________________
શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન સંબંધ-હવે આપણે બારમા ભગવાન શ્રી વાસુપૂજ્યના સ્તવન પર વિચાર કરીએ છીએ. એ સ્તવનમાં આત્મવિચારગુ કરેલ હોવાથી બધાં સ્તવમાં જુદા જ પ્રકારની ભાત પાડે તેવું એ સ્તવન છે. આત્મવિચારણાને અંગે વિચારવાનું કે આત્મા કેણ છે, હું કોણ છું, એ વિચાર તે દરેકને આવે જ, પણ એના નિશ્ચયમાં એ એ પાછો પડી જાય કે એ પિતાની જાતને જ ઓળખતે નથી, એમ કહી શકાય. તમારું જે નામ હોય એ પણ તમે નથી. ત્યારે તમે કોણ? તમે શું આ પંચ ભૂતનાં પૂતળાં? એ સર્વ કાંઈ નથી; એ સર્વ તે તમે જાઓ ત્યારે અહીં પડી રહેનાર છે. એવી પરિસ્થિતિ હોવાથી તમારામાં એક સ્થાયી તત્વ છે, જે તમારાં સર્વ કૃત્યનાં સારા-નરસાં ફળ આપે છે અને અંતે તે એક જ તમારી સાથે રહે છે. જેને તમે તમારા પિતાનાં માને છે, તે પણ વધારેમાં વધારે તે મરણ સુધી જ સાથે રહેનાર છે. તમારે ઈષ્ટ મિત્ર પણ અહીં જ રહી જનાર છે. આ સર્વ વિચારણા કરી પિતાની સાથે કોણ આવનાર છે તેને પાકે વિચાર કરે તે આત્મવિચારણા છે. આત્મા એક જ તમારી સાથે આવનાર છે. કર્મને કરનાર આત્મા, તેને ભેગવનાર પણ આત્મા અને એ આત્મા, તે જ તમે પિતે છે. તમને ગતિમાં મૂકનાર, તમને સ્થિતિમાં રાખનાર આત્મા છે. એટલા માટે આપણી જાતને (પ્રથમ પુરૂષ એકવચનને) અનેક દૃષ્ટિબિંદુથી ઓળખવાની જરૂર છે. ઘણી નવાઈની વાત છે, કે તમે પિતે કોણ છે, તે જાણતા જ નથી, અથવા તમારે ખ્યાલ ઉપરચેટિયે છે. તમારી જાતને ઓળખો અને અત્યારે જે વિસંવાદમાં તમે પડી ગયા છે, તેમાંથી ઊગરી જાઓ. આખા સ્તવનમાં તમારી જાતને ઘણી ઘણી રીતે ઓળખાવી છે, એ સમજી આવા વિચાર જે કરી ગયા છે તેને પગલે ચાલે, એટલા માટે આ બારમું વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન છે. આ સ્તવનની વિચારણા તમને ઘણી મદદગાર થઈ પડશે.
સ્તવન (રાગ : ગોડી તથા પરજીઓ; તુંગી ગિરિશિખર સોહે-એ દેશી.), વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી ઘનનામી પરનાની રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફળ કામી રે. વાસુપૂજ્ય. ૧
પાઠાંતર–પનામી” એ સ્થાને “પરિણમી ” પાઠ પ્રતમાં છે, પણ એ આગળ જતાં પુનરાવર્ત થાય છે, તેથી પનામી પાઠ પસંદ કર્યો છે. “સચેતન” સ્થાને પ્રતમાં “ચેતના” પાઠ છે; અર્થ ફરતો નથી, પણ વિચારણીય છે. “ નિરાકાર' સ્થાને પ્રતમાં “નરંકાર” પાઠ છે, પણ અસલ પાઠ સારો અથ આપે છે. કરમ કરમ' સ્થાને એક પ્રતિકાર કરમ કરે ” પાઠ આપે છે; અથ ફરતો નથી; જુઓ વિવેચન (૧).