SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢીને ડોશીમાને આપી દીધા. મુનિએ કહ્યું “શેઠ આવું શા માટે કર્યું?” હઠીસિંગે કહ્યું “જો આમ ન કરું તો મારું તો ઠીક મારા શાસનની લાજ અને આ માજીની આશા નંદવાય.” ખરેખર આજના કાળમાં આવા પારસમણિ પુરુષોનો દુકાળ છે. अयआगर - अयआकर (पुं.) (1, લોહની ખાણ 2. લોહકાર જયાં લોખંડને તપાવે તે ભટ્ટી) અત્યંત કઠણ અને નક્કર ગણાતું લોખંડ પણ તેને તપાવવામાં આવતી ભઠ્ઠીમાં અત્યંત નરમ અને સરળ હોય છે. ત્યાં તેને ઇચ્છો તેવો ઘાટ આપી શકાય છે. તે વિના વિરોધે વિવિધ આકારમાં ઢળી પણ જાય છે. અત્યંત ક્રૂર અને નૃશંસ ગણાતાં પુરુષો પણ જ્યારે પશ્ચાત્તાપરૂપી આગમાં શેકાય છે. ત્યારે ગીતાર્થ ગુરુભગવંતો વડે તેમના જીવનને નવો આકાર અપાય છે. તેઓ પોતાના નૂતન જીંદગીનો વિના વિરોધે સ્વીકાર કરી લે છે. દઢપ્રહારી, રોહિણીયો ચોર વગેરે આના પ્રત્યક્ષ ઉદાહરણ છે. માં - મધમ્ (ઈ.) (આ, ઇદમ્ સર્વનામનું પ્રથમા એકવચનનું રૂ૫) મયંત - ગાયન (ત્રિ.) (આવતો, પ્રવેશ કરતો) મયંપુન - અચંપુત (ઈ.) (આજીવકમતનો ઉપાસક, ગોશાળાનો શિષ્ય) अयंसंधि - अयंसन्धि (त्रि.) (યથાકાળ અનુષ્ઠાનને કરનાર, ઉપયુક્ત કાર્યને સમયસર કરનાર) આચારાંગસૂત્રમાં અયંસંધિની વ્યાખ્યા કરતાં લખ્યું છે કે જે અનુષ્ઠાન માટે જે સમય નિર્ધારિત કરવામાં આવ્યો હોય. અથવા જે કાળે જે પ્રવૃત્તિની આવશ્યક્તા હોય તદનુસાર કાર્ય કરનાર અસંધિ છે.' અર્થાતુ શાસ્ત્રમાં પડિલેહણા, સ્વાધ્યાય, ભિક્ષાચર્યા, પ્રતિક્રમણાદિ ક્રિયા જે કાળે બતાવવામાં આવી હોય. તેને પરસ્પર બાધા ન પહોંચાડતાં યથાકાળ તેનું આચરણ કરવું તે અયંસંધિ. મર્જત -- મયફ્રાન્ત (કું.) (લોહચુંબક) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે પરમાત્માસ્તવનામાં લખ્યું છે કે “હે વિભુ ! તમે વિતરાગી હોવાથી ભલે અમારા પ્રત્યે નિરપેક્ષ હો કિંતુ અમે તમારી ભક્તિ ક્યારેય નહિ છોડીએ. જેમ લોહચુંબક લોખંડને પોતાની તરફ આકર્ષે છે. તેમ એક દિવસ અમારી ભક્તિ તમને અમારા તરફ ચોક્કસ આકર્ષી લેશે.' મયર () - મનમોનિન (2) (બકરાના કર્કરમાંસનું ભોજન કરનાર) મયડ - મય: 4 (1) (લોઢાની કઢાઈ). મશરથ - મનજર (કું.) (સત્તરમો મહાગ્રહ) યોકર - યવો (2) (લોઢે તપાવવાની ભદ્દી) अयक्खंत - अयस्कान्त (पुं.) (લોહચુંબક)
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy