________________
[૧૧૪
શ્રી આનંદઘનવીશી દર્શન થઈ ગયું હોત તે તેની સંસારવાસના ચાલુ રહી જ ન હોત. તેને હજુ રાગદ્વેષ, કષાય, મેહ હેરાન કર્યા કરે છે અને તે સંસારમાં રાચ્યા કરે છે, કારણ કે તેને સંસારપરિભ્રમણમાં સાચું દર્શન કદી મળ્યું નથી. શ્રી સિદ્ધસેનસૂરિ પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતાં કબૂલ
મારા દેવ! મેહના અંધકારથી મારી ચક્ષુઓ અવરાઈ ગયેલી છે. એવા પ્રકારના મેં અત્યાર સુધીમાં અગાઉ કઈ પણ વખતે આપનું દર્શન કરેલું જ નથી, કારણ કે અત્યારે મર્મસ્થાનને ભેદનારા જે અનેક કષ્ટો મને ચાલુ થયા કરે છે અને જેને આગળ પડતે ઝોક હજુ આકરે આકાર ધારણ કરી રહ્યો છે તે, જે આપનું દર્શન થયું હોત તે, મને પીડા કેમ જ આપ્યા કરે ?”
એને હેતુ એમ બતાવવામાં આવ્યું છે કે સાચા દર્શનની એક વાર પણ પાકી સહણ, અંદરની રૂચિ સાથે, થઈ જાય તે પછી સંસાર તરફની અનેક અનર્થ પરંપરાને એને સ્પર્શ ન જ હોવ ઘટે. એક વાર પણ સાચું દર્શન એને થઈ જાય તે એની ભવની ભાવઠ ભાંગી જાય અને એની રખડપાટી અટકી જાય. એટલા ઉપરથી જણાય છે કે દેવનાં દર્શન દુર્લભ છે, આ મનખાદેહ મળ ભારે મુશ્કેલ છે, અનંતકાળ પરિભ્રમણ કરતાં કઈ વાર એ દેહ મળી જાય અને મળે અને તેને સાચે ઉપગ કરવામાં આવે તે કામ થઈ જાય તેમ છે, એ સ્પષ્ટ બતાવવા દશ દાખલાઓ આપવામાં આવ્યા છે. દશ દષ્ટાન્ત દોહિલે એ મનુષ્યભવ મળવો જેમ મુશ્કેલ છે, તેમ તેથી પણ વધારે દુર્લભ છે પ્રભુદર્શન થવું. આપણે નાનપણમાં સાંભળ્યું છે અને ગાયું છે કે –
પ્રભુદરશન સુખસંપદા, પ્રભુદરશન નવનિધ;
પ્રભુદરશનથી પામીએ, સકળ પદારથ સિધ નાનપણથી બોલતા અને સાંભળતા આવેલા આ દુહાને પરમાર્થ વિચારીએ છીએ ત્યારે જણાય છે કે ભગવાન દર્શનમાં સુખ છે, સંપત્તિ છે, નવનિધાન છે અને એથી સર્વ પદાર્થોની સિદ્ધિ થાય છે. આ સર્વ સિદ્ધિકર અને મહાસંપન્કર પ્રભુદર્શન જેમ બાહ્ય દૃષ્ટિએ સામે ઊભા રહી દેખવા-જવાનું કે મેળાપનું કાર્ય સૂચવે છે, તેમ વિશિષ્ટ દૃષ્ટિએ એ ભગવાનના મતની સહણ, સ્વીકાર અને શ્રદ્ધા બતાવે છે. એટલા માટે એ દર્શનનો મહિમા અનેક સ્થાને શાસ્ત્રકારે ગાયે છે. આ દર્શનની પ્રાપ્તિ દુર્લભ છે અને અત્યાર સુધી સંસારમાં રખડપાટી ચાલુ રહી છે તેનું મુખ્ય કારણ દર્શનની પ્રાપ્તિની ગેરહાજરી છે. માટે એવા દુર્લભ સમ્યગ્દર્શનને મેળવવા માટે અંતરથી એની ઝંખના કરીએ. એને માટે શરૂઆતમાં જ ત્રણ પ્રકારની શુદ્ધિ
१. नूनं न मोहतिमिरावृतलोचनेन, पूर्व विभो ! सकृदपि प्रविलोकितोऽसि । मर्माविधो विधुरयन्ति हि मामनाः , प्रोद्यत्प्रबंधगतयः कथमन्यथते ।।
કલ્યાણમંદિરસ્તોત્ર, ગાથા ૩૭ મી.