________________
[૧૧૫
૪: શ્રી અભિનંદન જિન સ્તવન કરવાની વાત બતાવવામાં આવી છેસાચું દર્શન કરવા માટે મનશુદ્ધિ, વચનશદ્ધિ, અને કાયશુદ્ધિની ખાસ ઉપયોગિતા છે. મન-વચન-કાયાની શુદ્ધિ પર અત્ર વિસ્તાર નહિ કરીએ, કારણ કે એ તે સ્વતંત્ર વિષય છે. સામાન્ય રીતે એટલું કહેવા જેવું છે કે મનશુદ્ધિ, વચનશુદ્ધિ, અને કાયશુદ્ધિ પર ગપ્રગતિને આધાર છે અને એની ઉપેક્ષા કરવાથી યોગમાર્ગમાં પ્રગતિ થતી નથી કે પ્રવેશ પણ થતું નથી, અને દર્શનપ્રાપ્તિની જે દુર્લભતા અત્ર વિચારી રહ્યા છીએ તે એ ઉપેક્ષાને પરિણામે કાયમ રહે છે. મનમાં શુદ્ધ વિચાર કરવા, મને વિકાર પર કાબૂ રાખ, એ “મનશુદ્ધિ” બતાવે છે ત્યારે સત્ય-પ્રિય-હિત-મિત અને તથ્ય વચન બોલવું તે “વચનશુદ્ધિ” બતાવે છે. શરીર પર અંકુશ રાખો, તેની પાસેથી કામ લેવું અને તેને ભાડું આપવું, એ “કાયશુદ્ધિ ” છે. આ મન-વચન-કાયાની ત્રણ પ્રકારની શુદ્ધિ એ દર્શનપ્રાપ્તિની પ્રથમ ભૂમિકા છે. એ ત્રણ પ્રકારની શુદ્ધિ વગર પ્રાણીને રસ્તે સીધે થાય નહિ, એ માર્ગ પર આવે નહિ અને એને ઘાટ બેસે નહિ. અને, અગાઉ જણાવ્યું તેમ, દર્શન રહિત પ્રાણીની સિદ્ધિ થાય નહિ, તેના સંસારને છેડો આવે નહિ અને એને કર્મથી મુક્તિ મળે નહિ. માટે આવા દુર્લભ દર્શનની ઝંખના કરીએ. અને એને માટે વિવિધ ઉપાયોની શોધ કરીએ.
તરસીએ –એટલે પ્રભુનું દર્શન મેળવવા માટે અંતરથી તલસના કરીએ, એ મેળવવા ખૂબ ખૂબ મનેર કરીએ અને એ મળે ત્યારે જ અંદરથી આરામ થાય તેવી વૃત્તિને કેળવીએ.
સાચા “દર્શન” નામને લાયક તે કહેવાય, જેમાં ઉપર ઉપરની વાતે ન હોય, અને જેમાં અરસપરસને કે આગળપાછળને વિરોધ ન હોય. સાપેક્ષ દષ્ટિ વગર દર્શનમાં વિરોધ આવ્યા વગર ન રહે અને એકાંત દષ્ટિ થઈ ગઈ કે પ્રાણી મત આગ્રહમાં પડી ગયા વગર ન જ રહે. આ સર્વ મહત્વની હકીક્ત આ સ્તવનના વિવેચનમાં આગળ આવવાની છે. અહીં મુદ્દો એક જ છે કે દષ્ટિબિન્દુને લક્ષ્યમાં રાખનાર, એકાંત વાત કદી પણ ન કરનાર અને સ્વાદ્વાદની મુદ્દામ વાતને આગળ કરનાર અને અપેક્ષાવાદ પર રચાયેલ અભિનંદન જિનનું દર્શન જોકે મળવું દુર્લભ છે, પણ તલસના કરવાથી અને એની પાછળ ચીવટ રાખવાથી પ્રભુકૃપાએ એ સુલભ થઈ શકે તેવું છે. આ દર્શનમાં તે આત્મદર્શન અને પરમાત્મભાવપ્રકાશનનાં બીજ હોવાને કારણે ખાસ મેળવવા યોગ્ય છે. તેથી આ અનેકાંતવાદવિશુદ્ધ દર્શન, જેને બીજી રીતે અભિનંદન જિનદેવનું દર્શન અથવા સાધારણ રીતે “જૈન દર્શન” કહેવામાં આવે છે, તેને પ્રાપ્ત કરવાની તાલાવેલી લગાવીએ; કારણ કે વિશુદ્ધ દર્શન તરીકે રજૂ થવાની તેમાં પૂરેપૂરી ગુણવત્તા છે. એમાં એકાંત આગ્રહ નથી. એમાં આંખ મીંચીને સ્વીકાર કરવાની સૂચના નથી. એમાં પરીક્ષા કરવાની પરવાનગીનો અભાવ નથી. અને એમાં બતાવેલ આત્મદર્શન વિશુદ્ધ અને દેરવણી આપનાર હોવા સાથે હૃદયંગમ છે, વિશિષ્ટ છે અને અક્કલમાં ઊતરે તેવું છે.
મત મત ભેદે પૂછીએ?—તમે કોઈ પણ મત, સંપ્રદાય કે પંથમાં જઈ પૃચ્છા કરશો તે તે તમને એક જ વાત કરશે અમે કહીએ છીએ તે જ સાચું છે, તે સિવાય કોઈને સત્ય