________________
શ્રી આન‘ઘન-ચાવીશી
આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તા દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકારો, ‘આનંદધન’મત સંગી રે. વાસુપૂજ્ય૦ ૬ અ—આત્માનું જે જ્ઞાન ધારણ કરે તે સાચા સાધુ સમજવા, અને બીજા સવ વેશ પહેરનારા તે માત્ર દ્રવ્યલિગી છે. જે વસ્તુ જેવી હાય તેવી જાહેર કરે, જણાવે, સમજાવે, તેએ જ સર્વ કાળના આનંદની સેાખત કરે છે અને તે આનંદના સમૂહના સ્થાન સાથે સંગ કરે છે એમ જાણવું. (૬)
૨૫૬ ]
ટા—તે માટે આત્મજ્ઞાની તે શ્રમણ કહીએ. નાળ ચ મુળી ઢોર, સમયા સમળો દોર સમતાએ આત્મજ્ઞાની તે શ્રમણુ; બીજા તે સર્વ દ્રવ્યલિંગી કહીએ. વસ્તુગતે જે વસ્તુધર્માંને પ્રકાશે, તેહી જ આનંદઘનમતસંગી–પરમાત્મ સ્વરૂપ પ્રસંગી તેને જ જાણવા. એટલે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામીનુ' એ સ્તવન થયું. (૬)
વિવેચન—આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણનાર તે શ્રમણ-ખરા સાધુ મુનિ, યતિજાણવા. આત્મા પોતે આનંદમય છે, તેનામાં નિશ્ચયથી અનંત જ્ઞાન, દર્શીન અને ચારિત્ર છે, વ્યવહારથી એ કર્માંના કર્તા અને ભેાક્તા છે: આવું જે સાચેસાચું જાણે તે ખરા સાધુ; બાકી ખીજા સ તે વેશધારી છે, દ્રવ્યલિંગી છે, બાહ્ય દેખાવમાં જ સાધુ છે. વેશને અને સાધુતાને (ખરેખરા અર્થાંમાં) તે બન્નેને સબધ નથી. દેખાવમાં સાધુ હોય, રાત્રે ફેંટો બાંધી ફરવા નીકળી પડતા હોય, તેનામાં વિષય-કષાયની મંદતા ન હોય, તે નામમાત્ર સાધુ છે. જ્યાં સુધી તેણે આત્માને પૂરેપૂરા જાણ્યા નથી અને આત્મા તથા અનાત્મા સંબંધી તફાવત જાણ્યા નથી, ત્યાં સુધી તે માથું મુંડાવે કે તપ-જપ કરવાના દેખાવા કરે, જગલમાં રહે કે અનેક જાતના હાયેગા કરે તે માત્ર બાહ્ય દેખાવ અને તેથી તે ખાદ્ય લિંગે સાધુ કહેવાય, પણ ખરેખરો સાધુ નથી. આત્મજ્ઞાનમાં મસ્ત હાય અને જડ-ચેતનના ભેદ જાણતા હાય તે જ ખરેખરા સાધુ છે. એની નજરે રાજા અને રકમાં ભેદ ન હોય; એ ગરીબ-તવંગરમાં તફાવત ન પાડે; એ સર્વ જીવાને સરખુ સન્માન આપે; ત્યારે એ સમજે કે એને આત્મા અનંત ગુણથી ભરેલા છે
પાઠાંતર— જ્ઞાની ’તે બદલે એક પ્રતમાં ‘જ્ઞાનિ' પાડે છે, તે સમજણુફેરનું પરિણામ જણાય છે; બીજી પ્રતમાં ક્યાનિ' પાડે છે, તે જૂની ગુજરાતી છે. ‘ કહાવે સ્થાને ‘કહાવે ’ પાડે એક પ્રતમાં છે, તે જૂની ગુજરાતી છે. ‘ પ્રકાશે ’તે બદલે એક પ્રતમાં ‘ પ્રકાસે' એવા પાઠ છે; બીજી પ્રતમાં પ્રકાશે ' પાડે છે, તે જૂની ગુજરાતી છે. ‘ મત' સ્થાને એક પ્રતમાં ‘મતિ' એવા પાઠ છે. (૬)
=
શબ્દા આતમનાની = આત્માને જાણનાર, સમજનાર; જે એને બેધ થયા છે તે. શ્રમસાધુ, ત્યાગી, યત્તિ. હાવે = વદી શકાય, કહી શકાય. ખીન્ન = અન્ય, બાકીના સર્વે'. દ્રવ્યલિંગી = માત્ર સાધુને પરિધાન ધારણ કરનાર, ડ્રેસ પહેરનાર. વસ્તુગતે = જે વસ્તુને જેવી હાય તેવી કહે. જે = જે કોઈ પણ. વસ્તુ = ચીજ. પ્રકાશે = બેલે, કહે, જણાવે. આન ધન = મેાક્ષ. મત = અભિપ્રાય, ખેાધ. સંગી = સાથ આપનાર, સામતી, સાથે જનાર. (૬)
.