SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય ન થયો હોત તો અમારા જેવાનું શું થાત, કદાચ સમ્યક્વદિપકના પ્રકાશને પામી શક્યા જ ન હોત અને મિથ્યાત્વના કૂવામાં અથડાતાં હોત.' મહત્તિો - અન્તો - મગન (ક.) (અસ્મતું ચતુર્થી બહુવચનનું રૂપ) મષ્ટિ - અઢમ્ (ત્રિ.) (હું, પોતે, સ્વયં, અસ્મનું પ્રથમા એકવચનનું રૂપ) મહયા - અમિતા (સ્ત્ર) (અહંકારને અનુસરવું) દ્વાર્વિશતિ વિશિકામાં કહ્યું છે કે “અન્તર્મુખતાના કારણે પ્રતિલોમપરિણામ વડે પ્રકૃતિલીન ચિત્તમાં જેની વિદ્યમાનતા સત્તામાત્રરૂપે ભાસે તે અસ્મિતા છે. અર્થાત્ યોગી આત્મામાં અહંકારનો ભાવ ઉદયરૂપે ન રહેતા માત્ર સત્તારૂપે રહેલ હોય તે અસ્મિતા છે.' - વયમ્ - (.) (1. અમે, અસ્મતું પ્રથમા બહુવચનનું રૂપ 2. અમને, અસ્મનું દ્વિતીયા બહુવચનનું રૂપ) મÈત્ર - મા%િ (ત્રિ.) (અમારાસંબંધિ) મો - અમ્િ (ત્રિ.) (અમારું, અસ્મનું ષષ્ઠી બહુવચનનું રૂપ) ય - મન (ઈ.) (1. પૂર્વભાદ્રપદ નક્ષત્રનો અધિષ્ઠાતા દેવ 2. સૂર્યવંશીય રઘુનો પુત્ર 3. બકરો) ઉત્તરાધ્યયનસૂત્રમાં એક દૃષ્ટાંત આવે છે. એક મુસલમાનને ત્યાં ગાય, વાછરડું અને બકરો પાળેલા હતા. માલિક બકરાનું ખૂબ સારી રીતે લાલનપાલન કરતો. તેની વધુ સારસંભાળ રાખતો હતો. આ જોઇને વાછરડાને ઇર્ષ્યા થવા લાગી. તેણે માતાને ફરિયાદ કરી કે “મા! આ તો ખોટું કહેવાય. આવો ભેદભાવ શા માટે?” ત્યારે માતાએ સમજાવતા કહ્યું “બેટા! બકરાનો સત્કાર જોઇને દુખી થવાની જરૂર નથી. સમય આવ્યે તને બધું જ સમજાઈ જશે અને તે સમય આવી ગયો. બકરી ઇદનો પ્રસંગ હોવાથી તેના માલિકે ખવડાવી પીવડાવીને હૃષ્ટપુષ્ટ કરેલ બકરાની બલિ આપી. આ જોઈને વાછરડાએ કહ્યું “જો મા ! આટલી આગતા-સ્વાગતાનું આવું જ પરિણામ આવવાનું હોય તો લીલા ચણા કરતાં મારું સુકું ઘાસ જ સારું છે.” *મય (ઈ.) (1. ગતિ, ગમન 2. લાભ, પ્રાપ્તિ 3. અનુભવ 4. નસીબ, પુય, ભાગ્ય) યાકિનીમહત્તરાસૂન હરિભદ્રસૂરિ મહારાજે ધર્મબિંદુ ગ્રંથમાં લખ્યું છે કે “જૈનનો દિકરો ક્યારેય પણ કોઇના ત્યાં નોકરી ન કરે. કેમકે તેમ કરવાથી ભાગ્ય બંધાઈ જાય છે. ભાગ્યમાં હાલમાં જેટલું મળે છે તેનાથી અધિક લખાયેલું હોય તો તે નોકરી કરવાથી રોકાઈ જાય છે.” સમય (.). (લોખંડ, લોઢું, ધાતુવિશેષ) શેઠ હઠીસિંગ પાસે એક ગરીબ ડોસી આવી. તેમના હાથમાં લોઢાના દાગીના હતાં, હઠીસિંગને મળીને કહ્યું “શેઠ તમારા વિષે બહુ જ વાતો સાંભળી છે. લોકો પાસે સાંભળ્યું છે કે તમે પારસમણિ પત્થર છો. લોઢાને અડો છો અને લોઢું સોનું બની જાય છે. હું બહુ જ આશા લઈને આવી છું. એકવાર આ દાગીનાઓનો સ્પર્શ કરો જેથી તે સોનાના બની જાય.” શેઠે કહ્યું “માજી ચિંતા ન કરો લાવો તમારા દાગીના તેને સોનાના બનાવી આપું.” અંદરના રૂમમાં જઇને તેઓએ તિજોરીમાં મૂકેલા સોનાના દાગીના - 41 -
SR No.033107
Book TitleAbhidhan Rajendra Kosh Part 02 Shabdarth Vivechan - Shabdona Shikhar
Original Sutra AuthorN/A
AuthorRajendrasuri, Vaibhavratnavijay
PublisherRaj Rajendra Prakashan Trust
Publication Year
Total Pages458
LanguageGujarati
ClassificationBook_Gujarati & Dictionary
File Size
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy