________________ તે માટે નીચલી જાતિના ધોબી આદિના ઘરોમાં સાધુને આહાર લેવાનો નિષેધ કરેલ છે. કેમકે તેમના ઘરેથી ભિક્ષા લેતા લોકો એવું વિચારે કે શું જૈનધર્મના સાધુ આટલા હીન છે કે પોતાનું પેટ ભરવા માટે નીચજાતિવાળાના ત્યાં પણ ઘૂસી જાય છે. આથી શાસ્ત્રમાં તેવા ઘરોને અભોજયગૃહ તરીકે કહેવામાં આવેલા છે. સમયT - અમોનન (1) (અનાહાર, ઉપવાસ) મમત્ર -- અમતિન (ત્રિ.) (સ્વચ્છ, નિર્મલ) સિદ્ધશિલામાં બિરાજમાન સિદ્ધભગવંતોનો આત્મા સ્ફટિક જેવો પારદર્શી, દર્પણ જેવો સ્વચ્છ અને જેમાં કોઈ જાતના તરંગો નથી તેવા નિર્મળ જળ જેવો અચંચળ હોય છે. अमंगलनिमित्त - अमंगलनिमित्त (त्रि.) (અમંગળસૂચક નિમિત્ત, ભાવી અનિષ્ટ જણાવનાર ચિહ્નો) વ્યક્તિના ભવિષ્યને જણાવનાર જયોતિષ શાસ્ત્રની જેમ નિમિત્તશાસ્ત્ર પણ લોકમાં પ્રસિદ્ધ છે. શારીરિક અંગોનું સ્કરણ, પક્ષીઓના અવાજ વગેરે વ્યક્તિના ભાવિ મંગળ કે અમંગળના સૂચક છે. જ્યારે કોઈપણ કાર્ય કરવા માટે નીકળે છે ત્યારે અંગફુરણાદિ નિમિત્તથી તે પોતાના મંગળ કે અમંગળનું અનુમાન કરે છે. મા - મમf (ઈ.) (1. મિથ્યાત્વકષાયાદિ 2. કુમાર્ગ, ખરાબ રસ્તો 3. કુમત, કુદર્શન) મિથ્યાદર્શનની પ્રશંસા કરવી તે એક પ્રકારનો અતિચાર છે. જિનમાર્ગને પામેલ આત્માએ આવા કુમાર્ગથી દૂર રહેવું જોઇએ. જો ભૂલથી પણ તેની પ્રશંસાદિ થઇ જાય તો ગીતાર્થ ગુરુભગવંતની સમીપે તેનું પ્રાયશ્ચિત્ત લેવું ઘટે છે. અન્યથા મિથ્યાત્વનો દોષ લાગે છે. अमग्गलग्ग - अमार्गलग्न (पुं.) (1. મિથ્યાત્વી 2. પાર્થસ્થાદિ સાધુ) માત્ર વૈદિક, કપિલાદિ ધર્મને પામેલા જ મિથ્યાત્વી હોય છે એવું નથી. જિનધર્મ અને શ્રમણપણું પામ્યા પછી પણ વિપરીત આચરણ કરનારા પાર્થસ્થાદિ સાધુઓ પણ મિથ્યાત્વી જ છે. આથી જ તો તેવા પાર્થસ્થ-કુશીલાદિ સાધુઓને વંદનનો પણ નિષેધ કરવામાં આવેલો છે. મમયા (મામા) ય - માથાત (ઈ.) (1. ચોરી ન કરવી તે 2. અમારિ, અભયઘોષણા) લક્ષ્મી બે પ્રકારની કહેલી છે 1. ધનલક્ષ્મી અને 2. પ્રાણલક્ષ્મી. દીક્ષા લેનાર આત્મા વર્ષીદાન દ્વારા સૌ પ્રથમ ધન પ્રત્યેનું નિરપેક્ષપણું જાહેર કરે છે. અદત્તાદાન મહાવ્રતના ધારક સાધુ કદાપિ બીજાની વસ્તુ પૂક્યા વિના અડતાં પણ નથી તો પછી લેવાની તો વાત જ ક્યાં રહી. તેમજ સર્વથાપ્રાણાતિપાત મહાવ્રતના ઉચ્ચારણ દ્વારા જગતના તમામ જીવોને અભયદાન આપીને અમારિની ઘોષણા કરે છે. આમ તેઓ અન્યની ધનલક્ષ્મી કે પ્રાણલક્ષ્મીનું હરણ કરતાં નથી. ગમā - મમત્યિ (કું.). (મંત્રી, પ્રધાન) પ્રાચીન રાજાશાહીમાં રાજયનો કારભાર ચલાવવા માટે મંત્રીની નિયુક્તિ કરવામાં આવતી હતી. તેમાંય પૂર્વે એવો જ નિયમ હતો કે મંત્રીપદે જો કોઈને સ્થાપવા હોય તો જૈનપુરુષને જ સ્થાપવો. કેમકે ખાનદાની, વફાદારી, શૂરવીરતા અને કુનેહબુદ્ધિ આદિ ગુણો તેનામાં જ હોય. પૂર્વેનો ઇતિહાસ તપાસી જુઓ કપર્દિ, ચાણક્ય, અભયકુમાર, ઉદયન વગેરે મંત્રીઓ ધર્મે જૈન જ હતાં.