________________
૧૨ : શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[૫૧ જ્ઞાનપયોગ. કેવળજ્ઞાન કેવળદર્શન. એ બે ભેદે ચેતના, તેણે કરી સકળ પદાર્થના ગ્રહણ વ્યાપારવંત છે. (૨)
વિવેચન–અત્યારે સુખ અથવા દુઃખને અનુભવ થાય છે. કોઈ વખત ઘરનો બધો પરિવાર અનુકૂળ હોય છે, પિતાને શરીરે સારું હોય છે, તે સુખને સારે અનુભવ સમજે. અને કોઈ વખત કેઈ સગાં નેહીઓ હોય તે શત્રુની ગરજ સારે છે, ઘરમાં પાંચ દિવસ ચાલે તેટલું અનાજ પણ હોતું નથી અને શરીર અસ્વસ્થ રહે છે. આ દુઃખને કડવે અનુભવ સમજ. આ બન્ને જણાવેલાં સુખ અને દુઃખ તે કર્મનું ફળ. આપણે આગલા ભવમાં જેવાં કર્મો કરીને આવ્યા હોઈએ અથવા આ ભવમાં કરીએ તેને પરિપાક તે કાળે થાય છે અને તેનાં ફળ આપણે ભોગવવા પડે છે, તેથી સુખ કે દુઃખને અનુભવ થાય તે કર્મનાં ફળ છે એમ સમજવું. વ્યવહારમાં તેને કર્મનાં ફળ સમજવાં. બાકી નિશ્ચયનયને મતે તે આત્મા એક આનંદમય છે. તે કર્મને કર્તા નથી, અને તેને ભોગવવાનું પણ કાંઈ નથી. આત્મા પિતાના અનંત આત્મિક ગુણમાં આનંદ કરે તે નિશ્ચય દષ્ટિબિન્દુ છે.
ભગવાન જિનચંદ્રદેવ કહી ગયા છે કે ચેતનપણું પરિણામ કદી ન ભૂલે, એ તે આંખ મીંચીને પિતાનું ફળ જરૂર આપે છે. પછી કઈ રાજા થાય, કે રખડુ થાય કે પાંચમાં પુછાય તેવો થાય, પણ તે સર્વ ચેતનતા છે, તન્મય-પરિણામના ભાવ છે. એ અનિવાર્ય પરિણામી ભાવ પ્રાણીને તન્મય બનાવે છે અને જાણે તે તદ્રુપ હોય, તેવી રીતે તે વર્તે છે. તેથી આપણે કેઈને સુખી કે દુઃખી જોઈએ, કેઈને પૈસાદાર, કેઈને ગરીબ, કેઈને ધનધાન્યથી સમૃદ્ધ જોઈએ, તે સર્વ વ્યવહારથી કમેનાં ફળે છે, એમ ખુદ તીર્થંકર મહારાજ કહે છે અને તેને આપણે વ્યવહારથી અનુસરવાનું છે. બાકી, નિશ્ચયનયે તે આત્મા અનંત જ્ઞાન-દર્શન-ચારિત્રમાં રમણ કરનાર હોઈ આનંદ સ્વરૂપ છે, આનંદમય છે, પણ વ્યવહારથી કમેનાં ફળની અપેક્ષા રાખનારે છે અને તેને ઈચ્છક છે. આ વ્યવહાર અને નિશ્ચય બને પરસ્પર સામે જતાં તમાં જરા પણ વિરોધ નથી, એમ તીર્થંકરદેવ કહી ગયા છે અને તેને તે આકારે સમજવામાં આપણી ધન્યતા છે. આ વ્યવહાર-નિશ્ચયને સમન્વય સાધવે એમાં પ્રાણીની વિશિષ્ટતા છે. ઉપર જે જ્ઞાન-દર્શન-ચારિત્રની વાત કરી તેમાં દર્શન એ સામાન્ય ઉપયોગ જાણ. સામાન્ય એટલે અમુક જાતિ, દાખલા તરીકે માણસ, જનાવર વગેરે. એમાં અમુક ચોક્કસ માણસ એવો બેધ થાય તે જ્ઞાને પણ સમજ. પ્રથમ જાતિને બંધ થાય તે દર્શન, પછી વિશેષ બોધ થાય તે જ્ઞાન. આ બે તફાવત બરાબર ધ્યાનમાં રાખવા. નિરાકારમાં તે તદ્દન અભેદ હોય છે, ત્યારે સાકાર બંધ ભેદને ગ્રહણ કરે છે. આવી રીતે ચેતનાના બે ભેદ છે : સામાન્ય બોધ તે દર્શન અને વિશેષ બોધ તે જ્ઞાન. વઘુગ્રહણ કરતી વખતે આ બંને પ્રકારના બોધ થાય છે. વસ્તુવ્યાપારમાં પ્રથમ સમયે સામાન્યને બોધ થાય છે અને પછી વિશેષ બોધ એટલે બીજે સમયે જ્ઞાન થાય છે. આ તફાવત ખાસ લક્ષ્યમાં રાખે. વસ્તુગ્રડણવ્યાપાર આ રીતને થાય છે, અને તે લક્ષ્યમાં રાખવા યોગ્ય છે. (૨)