________________ સાસુરુત્ત - માર (ઉ.). (શીધ્ર કોપ પામનાર, ચંડક્રોધી) ચાર કષાયોમાં પ્રથમ કષાય ક્રોધને કહેલો છે. તેને પ્રથમ મૂકવાનું કારણ એક જ છે કે બીજા કષાયો પરોક્ષ રીતે તમને નુકસાન કરે છે. જ્યારે ક્રોધ તે તો સીધે સીધો પ્રત્યક્ષ રીતે ઘાત કરે છે. કારણકે ક્રોધી જીવનો પોતાની ઉપર કાબુ ન હોવાના કારણે નાની-નાની વાતોથી શીઘક્રોધ પામે છે. અને ક્રોધથી અભિભૂત થયેલો પુરુષ લોકમાં નિંદાને પાત્ર બને છે. પોતાના કેટલાય શત્રુઓ ઉભા કરે છે, અને અશુભ કર્મનો બંધ કરે છે. આવો ચંડક્રોધી જીવ ઇહલોક અને પરલોકમાં સ્વનું અહિત કરનારો હોય છે. * મારો (3.) (અતિક્રોધી, ચંડક્રોધી) * મારુષ્ટ (.) (શીઘ ક્રોધ કરનાર, અતિક્રોધી) ઉપમિતિ ભવપ્રપંચો કથામાં રાજકુમારની કથા આવે છે. રાજકુમાર અત્યંત અભિમાની અને અતિક્રોધી સ્વભાવનો હતો. પરંતુ તેનો એક સારૂં પાસુ એ હતું કે તેનો મિત્ર પુણ્યપુરુષ હતો. તે રાજકુમાર નાની બાબતોમાં ગુસ્સે થઇ જતો અને સામેવાળાને દબાવવાનો પ્રયત્ન કરતો હતો. પુણ્યપુરુષના પ્રતાપે તેને કોઇ કાંઇ જ કહેતું નહોતું. આના કારણે રાજકુમાર એમ માની બેઠો કે મારા ક્રોધના કારણે જે લોકો મને નમે છે. મારું સન્માન કરે છે. આથી તેનો ક્રોધી સ્વભાવ વધવા લાગ્યો. આથી કંટાળીને તેનો મિત્ર પુણ્ય તેને છોડીને ચાલી ગયો. તેના ગયા પછી તે રાજકુમારની જે કરૂણ કથની વર્ણવવામાં આવી છે. તે વાંચીને તમારા રૂંવાડા ઊભા થઇ જાય. તેને જે ગોઝારા દુખોમાંથી પસાર થવું પડે છે તે સાંભળીને તમારી આંખો ભીની થઇ જાય. માટે જ જ્ઞાની ભગવંતો કહે છે કે આ જગતમાં જ્યાં સુધી તમારું પુણ્ય બળવાન છે, ત્યાં સુધી જ લોકો તમને નમશે. જે દિવસે પુણ્ય પરવારશે તે દિવસે તમારી કિંમત કોડીની થઇ જશે. મrpf - માાનિ () (1. રસાયણ ક્રિયા 2. બળવાન બનાવનાર ખોરાક) શરીરને બળવાન અને તંદુરસ્ત બનાવવું હોય તો શુદ્ધ અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે. પૌષ્ટિક આહાર પેટમાં જવાથી જે રસાયણ પ્રક્રિયા થાય છે. તેનાથી શરીરમાં બળની વૃદ્ધિ થાય છે. આ વાત સર્વવિદિત અને સર્વમાન્ય છે. જો શુદ્ધ અને પૌષ્ટિક આહારથી શરીર બળવાન બને છે તે જેટલું સત્ય છે, તેટલું જ સત્ય એ પણ છે કે શુદ્ધ અને સાત્વિક ભાવનાથી તમારો આત્મા પણ હૃષ્ટ-પુષ્ટ થાય છે અને પુણ્યરૂપી બળ વધે છે. શરીરમાં અશુદ્ધ આહાર જવાથી જેમ શરીર બગડે છે. તેવી જ રીતે અશુભ વિચારથી તમારો આત્મા મલિન થાય છે. માળિય - માનિત (a.) (કાંઇક બળવાન કરેલ) ગાય - ગા (ઈ.) (જલાદિથી વૃક્ષને સિંચવું, સિંચવાનું સાધન) શરીરને ખોરાક ન આપો તો દુર્બળ બની જાય છે. વૃક્ષને પાણીથી સિંચવામાં ન આવે તો સૂકાઇ જાય છે. અગ્નિમાં ઘી વગેરે નાંખવામાં ન આવે તો હોલવાઈ જાય છે. તેવી રીતે તમારા મનને સદ્વિચારો કે શુભ ચિંતનમાં જોડવામાં ન આવે તો તમારું જીવન અને આત્મા બન્નેને નાશ પામતાં કોઈ રોકી શકતું નથી. કારણ કે સદ્વિચારોની ગેરહાજરીમાં દુષ્ટ વિચારો તમારા મનનો કબજો લઇ લે છે અને આત્માને દુર્ગતિ તરફ ધકેલી જાય છે. જો મન શુભ વિચારોથી ભરેલું હશે તો દુર્વિચારોને પ્રવેશવાનો માર્ગ જ નહીં રહે. આથી તમારા ચિત્તને સારા વિચારોથી સિંચતા રહો. માવા - ઝાલર (ર) (1. સેવવું, આચરવું 2. મૈથુનક્રિયા) 399 -