________________
૧૬૮]
શ્રી આનંદઘનવીશી ગુણસિદ્ધ છે, હું ગુણસિદ્ધિ-વિકળ છું, તે સમાન કેમ થાય? હે શ્રી પદ્મપ્રભજિન! તમારી અને મારી વચ્ચે અંતર ઘણે, તે આંતર કેમ ભાગે? હે શ્રી ભગવંત! કેઈ એ ડાહ્યોમતિમંત, કઈ કર્મ વિપાકે કારણ જોઈને કહે. બીજાય પ્રાણી સંસારમાં કર્મ વિપાક ગ્રંથ જેવરાવી પિતાના મૃતકમને દોષ કાઢે છે તે માટે મને પણ આ હેતુ–દોષ ટાળે હે પ્રભુ! તે વારે કર્મવિપાક ગ્રંથ જોઈને અંતરનું કારણ કહે છે. (૧)
વિવેચન–ભગવાન અને મારી વચ્ચે છેટું ઘણું પડી ગયું. એ તે સાત રાજ પછી આવેલા મોક્ષમાં ચાલ્યા ગયા અને હું તે અહીં ભગવાનથી સાત રાજ દૂર રહી ગયા. આ છે એટલું બધું છે કે પ્રભુ અને મારી વચ્ચે જે આંતરે પડી ગયું છે તેનું હું તે હજુ કારણ શોધું છું અને આંતરે તે કાંઈ ઘટતું નથી. એ છેટાપણું શાથી દૂર થાય અને છેટું પડવાનું કારણ શું તે હું જાણવા માટે વિદ્વાન માણસને પૂછું છું. મુસાફરી કરવા ગયા હોઈએ ત્યારે આપણું સાથી મુસાફરે અને આપણું વચ્ચે છેટું કેમ પડી ગયું અને એ બન્ને વચ્ચે તફાવત કેમ ભાંગે અને આપણે આપણું સાથીદારની સાથે કેમ થઈ જઈએ એ સ્વાભાવિક સવાલ રહે છે. ભગવાન મારી સાથે રમતા હતા, તેને બદલે આજે મારી અને એમની વચ્ચે ભારે આંતરું પડી ગયું, તેનાં કારણો શોધતાં કેઈ બુદ્ધિશાળી માણસ કર્મ વિપાકનું કારણ મને બતાવે છે. કર્મના વિચારે પ્રાણ પૈસાદાર, ગરીબ, રૂપાળે, કદરૂપિ, લૂલે, લંગડે થાય અને એ કર્મના વિપાકને લઈને ભગવાનને અને મારે આટલું છેટું પડી ગયું છે. ભગવાનને તે કઈ પ્રકારનાં કર્મ અત્યારે લાગતાં નથી અને આપણે તે અત્યારે જ્યાં ત્યાં ટળવળીએ છીએ. મારી અને ભગવાનની વચ્ચે તે આંતરે પડવાનું કારણ આ કર્મના વિપાકમાં છે, અને એ છે ભાંગવાને ઉપાય પણ કર્મના વિપાકમાં જ મારે શોધવાનું છે. કમને વિપાક કેમ થાય છે અને સર્વ કર્મથી રહિત થતાં અંતરે કેમ ભાંગી જાય છે, એ મારે સમજી લેવું અને કર્મને વિપાક મને ન લાગે તે પ્રકારનો માટે પ્રયાસ કરે, તે આંતરું તૂટી જશે અને હું પણ ભગવાન જેવો થઈ નિરંતર આનંદમાં રહીશ. આટલા ઉપરથી હું કર્મવિપાક શું છે અને કેવો થાય છે તે સમજવા પ્રયત્ન કરું છું, અને કર્મનું આખું તત્ત્વજ્ઞાન જાણવા ઈચ્છું છું. કર્મ સંબંધી કમ્મપયડી, કર્મગ્રંથ જેવા ગ્રંથને અભ્યાસ કરે અને કર્મના વિપાકને સમજી નિકર્મા કેમ થવાય અને ભગવાન જગાએ ગયા છે ત્યાં કેમ જવાય એ જાણી એને આંતર ભાંગી નાખવાના કામમાં તમે પણ લાગી જાઓ. પ્રયત્ન કરવાથી સર્વ કાર્ય થાય છે. ભગવાન ભાગ્યશાળી થયા, તેવા થઈ જવાની જેની ઈચ્છા હોય તેણે આ સ્તવનમાં બતાવેલ માર્ગ લેવો. કર્મ વિપાક નામને પ્રથમ કર્મગ્રંથ છે. અને કર્મવિપાક અને દેવી કાળપરિણતિનું ચિત્ર સિદ્ધર્ષિગણિએ સુંદર રીતે તેમના ગ્રંથમાં આપ્યું છે. તે સર્વ વિચારતાં કર્મના વિપાકરૂપે જ મારી અને ભગવાનની વચ્ચે આ છેટું પડી ગયું છે એમ સમજુ માણસો વાજબી રીતે ધારે છે. અને આંતરાનું તે જ કારણ છે એમ મને જણાય છે. તમે આ કર્મને વિષય અહીં સામાન્ય રીતે બતાવ્યું છે તે સમજે, બીજાં પુસ્તકોથી સારી રીતે જાણો અને તમને પણ આ