________________ ગયR - મનર (પુ.) (અજગર, સર્પવિશેષ) ચાર કષાયમાંના માનકષાયને શાસ્ત્રમાં અજગરની ઉપમા અપાઈ છે. જેમ અજગર પ્રાણીને આખે આખા ગળી જાય છે. તેમ અહંકાર આત્મામાં રહેલા સણોને ગળી જઇને દુર્ગુણોને પ્રગટ કરે છે. અહંકારરૂપી અજગરના પાશમાં જકડાયેલ વ્યક્તિ સદસદ્રના વિવેકને કરી શકતો નથી. अयगोलय - अयोगोलक (पुं.) (લોખંડનો ગોળો) સુધર્માસ્વામીની દેશના સાંભળીને વૈરાગી બનેલા જંબુસ્વામીએ પ્રવ્રજ્યા આપવાની વિનંતી કરી. ત્યારે સુધર્માસ્વામીએ કહ્યું કે ‘પ્રથમ માતાપિતાની અનુજ્ઞા લઇને આવો પછી જ દીક્ષા આપીશ.” તહત્તિ કરીને તેઓ અનુમતિ લેવા નીકળ્યા તે સમયે યુદ્ધશાળામાં કસરત કરતાં એક યોદ્ધાના હાથમાંથી લોહગોળો છટકીને સીધા જંબુસ્વામી જે રસ્તે જતાં હતાં ત્યાં પગ આગળ આવીને પડ્યો. તે જોઇને જંબૂકુમારને ભય પેસી ગયો કે જીવનનો કોઈ ભરોસો નથી. તેઓ ત્યાંથી જ પાછા ફરી ગયા અને સુધર્માસ્વામીને પુનઃ દીક્ષા આપવાની વિનંતી કરી. કિંત સુધર્માસ્વામીએ શાસનને થનારા મોટા લાભનો વિચાર કરીને તેઓને ફરી માતાપિતાની આજ્ઞા લેવા માટે પાછા મોકલી દીધા. મયજી - (1) (1. ખેંચવું 2. ખેડવું, જોતવું 3. રેખા કરવી) જૈન શ્રાવકને પશુઓનું પાલન પોષણ કરવું, તેમની પાસે ખેતર ખેડાવવું, માલસામાન ઉપડાવવો વગેરેનો નિષેધ કરવામાં આવેલ છે. કારણ કે તેમ કરવાથી જીવને કિલામણા થાય છે. જ્યાં એક સૂક્ષ્મ જીવની પણ દયા પાળવાનું વિધાન હોય ત્યાં પંચેંદ્રિય જીવોને ત્રાસ આપવાનું કેવી રીતે શક્ય બને? ગયા - મદન (જ.) (1, જવું 2 પ્રાપ્ત કરવું 3. જ્ઞાન, નિર્ણય 4. ત્રણ ઋતુ અથવા છ માસ પ્રમાણ કાળવિશેષ) છ માસ અથવા ત્રણ ઋતુપ્રમાણ એક અયન માનવામાં આવેલ છે. સૂર્ય અંદરના માંડલેથી બહાર જાય કે બહારના માંડલેથી અંદરના માંડલે આવી એક આવૃત્તિ પૂરી કરે તેટલા કાળને એક અયન કહેવામાં આવે છે. મયર (2) - મય:પાત્ર () (લોહપાત્ર). ઝયમ - મનમif (g) (દ્રવ્યમાર્ગનો એક ભેદ) પ્રભુ વીરે નયસારના ભાવમાં રસ્તો ભૂલેલા શ્રમણોને સાચો માર્ગ બતાવીને રસ્તે ચઢાવ્યા. જતાં જતાં સાધુએ કહ્યું હે મહાનુભાવ! આ તો તમે દ્રવ્યમાર્ગ બતાવ્યો. અમે તમને પરમાત્માએ કહેલ ભાવમાર્ગ બતાવીશું. ત્યારબાદ શ્રમણોત્તમે નયસારને નવતત્ત્વની ઓળખ આપી અને તેને જિનોપાસક બનાવીને સમ્યક્તની પ્રાપ્તિ કરાવી. અહિ - મનઊંfથ () (હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા અને અનુરાધા એ પાંચ નક્ષત્રની ગતિવિશેષ) - અતિસ (.). (માલવદેશમાં પ્રસિદ્ધ ધાન્યવિશેષ, અળસી નામક ધાન્ય) अयसीकुसुमप्पयास - अतसीकुसुमप्रकाश (त्रि.) (નીલવણ) - 43 -