________________
૧૦ : શ્રી શીતળનાથ જિન સ્તવન
[૨૯ કરુણા એટણે મૈત્રી, પ્રમાદ, કારુણ્ય અને માધ્ય ભાવના પૈકી પારકાનાં દુઃખને છેદ કરો એ કરણાભાવના છે, પારકાને દુઃખી થતાં જઈને એની પર દયા રાખવી તે કરણાભાવના અને શરૂઆતના પંદરમાં કલેકમાં કહે છે : જે તદ્દન ગરીબ બિચારા હોય, વ્યાધિ કે બીજાથી પીડાતા હોય, જે ભયગ્રસ્ત હોય, તેનાં દુઃખ દૂર કરવાની બુદ્ધિ રાખવી તે કરુણાભાવના છે. હવે આપણે કોઈ પણ તીર્થકરનું ચરિત્ર જોઈએ, તેમાં દુનિયાદારીના સંસારી પ્રાણીઓને પેટ માટે પ્રયાસ કરતાં અને સાચું-જૂઠું બેલતા તથા પારકાની નિંદામાં પડેલા જોઈએ. અને તેના તરફ એ દુઃખમાંથી એમને બચાવી લેવાની બુદ્ધિ પ્રભુમાં ઝળહળતી જોવામાં આવે છે. તેઓ તે બની શકે તેટલા માણસને બચાવી લેવાની ભાવનાથી રંગાયેલા હોય છે. સવી જીવ કરૂં શાસન રસી એસી ભાવદયા મન ઉલ્લસી” એવી રીતે સર્વ ને શાસનના રસિયા કરવાની અને આ દુનિયાની અનેક આધિ-વ્યાધિ-ઉપાધિમાંથી બચાવી લેવાની તેમની ભાવના જણાઈ આવશે. આવી અનેક જીવને દુઃખ-દર્દમાંથી બચાવી લેવાની ભાવના-ઇચ્છા તે કરણ છે. અને તે પ્રભુમાં ભરપૂર હોય છે, અથવા પ્રભુ આ ભાવનાને પરિણામે જ પ્રભુ થાય છે તેથી આ ત્રિભંગી પૈકી પ્રથમ કરુણા પ્રભુમાં સંભવે છે. આ ભાવના એટલી બધી જાણીતી છે કે તે પર વધારે વિવેચન કરવાની જરૂર ન જ પડે.
હવે એ ત્રિભંગી પૈકી બીજા “તીક્ષ્ણતા ભાંગાને જોઈએ. જ્યારે ભગવાન કર્મને ક્ષય કરવા માંડે છે ત્યારે તે ઘણું ક્રૂર અને એટલા બધા અણીદાર હોય છે કે અનેક રીતે તેઓ કર્મના ચૂરેચૂરા વગર દયા કરી નાખે છે. એમને કર્મો ઉપર દયા નથી આવતી કે એ બિચારા કયાં જશે કે એનું શું થશે? જે વખતે આ કરુણાભાવ હોય તે જ વખતે કર્મના સમૂહને કાપી નાખવાની તેઓની અણીદારપણાની સ્થિતિ જોવામાં આવે છે. આ રીતે પ્રભુમાં કરણા અને તીક્ષ્ણતા એકીવખતે જોઈ આપણને નવાઈ લાગે છે. એમાં દેખીતે વિરોધ વિચાર કરવાથી ટળે છે, કારણ કે કરુણા કરવા યોગ્ય પ્રાણી અને કર્મ તદ્દન જુદાં છે, તે રીતે વિરોધ દૂર થાય છે. એ ત્રિભંગીમાં ત્રીજી ઉદાસીનતા આવે છે. એટલે અમુક વસ્તુનું હાન કરવું એટલે તજી દેવી અને અમુક વસ્તુનું આદાન કરવું એટલે અમુકને પકડી લેવી, એવી ઈચ્છાને પ્રભુને ત્યાગ હોય છે. આ વસ્તુ વહાલી છે અને પેલી વસ્તુ રાખવા યોગ્ય છે એવી વૃત્તિ પ્રભુને હોતી નથી, અને તે સર્વ વસ્તુ સરખી છે, કારણ કે તેઓ આત્મજ્ઞાનને પામ્યા છે. એ હાનાદાન રહિત પરિણામ જેના થયા છે એનું નામ ઉદાસીનતા છે. પિતાને ઈષ્ટ વસ્તુ લેવી અને અનિષ્ટ વસ્તુને ત્યાગ કરે–એવી મારાતારાપણાની બુદ્ધિ ભગવાનને હોતી નથી. એને તે સર્વ વસ્તુ સરખી છે. એમને તજવાનું અને લેવાનું હોતું નથી; એનું નામ ઉદાસીનતા-બેદરકારી છે. તે કરણ અને તીક્ષ્ણતા સાથે એકીવખતે કેમ સંભવે?—એવી ઉપલક દષ્ટિએ આશંકા થાય છે. શિષ્યને પ્રશ્ન થયે અને સ્તવનકર્તા તેને જવાબ પોતે જ આપે તે રીત જ્ઞાન પ્રાપ્ત કરવાની છે. અત્રે ઊઠાવેલ સવાલ જવાબ સ્તવનકર્તા પિતે જ આવતી બે ગાથામાં આપશે, આ દેખીતે વિરોધ મનમાંથી દૂર કરી પ્રભુમાં એ ત્રણે વસ્તુઓ-કરુણા, તીણતા અને ઉદાસીનતા