________________
૧૨ : શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન
[ ૨૪૯
અવાસુપૂજ્ય નામના બારમા તીર્થંકર સુરાસુરથી પૂજિત, ત્રણ ભુવન એટલે સ્વ, મનુષ્યલોક અને પાતાળના સ્વામી અને અનેક નામવાળા-નામધારી અને પિરણામ પામવાવાળા છે. એ પ્રભુ નિરાકાર છે, અને આકાર સહિત પણ છે. તેમ જ ચેતના(બે પ્રકારની)વંત છે. તે આત્માના મૂળ ગુણ યુક્ત છે, કરમ કરનારા છે, અને એ સારા-ખરાબ કર્મ થાય, તેના ફળના વાંછક છે. (૧)
ટમે —આ સ્તવન ઉપર જ્ઞાનવિમળસૂરિના એ વમાન ગુજરાતી ભાષા પ્રમાણે નીચે મુજબ છે : હુવે બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય-સકળ દેવાધિદેવનું સ્તવન કહેશું. આ વાસુપૂજ્ય પ્રભુ ત્રણ ભુવનના સ્વામીનાથ છે, ઘન બહુ નામ છે, અરિહંત ભગવંતાદિક તે પરિણામી છે—તે સ્વભાવે છે. નિરાકાર-સાકાર ચેતના તે સામાન્ય-વિશેષ ઉપયેાગવત છે, કમ અને ક ફલના કામી એટલે ધધર્મી ઉભયના પ્રાપક (મેળવી લેનાર) છે. (૩)
વિવેચન—વાસુપૂજ્ય નામના બારમા ભગવાન, જે સ્વ, મ` અને પાતાળ એમ ત્રણે લેાકના સ્વામી છે, જે દેવેન્દ્રથી પૂજ્ય છે, જે ચક્રવર્તીથી પૂજ્ય છે અને જે અસુરેન્દ્રથી પૂજ્ય છે અને નારકીના જીવાના પણ સ્વામી છે, જેઆ અનેક નામે જાણીતા છે—‘ઘન' એટલે સમૂહ એમાંથી જ ‘ઘણા' શબ્દ નીકળ્યે—આપણે એ પ્રભુનાં અનેક નામેા સાતમા સ્તવનમાં વિચારી ગયા, જેએ પાતે સારામાં સારા નામધારી છે, અતિ વિખ્યાત છે અને જે પિરણામ પામેલા છે, તીથ 'કર પદને વરેલા છે અથવા જેએ! દુશ્મના-રાગદ્વેષાદિક કષાય–ને નમાવનાર છે. આના સબંધક તે હવે આવશે. એ આત્માને સમજાવનાર હોવાથી આખું સ્તવન ખૂબ સમજીને પચાવવા યાગ્ય છે, કારણ કે આખા સ્તવનમાં આત્મવિચારણા જુદાં જુદાં અનેક દૃષ્ટિબિ’દુએથી કરેલી છે. આ બધા ભાવાને જાણી-સમજી-વિચારી પ્રભુ આત્માના મૂળ ગુણમાં રમી રહેલ છે તેથી યગ્ય રીતે તે આપણા આદશ સ્થાનને યોગ્ય છે. આ આત્મા મૂળ ગુણે નિરાકાર છે, એને કોઈ આકાર નથી, અને વ્યવહારથી પુદ્ગળ સંગે તેનામાં અમુક આકાર હોય છે. એ રીતે આત્મા એ પ્રકારના ગણાય : મૂળ ગુણે નિશ્ચયનયે—એ નિરાકાર છે, અને સ'સારમાં હાય ત્યાં સુધી, વ્યવહારનયે, એ આકાર-આકૃતિને ધારણ કરનાર-શરીરવ્યાપી—હાય છે. પ્રભુ જ્યારે દેશના આપે ત્યારે તે સાકાર છે અને જ્યારે મેક્ષમાં જાય ત્યારે નિરાકાર છે. આ દૃષ્ટિબિંદુએ આત્માના બે પ્રકાર થયા; તે બન્ને પ્રભુમાં સાબિત થયા. પ્રત્યેક આત્માને એ પ્રકારે
શબ્દા—વાસુપૂજ્ય = વાસુપૂજ્ય નામના બારમા તીથંકર, જિનપતિ. જિન = કેવળજ્ઞાન પ્રાપ્ત તી``કર ભગવાન. ત્રિભુવન = સ્વ`, મ` અને પાતાળ–ત્રણ લોક. સ્વામી = શેઠ, માલેક. ધનનામી = અનેક નામવાળા, અનેક નામ ધારણ કરનાર, એમાં ધન એટલે સમૂહ. પરનામી = બહુ ઊંચા પ્રકારનું જેનું નામ છે તે, પરતે નમાવનાર. નિરાકાર = જેને દેખી શકાય એવી આકૃતિ વગરના, સિદ્ધદશામાં વતા. સાકાર = દુનિયામાં હતા તે વખતે આકૃતિયુક્ત, સાકારી, આકારવાળા, સચેતન = ચેતનામય. ચેતના ( તેમની ) બે પ્રકારની હતી. કરમ = કમ`, કામ, ક્રિયા. કરમફળ = કર્મફળ, કર્મીનુ પરિણામ. (૧)
૩૨.