________________ શાસ્ત્રના અધ્યયનથી આકર્ષિત થયેલ અરુણનામક દેવ પઠન કરનાર મુનિ પાસે આવે છે. તે અદેશ્યપણે રહીને સંપૂર્ણ અધ્યયન સાંભળે છે. પાઠની પૂર્ણાહુતિ થતાં પ્રગટ થઇને મુનિની પ્રશંસા કરતાં કહે છે કે અહો ! શું સુંદર સ્વાધ્યાય કર્યો છે. આપ મારી પાસે કાંઇક વરદાન માંગો. ભોગો પ્રત્યે અનાસક્ત મુનિ કહે છે કે મારે કાંઇ જ નથી જોઇતું ત્યારે અધિક પ્રસન્ન થયેલ દેવ તે મુનિને પ્રદક્ષિણા આપીને વંદન કરે છે અને પુનઃ પોતાના સ્થાને પાછો જાય છે. તેમજ એવો પણ ઉલ્લેખ છે કે આ સૂત્રના પઠનનો અધિકાર બારવર્ષના દીક્ષા પર્યાયવાળા મુનિને જ છે. રય - 6 (1) (વ્રણ, ઘાવ) શરીર પર ઘા લાગ્યો હોય ત્યારે એક મીઠી ચળ આવતી હોય છે. આપણું મન વારંવાર ત્યાં ખણવા માટે પ્રેરાય છે. વૈદ્યશાસ્ત્ર કહે છે કે શરીર પર ઘા હોતે છતે તેને ખણવું હિતાવહ નથી. તેનાથી ઘા રુઝવાને બદલે વકરે છે. તેમ લીધેલ વ્રતનો જો ભંગ થઇ જાય, તો ‘હવે વ્રત તો ભાંગી જ ગયું છે ને ચલો હવે પૂરો જ દોષ સેવી લઇએ” એમ કરીને અપરાધને સેવવો નહીં. તેમ કરવાથી જીવનમાં પાપ વૃદ્ધિ અને ધર્મની હાનિ થાય છે. કેમરુન (શિ.) (નિરોગી, રોગરહિત) જેવી રીતે રોગરહિત સંપૂર્ણ સ્વસ્થ પુરુષ કોઇપણ કાર્ય આસાનીથી કરી શકે છે. તેમ જેનું ચિત્ત કષાયાદિ આંતરરોગથી રહિત છે તેવો આત્મા કોઇપણ જિનકથિત અનુષ્ઠાન વિના કષ્ટ આરાધી શકવા સક્ષમ બને છે. રુદ - મહંત (4) (1. યોગ્ય, લાયક 2. અરિહંત, તીર્થકર) *મદે (ઈ.) (1, જન્મરહિત, સિદ્ધાત્મા) પ્રવચન સારોદ્ધારની ટીકામાં લખ્યું છે કે “જે વનસ્પતિનું બીજ સર્વથા બળી ગયું છે તેમાંથી અંકરાની ઉત્પત્તિ સંભવ નથી. તેમ જેઓનું કર્મરૂપી બીજ સર્વથા નાશ પામ્યુ છે તે સિદ્ધત્માઓ માટે સંસારરૂપી અંકુરાની પુનરોત્પત્તિ સર્વથા અશક્ય છે.' ઝવ - (વિ.) (અરૂપ, અમૂર્ત) ચૌદરાજલોક કુલ છ દ્રવ્યોને આધારે ચાલે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ. આ છ દ્રવ્યોમાં એક યુગલને છોડીને શેષ પાંચ દ્રવ્યો અરૂપી કહેલા છે. अरूवकाय - अरूपकाय (पुं.) (અરૂપી એવા ધર્માસ્તિકાયાદિ). મઋવિ () - અરૂfપન (ત્રિ.). (1. અરૂપી, અમૂર્ત 2. મુક્ત, સિદ્ધ 3. આત્મા) अरूविअजीवपण्णवणा - अरूप्यजीवप्रज्ञापना (स्त्री.) (અરૂપી અજીવની પ્રરૂપણા) અરૂપી એવા ધમસ્તિકાયાદિ જે અજીવ છે તેમની જે પ્રરૂપણા કથન કરવામાં આવે તે અરૂપીઅજીવપ્રજ્ઞાપના કહેવાય છે. અરે - મરે ( 2) (1. રતિકલહ 2. સંબોધન 3, અસૂયા 4, આક્ષેપ 5. પરિહાસ 6. વિસ્મય, આશ્ચય) જ્યારે કોઈને બોલાવવા હોય, કોઇ પ્રત્યે આક્ષેપ કરવો હોય, કોઇની મશ્કરી કરવી હોય કે આશ્ચર્ય પ્રગટ કરવું હોય ત્યારે - 55 -