________________ કમર્ચ (g) (દેવ, દેવતા) अमच्चपुज्ज - अमर्त्यपूज्य (त्रि.) (તીર્થકર આદિ, જિન) દશવૈકાલિસૂત્રની પ્રથમ જ ગાથામાં કહ્યું છે કે “ધર્મ અહિંસા, સંયમ અને પરૂપ છે. જે આત્માનું મન આવા ત્રિવેણીસંગમરૂપ ધર્મમાં રત હોય છે. તેવા ધર્મિષ્ઠ આત્માને દેવતાઓ પણ મસ્તક ઝૂકાવીને નમસ્કાર કરે છે. તે અમર્યપૂજય બને છે.” અમર () - મસ્જિનિ (રિ.) (ઇર્ષારહિત, પર ઋદ્ધિ દેખીને દ્વેષ ન કરનાર) ચૌદસો ચુમ્માલીસ ગ્રંથના રચયિતા યાકિનીમહત્તરાસૂન હરિભદ્રસૂરિ મહારાજે પોતાના પ્રત્યેક ગ્રંથોના અંતમાં એક જ ઇચ્છા પ્રગટ કરી છે. આખુ વિશ્વ મત્સર ઈષ્યરહિત બનો. કેમકે સામાન્યથી માણસ બીજાના ગુણો, સંપત્તિ વગેરેમાં સદૈવ ઇર્ષ્યા કરતો રહે છે. ઇર્ષાના કારણે તેનું ચિત્ત ધર્મમાં સ્થિર થતું નથી. તે બીજાનું હિત વિચારી શકતો નથી. જે બીજાનું હિત કરતો નથી સમજી લેજો કે કર્મસત્તા તેનું પણ હિત કરતી નથી. अमच्छरियया - अमत्सरिकता (स्त्री.) (ઇર્ષાનો અભાવ, પારકા ગુણોને સહન કરવા તે) માત્ર ઉપસર્ગો અને પરિષહોને સહન કરવાં એ જ સાધુધર્મ નથી. પોતાના કરતાં ગુણોમાં ચઢિયાતા એવા ગુણવાનું પુરુષની ઈર્ષ્યા ન કરવી તે પણ સાધુધર્મ જ છે. મોક્ષપ્રાપ્તિના વિકાસક્રમમાં અમાત્સર્યગુણને પણ સહયોગી કારણ માનવામાં આવ્યું છે. अमज्जमंसासि (ण)- अमद्यमांसाशिन् (त्रि.) (મદ્ય અને માંસનું સેવન ન કરનાર) કૃષ્ણ મહારાજાએ પર્ષદામાં ભગવાન નેમિનાથને પૂછ્યું “હે પ્રભુ ! મારી દ્વારિકા નગરીના નાશમાં કારણ કોણ બનશે ?" નેમિનાથે કહ્યું “હે કૃષ્ણ ! તમારી નગરીના નાશમાં મદિરા કારણભૂત બનશે.’ આ વાત સાંભળતા જ તેમણે સમગ્ર નગરમાં મદ્યસેવન પર પ્રતિબંધ મૂકાવી દીધો. તેના પ્રતાપે છ માસ સુધી દ્વારિકા નગરીને જીવતદાન મળ્યું હતું. વિચારો જુઓ એક મદિરાના ત્યાગથી આવું અચિત્ય પરિણામ મળે છે તો મદિરા અને માંસનું સેવન ન કરનાર આ ભવમાં અને પરભવમાં કેટલું ઉત્તમ ફળ પ્રાપ્ત કરે છે. મHRI - મમરાવ (ઈ.) (મર્યાદામાં નહિ વર્તનાર) જે મર્યાદાસહિત વર્તે તેનું નામ આર્ય, આર્યભૂમિમાં જન્મેલ વ્યક્તિમાં મર્યાદાગુણ હોવો જ ઘટે, અન્યથા જે કોઇપણ જાતની મર્યાદામાં નથી માનતો અને આછકલાઈ ભર્યું વર્તન કરે છે તે આર્યભૂમિમાં જન્મેલ હોવાં છતાં પણ અનાર્ય જ છે. કમ -- મધ્ય (2) (જનો વિભાગ ન કરી શકાય તેવું, મધ્ય વિનાનું) ગમન - મકર () (1. જ્ઞાન, નિર્ણય 2. અંત, અવસાન) સામાન્ય લોકમાં ઇશ્વરકત્વનો મત પ્રવર્તે છે. જૈનધર્મ તેવું નથી માનતો.કેમકે પરમાત્માએ લોક બનાવ્યો નથી પરંતુ જેવો છે તેવો બતાવ્યો છે. જગતમાં રહેલ સન્માર્ગ અને અસન્માર્ગ બન્નેનો પરિચય આપ્યો છે. હવે તેમાંથી કયો માર્ગ ગ્રહણ કરવો તેનો નિર્ણય તો અંતતોગત્વા વ્યક્તિએ પોતે જ કરવાનો રહે છે. - 26