________________
૧૧૬]
શ્રી આન ઘન-ચાવીશી
સમજાયું નથી, કોઇને સત્ય પ્રાપ્ત થયું નથી અને કોઈએ સત્ય જાહેર કર્યું નથી. તમે ગમે તે ધમ કે દનકાર પાસે જશે! તે તે સત્યના ઇજારદાર છે એ ભાવે જ તમારી સાથે વાત કરશે અને તમને દાવા સાથે કહેશે કે ભગવાને પાતે એને સત્યની સાચી ચાવીએ આપી દીધી છે અને તે એલે કે સમજાવે છે તે જ સાચી વાત છે અને સાચી વાત તેનામાં જ છે અને અન્યત્ર નથી.
આનંદઘનજી મહારાજે આ વિચારને પોતાના અડતાળીશમા પટ્ટમાં ખૂબ સુંદર રીતે મૂકયો છે. એમાં વિશુદ્ધ દૃષ્ટિને કોઇએ નિષ્પક્ષ મૂકી નથી અને સર્વેએ પોતપાતાનું ખેચીને આ શુદ્ધ દૃષ્ટિને પી`ખી નાખી છે, અને જેને જેમ ફાવ્યું તેમ તેને થાપી છે, ઉત્થાપી છે, અને એ રીતે એના અયાગ્ય ઉપયાગ કર્યો છે. અને એને અગે પેાતાની વાત સ્થાપવા જતાં એ વાત જ સાચી છે અને ખીજે સાચી વાત છે જ નડુિ અને હાર્ટ પણ શકે નહિ, પેાતાનાં ડંફાળુ ચલાવ્યાં છે.
આ રીતે
C
• સહુ થાપે અહમેવ ’—પરિણામે આપણે કોઇ પણ મત, સંપ્રદાય, મઝહબ કે ધર્મીને જઈને પૂછીએ તે દરેક · અપની અપની ગાવે ’—પોતાની જ વાતને આગળ કરે, અને તમે જરા વિચાર કે શકા કરશે। તો અધમી થઈ જશે; અને સત્ય અમને જ સાંપડ્યું છે એ વાતની જ સ્થાપના કરશે. એ દલીલ કરવા દેશે નહિ, એ સાચી સ્થિતિ સમજવાની તમારી તાકાત છે એને સ્વીકાર પણ કરશે નહિ. એકાંતના પક્ષ કરનાર, એકાંત સત્યમાં ગૂ ચવાઈ જનાર નાના-મોટા મતે આ રીતે ખેતપેાતાના તાનમાં મસ્ત થઇ ગયા છે.
• અહમેવ ’—માં વ−હું જ. હું કહું તે ખરાબર છે. વ-અવ્યય છે; એના અથ ‘ જ -નિશ્ચાયાત્મક છે. હું જ અને બીજો કોઈ નહિ. જ્યાં એકાંતવાદ હાય, જ્યાં ખીજી આંખ ઉઘાડવાની બધી હાય, જ્યાં સત્યશોધનની દશા જ ન હોય, ત્યાં આવી હુંકારાત્મક દશા હોય અને એ સમ્યગ્દર્શન સિવાય સવ્યાપી છે, સ સાધારણ છે અને સત્યપ્રાપ્તિની આડે આવનાર હાય છે. મત, સપ્રદાય કે દન તથા મઝહબની આ દશા એના ફિકાએમાં, એના પેટા વિભાગેામાં, એના ગોમાં અને એના સંઘાડામાં પણ એ જ આકારે ચાલુ જણાશે. દરેક ગઠવાળા પાતે જ સાચું સમજેલ છે એવા દાવાનાં ધેારણે જ ચાલે છે. અનેકાંતવાદને ઉપાસક પણ જ્યારે પેાતાના સંપ્રદાય કે ગચ્છની ગૂ`ચવણીમાં પડી જાય છે ત્યારે એ પોતાના કક્કો ખરો કરવાના આગ્રહમાં પડી જાય છે. આ હકીકત પર ચૌદમા શ્રી અનંતનાથના સ્તવનમાં વિવેચન થવાનું છે; એ બાબત ત્યાં માટે મુલતવી રાખી અત્ર એક વાતને જાણી લઇએ કે ગમે તે મત, સંપ્રદાય કે દનકારની પાસે જઈને પૂછપરછ કરીએ તો તે પાતાની વાત સાચી છે, અને પેાતે જે વાત કહે છે તે ભગવાને પાતે કહી બતાવેલ છે, એવી સ્થાપના વગર સકોચે કરશે. સત્ય તરફ આંખ બંધ રાખવાની આવી વૃત્તિને પરિણામે દુનિયા કેવા ખાટા રસ્તે ઊતરી ગઈ છે, એકાંતવાદની પાષણામાં સત્યને કેટલું ખારંભે નાખી દેવાયું છે, અને પ્રેમ કે એકદિલીને સ્થાને કેટલા દ્વેષ અને મારચાએ ઊભા થઈ ગયા છે, તેના આખો ઇતિહાસ વિચારવા યાગ્ય છે.
ܕ