________________
ર૩૦]
શ્રી આનંદઘન-વીશી –એકીસાથે રહી શકે છે એ સંભવિતતાને બરાબર ખ્યાલ કરી પ્રભુને આદર્શ સ્થાને આપણે મુકરર કરીએ, એ સવાલને જવાબ આપવામાં હેતુ છે.
“ઉદાસીનતા વીક્ષણ રે' એટલે ઉદાસીનતાને જેવી. ત્રણે ચીને એક સ્થાને હોઈ શકે તેમ જવું કે સમજવું. એ કેમ હોઈ શકે તે આપણે સમજવા પ્રયત્ન કરીએ. (૨)
પરદુ:ખ છેદન ઇચ્છા કરુણા, તીક્ષણ પરદુ:ખ રીઝે રે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝે રે. શીતળ૦ ૩
અર્થ–પારકાંનાં દુઃખને દૂર કરવાની જે મરજી, હસ, ઇચ્છા તે; એમાં કરુણા છે. અને બીજો પ્રકાર જે તીણતા નામને છે તે બીજાને દુઃખમાં દાખલ થતાં જોઈને રાજી થાય છે. એ કરુણા અને તીણતા બનેથી તદ્દન ઔર જ પ્રકારની ઉદાસીનતા. એ ત્રણે એક સ્થાને કેવી રીતે રહી શકે ? એક જ માણસમાં એ એકીસાથે કેમ સંભવે ? (૩)
ટબે-વળી ભંગ્યુંતરે ત્રિભંગી દેખાડે છે. પરનાં દુઃખ છેદવાની ઇચ્છા તેને કરુણા કહીએ. તીષણ તે પરદુઃખ દેખીને રીઝવું. ઉદાસીનતા તે બેહથી વિલક્ષણ ભાવે, જે માટે કરુણા છે, પણ ઇચ્છા નથી, તે ક્ષણે કર્મવિપાક દેખવું છે પણ રીઝ નથી, તે એક ઠામે ભેળી કેમ રહે? તે માટે બન્નેને વિલક્ષણ ધર્મ અને એને એકઠી એમ કરતાં વિરોધ થાય. હવે એક ઠામે તમારે વિષે બનેને દેખીએ છીએ. (૩) - વિવેચન-આપણે ઉપર જોઈ ગયા કે પરને દુઃખી થતાં જોઈ તેઓનાં દુખે કેમ દૂર થાય એવી ઈચ્છા રાખવી તે કરુણું છે. આ કરુણા ભાવના આપણે “અધ્યાત્મકલ્પદ્રુમ” ગ્રંથમાં જોઈ ગયા છીએ કે પારકાનાં દુઃખને જોઈને તેને દૂર કરવાની અને અન્યને કોઈ પણ પ્રકારનાં દરખો ન હોય તેમ જોવાની ઈચ્છા થાય છે. એ તે પારકાને દુઃખી થતાં દેખીને એ દુઃખમાંથી એને હમેશને માટે કેમ છોડાવવાં તેની ઇચ્છા જ રાખ્યા કરે. આવી પારકાને-કોઈ પણ પ્રાણીને દુઃખમાંથી છોડાવવાની ઈચ્છા તે ખરેખરી કરુણા છે. કરુણાનું લક્ષણ જ એ છે અને તે ભગવાનમાં હોય છે. હવે આવી કરુણ સાથે ભગવંતમાં પારકું દુઃખ જોઈને રીઝવું, આનંદ પામો, રાજી થવાપણું હોય છે. પુદ્ગલેને દુઃખ પામતાં જોઈ ભગવાન રાજી થાય છે. પુગલના સંયોગથી પુદ્ગલને દુઃખ થતું જોઈ અથવા પુદ્ગલ ભગવાનને છોડી જાય ત્યારે તેને
પાઠાંતર–દુ:ખ સ્થાને એક પ્રતમાં દુખ” પાઠ લખ્યો છે. ‘એક ઠામે સ્થાને એક પ્રતમાં એક હામિ’ પાઠ છે. “કેમ” સ્થાને એક પ્રતમાં ‘કીમ’ પાઠ આપે છે. (૩) | શબ્દાર્થ–પર = પારકાનાં, બીજાં, અનેરાં. દુઃખ = પીડા, ઉપાધિ, હેરાનગતિ. (તેને) છેદન = ઓછાં કરવાં, કાપી નાખવાં, દૂર કરવાં. ઈચ્છા = મરજી, હાંસ, મનથી કરવાની વાત-(તે જ) કરુણા = દયા. તીક્ષ્ણ = તીક્ષ્ણતા, અણીદાર પણું. પરદુઃખ = અન્ય પ્રાણીની પીડા, અન્યની ઉપાધિથી. રીઝે ર = રાજી થાય, મજામાં આવી જાય, ઉદાસીનતા = બેદરકારી ઉભય = બનેથી, ઉપર કહેલા બન્નેથી. વિલક્ષણ = પૃથક પ્રકારની, જુદી જાતની. એક ઠામે = એક સ્થાનકે, એક જગાએ. કેમ = કેવી રીતે, શી રીતે સીઝે = હોઈ શકે, સંભવી શકે, રહી શકે. (૩).