પડતા; એને બરાબર સમન્વય કરો તેમાં જ જૈન ધર્મની મહત્તા છે. (૪)
પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમફળ ભાવી રે; જ્ઞાન કરમફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે. વાસુપૂજ્ય પ
પાઠાંતર–પરિણામી’ સ્થાને એક પ્રતમાં પરિણામ કર્યું છે, પરિણામી’ પણ વાંચી શકાય. પ્રથમ પાદમાં “પરિણામે ચેતન પરિણામો ” પાઠ છે એક પ્રતમાં, પણ તે પાઠ અવ્યવસ્થિત લાગે છે અને તે આ ગાથાને થી ગાથા કહે છે. આ પ્રતમાં ચોથા પાદમાં “લેચો' પાઠ છે. અહીએ' સ્થાને કહીઈ' પાઠ છે. તે પ્રાચીન ગુજરાતી છે. “લેજો' સ્થાને ચેથા પ્રતમાં “લે ” એક પાદમાં પાઠ છે, તે જૂની ગુજરાતીને આભારી છે; બીજી પ્રતમાં પણ લેય” પાઠ છે; જૂની ગુજરાતીમાં “જ” અને “ય ને અભેદ છે. (૫)