________________
૨૫૦ ]
શ્રી આન‘ઘન-ચાવીશી સમજવાના છે. આત્માને જુદી જુદી અવસ્થાને અંગે નિરાકાર અને સાકાર એમ કહેવા એમાં જરા પણ વિરોધ નથી, કારણ કે એ અવસ્થાભેદે છે, એમ ધ્યાનમાં રાખવું. આત્મા વ્યવહારનયે કર્માં ના કર્તા છે અને કમ–ફળને ઇચ્છનારે છે. જ્યાં સુધી આ સંસારમાં હોય ત્યાં સુધી તે કમ કરે છે, અને સારાં કર્મો કરે તે સારાં ફળ મળે અને ખરાબ કર્મો કરે તો ખરાબ ફળ મળે. પછી નિ:કર્મા થઈ તે સિદ્ધ થાય, ત્યારે તેને કોઈ કમ કરવાનું નથી અને ફળ ભાગવવાનાં નથી. આવે। આત્મા છે, આવે! ચેતન છે.
કમ તે પોતાનાં સારાં-માઠાં ફળ આપે જ છે. તે ટાળી શકાય તેમ નથી; તેમ ઇચ્છવું તે ક ફળકામીનું સમજવા જેવું સ્વરૂપ છે. એઠું ખેલનાર અથવા આંખે કાણા થાય, લૂલા થાય, તે સર્વ કર્માંનાં ફળ છે, અનિવાય ફળ છે, અને મેાક્ષમાં ગયા પછી તે કમ કરવાનાં રહેતાં નથી, પ્રાણી તદ્ન નિઃકી થઈ જાય છે, નિજ ગુણામાં પ્રવૃત્ત થાય છે તેથી તે જ્ઞાનદન-ચારિત્ર ગુણમાં રહે છે, તેથી તેને કમ કરવાપણું રહેતું નથી. આવી રીતે આત્માની સ્થિતિ સમજીને નિઃકર્મી થવાના આદશ કાયમ કરવા અને તે માટે વિષયકષાયની માંદ્યતા કરવી અને પરિણતિની નિર્મળતા કરવી; કારણ કે કાંઇ કર્યા વગર બેઠા બેઠા મેક્ષ જેવી ચીજ મળે તેમ નથી. એ સહેલી વાત નથી, પણ એ મેળવ્યા વગર ખીજો માગ નથી અને વગર કામ કયે તે સ્થિતિ મળવાની નથી, માટે એ વાતને અનુકૂળ કામ કરવું અને એ સ્થિતિ મેળવવાની ભાવના રાખવી. અતિ ઉપયોગી બેધ આપનારા આ સ્તવનને આપણે વધારે સમજવા યત્ન કરીએ. (૧)
નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક
સાકારો રે;
દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારો રે. વાસુપૂજ્ય ૨ અર્થ આત્માના નિરાકારપણાના તેઓ ગ્રાહક છે અને ભેદ ગ્રાહક હેાવાથી તેમનામાં સાકારપણું રહેલ જ છે. દન અને જ્ઞાન તેઓમાં અભેદભાવે વર્તે છે તેથી તેએની ચેતના કહેવાય છે, અને તે ચેતના વસ્તુને જાણવાના ધંધા-વ્યાપાર કરે છે. (૨)
ટા—નિકારાર ને અભેદગ્રાહક સામાન્ય ઉપયોગ રૂપ, સાકાર તે ભેદગ્રાહક વિશેષ
પાઠાંતર—— અભેદ’ સ્થાને એક પ્રતમાં ‘દુભેદ ' પાઠ છે; અથ ફરતા નથી. ‘વ્યાપારા ' સ્થાને · વિચાર! ’ પાર્ક એક પ્રતમાં છે. ‘ નિરાકાર ’ સ્થાને એક પ્રતમાં ‘ નિર કાર ’પાઠ છે, એ અશુદ્ધ લાગે છે. ‘ દર્શન’ સ્થાને ‘ દર્શન' એવા પાઠ એક પ્રતમાં છે; એને અથ સમજાતા નથી. ‘ દુભેદ ’ સ્થાને એક છાપેલ પુસ્તકમાં ‘ અભેદ ’ પાડે છે, તે ઠીક નથી લાગતા. ‘ ચેતના' માથે-એક પ્રત ‘ચેતના ' લખીને ૦ મૂકે છે. · ગ્રહણ ’ સ્થાને એક પ્રતમાં ‘ વ્રણ ’ પાઠ છે. જે અશુદ્ધ જણાય છે. (ર)
C
-
=
શબ્દા —નિરાકાર = એમની ચેતના, જે આકાર વગરની છે તે. અભેદ = વિભાગ–ભેદને અભાવ. સંગ્રાહક = સંગ્રહનયે, સંગ્રહનયના દૃષ્ટિબિંદુએ. ભેદ = વિભાગ. ગ્રાહક = ગ્રહણ કરનાર આકારો રે= આકૃતિ કાઈ પણ હાય તે સાકાર કહેવાય. દર્શીન = દેખવું તે. જ્ઞાન = જાણવું તે, સમજવું તે.દુભેદ = બે ભેદે, એ પ્રકારે. ચેતના બે ભેદે છે. વસ્તુગ્રહણ = વસ્તુને-ચીજને લેવાની એ રીત છે. વ્યાપાર = વેપાર, તેને હસ્તગત કરવાની રીત. (૨)