________________
[૧૬૯
૬: શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન છેટું ભાંગી નાખવાની મરજી થતી હોય તે તમે પણ આ કારણની શોધમાં મારી સાથે સામેલ થાઓ. મારે કમ1 વિષયનો ઉલ્લેખ પણ આ સંબંધમાં કેટલુંક અજવાળું પાડે તેમ છે. આપણે અહીં પ્રભુ અને આપણી વચ્ચે પડેલ અંતર દૂર કરવા ઈચ્છીએ છીએ. આત્મા અને કર્મને સંબંધ કેમ બંધાણ? એ કર્મોનું પરિણામ શું છે? એ આંતરે કેમ છૂટે?—-એ સર્વ બાબતની આપણે શેધ કરવા ઉઘુક્ત થયા છીએ અને પ્રભુ અને આપણી વચ્ચેનું છેટું કાપી નાંખવાની આપણને ઇચ્છા થઈ છે. કર્મના વિપાકમાં આ કારણ આપણે શોધી રહ્યા છીએ. હવે આપણે આગળ વધીએ. (૧)
પયઈ દિઈ અણુભાગ પ્રદેશથી રે, મૂળ-ઉત્તર બહુ ભેદ, ઘાતી-અઘાતી હે બંધોદય-ઉદીરણા રે, સત્તા કર્મ-વિછેદ. પદ્મપ્રભ૦ ૨
અર્થ–પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, અનુભાગબંધ અને પ્રદેશબંધ, એ ચારને સમજતાં તથા કર્મના મૂળ ભેદો અને ઉત્તર ભેદને સમજતાં તથા કેટલાંક કર્મો ઘાતી કર્મ હોય છે અને બાકીનાં અઘાતી કર્મો હોય છે તે અંતર પડવાનું કારણ છે. તથા બંધ, ઉદય, ઉદીરણ તથા સત્તા અને તેને વિનાશ થાય એ અંતર પડવાનું કારણ સમજવા જેવું છે. (૨)
પાઠાંતર–પાઈ' સ્થાને એક પ્રતમાં પૈકી ' શબ્દ મૂક્યો છે; અર્થમાં ફેર પડતો નથી. “બંધ ઉદયને સ્થાને એક પ્રતમાં “બંધદય” પાઠ છે; અર્થ એ જ રહે છે. “સત્તાને’ સ્થાને “સંત” શબ્દ છે; એનો અર્થ તે જ છે. “બહુ ને સ્થાને એક પ્રતમાં “બહુ” પાઠ છે; અર્થ તે જ રહે છે. “હો ” સ્થાને એકપ્રતમાં હો બે’ પાઠ છે; અર્થ તે જ રહે છે. (૨)
શબ્દાર્થ–પગઈ = પ્રકૃતિ, કર્મના બંધ પૈકી પ્રથમ પ્રકૃતિબંધ; એ કર્મ શું ફળ આપનાર છે તેને નિર્ણય. કિઈ = સ્થિતિ. કર્મ ઉદયમાં આવે તે કેટલો વખત રહે અને ક્યારે એને ઉદયકાળ થાય તે બીજે સ્થિતિબંધ; ઉદયકાળ. અણુભાગ = કર્મનું જેર અથવા કમની શક્તિ Intensity; એનું કાર્ય શું છે તેને નિશ્ચય. પ્રદેશ = કમ કેટલા પરમાણુ, પ્રદેશ કે કર્મવર્ગણાનું બનેલ છે તે ચોથી બાબત. ૧. પ્રકૃતિબંધ. ૨. સ્થિતિબંધ, ૩, અનુભાગબંધ અને ૪. પ્રદેશબંધ. આમાંને એ પ્રકાર. મૂળ = કમને મૂળભેદ, કમના આઠ પ્રકાર છે તે. નામો માટે જુઓ વિવેચન. મૂળ ભેદ = એટલે ર્મના મુખ્ય આઠ પ્રકાર. ઉત્તર = પેટા ભેદ, આઠ કર્મની ૧૫૮ પ્રકૃતિ. (કમને મારો લેખ જુઓ). બહુ = ધણા. ઉપરની વિગતો માટે જુઓ વિવેચન. ભેદ = એના મૂળ ભેદ એટલે પ્રકારે આઠ છે અને ઉત્તર ભેદ ૧૫૮ છે. (જુઓ મારો કમને ઉલ્લેખ) ઘાતી = મૂળ ગુણનો ઘાત કરનાર ચાર ર્મ અને તેના ઉત્તર ભેદો; જુઓ વિવેચન. અધાતી = ચાર ઘાતી કર્મને બાદ કરતાં રહેલાં બાકીનાં ચાર કર્મ; જુઓ વિવેચન બંધદય = બંધ અને ઉદય, કર્મને બંધ અને કમને ઉદય ઉદીરણા = કર્મનાં ફળને આપવાની-કર્મફળ મળવાનું હોય તે પહેલાં ફળ આપવાની પ્રેરણા. સત્તા = કર્મના ઉદય પહેલાં આત્મા સાથે વળગેલ કર્મો જોડાઈને નિષ્ક્રિય રીતે ફળાવાપ્તિ પહેલાં પડી રહ્યાં હોય તે. સત્તા એટલે Potentiality. વિચ્છેદ = નાશ, મોક્ષ, કમ ઉદયથી વિચ્છેદ થાય, ભોગવવાથી ખપી જાય અને નિરાથી ઉદયમાંથી નાશ પામી જાય અને તેને સર્વથા વિચછેદ તે તેને મોક્ષ થયે થાય. (૨)
૧. હવે પછી પ્રગટ થવાનો સંભવ છે.
२२