________________ आसेवणा - आसेवना (स्त्री.) (1. સંયમમાં અતિચાર લગાવવા તે 2. સૂત્રોક્ત અનુષ્ઠાન કરવું તે 3. આરોપણ કરવું) શાસ્ત્રમાં સંયમના આસવના અને પ્રતિસેવના એવા બે ભેદ આવે છે. આગમોક્ત વિધિ અને પ્રતિષેધને અનુસરીને સમ્યફ રીતે સંયમનું પાલન કરવું તે આસેવના છે. અને તે જ વિધિ-પ્રતિષેધનો વિચ્છેદ કરીને મનસ્વીપણે વર્તવું, સંયમમાં દોષો લગાવવા તે પ્રતિસેવના છે. જે ખરેખર મોક્ષાભિલાષી અને પાપભીરૂ છે તે જીવ કદાપિ પ્રતિસેવનાને આચરતો નથી. आसेवणाकुसील - आसेवनाकुशील (पुं.) (કુશીલ સાધુનો એક ભેદ) ગુરુવંદન ભાષ્યમાં વંદનને અયોગ્ય પાંચ પ્રકારના સાધુ કહેલા છે. તેમાંનો એક ભેદ કુશીલનો છે. શીલ એટલે આચાર જે કલ્સીત આચારવાળા હોય તેવા સાધુ કુશીલ છે. અર્થાતુ શાસ્ત્રમાં કહેલ ઉત્સર્ગ માર્ગનો ત્યાગ કરીને માત્ર અપવાદમાર્ગનું સેવન કરનારા તથા સંયમના પ્રત્યેક આચારમાં દોષ લગાડનારા કુશીલ સાધુને આસેવનાકુશીલ કહેલા છે. आसेवणासिक्खा - आसेवनाशिक्षा (स्त्री.) (શિક્ષાનો એક ભેદ) માવિર - માવિત (ર) (સમ્યફ રીતે આચરેલ, વારંવાર સેવેલ) અકબરે બીરબલને એક ઉખાણું પૂછવું જેનો જવાબ એક જ હોવો જોઇએ. રોટી જલી ક્યું, ઘોડા અડા ક્યું, ઔર વિદ્યા ભૂલી કર્યું હાજરજવાબી બીરબરલે પળભરનોય વિલંબ કર્યા વિના તરત કહ્યું કે ઘૂમાયા નહીં ઇસ લીયે. જો રોટલીને વારંવાર ફેરવવામાં ન આવે તો બળી જાય. ઘોડાને રોજ ફેરવવામાં ન આવે તો તે આળસી થઈ જાય અને વિદ્યાનું દરરોજ પુનરાવર્તન કરવામાં ન આવે તો મેળવેલ સમસ્ત વિદ્યા નાશ પામે છે. તેવી જ રીતે આપણાં આત્મા ઉપર અનાદિકાલીન કુસંસ્કારોનો મેલ ચઢેલો છે. તેને દૂર કરવા માટે નિરંતર સતત સદાચારોનું પાલન કરતાં રહેવું જ પડે. જો તેમાં પ્રમાદ કરીને આરામ કરવા બેઠા તો આગળ કરેલી તમામ મહેનત નિષ્ફળ થઈ જાય છે. માણોમ - અશ્વગુણ (ઈ.) (આસો માસ) માત્ય - અશ્વત્થ (ઈ.) (બહુબીજ વૃક્ષવિશેષ, પીપળાનું વૃક્ષ) (કહેનાર) કિરાતાર્જુનીયમ્ કાવ્યમાં એક બહુ જ સરસ વાત આવે છે. ભીલ ગુપ્તચર યુધિષ્ઠિરને હસ્તિનાપુરની સઘળી બાતમી આપી રહ્યો હોય છે. તે સમયે તે રાજા દુર્યોધનના નૂપગુણના વખાણ કરતો હોય છે. ત્યારે ભીમ તેને ડરાવતા કહે છે કે તને યુધિષ્ઠિર સમક્ષ દુર્યોધનના વખાણ કરતાં ડર નથી લાગતો? ત્યારે ગુપ્તચર કહે છે કે, હે ગદાધારી ભીમ! આ જગતમાં સત્ય કહેનારા પણ મળશે અને પ્રિય કહેનારા પણ મળશે. પરંતુ સત્ય અને પ્રિય બન્ને કહેનારા બહુ જ ઓછા લોકો મળે છે. માટે આવા લોકો પર રાજાએ ક્યારેય ક્રોધ કરવો ન જોઇએ. માત્ર - માહત્ય (વ્ય.) (1. ઉપસ્થિત કરીને 2. કદાચિત, સહસા 3. લાવીને) આમ તો કદાચ એક માત્ર શબ્દ છે. જે બારાક્ષરીના જોડાણોથી બનેલો છે. પરંતુ તેનો વિવિધ સ્થાનોમાં કરેલો ઉપયોગ લાગણીઓની વિવિધતા ઉત્પન્ન કરે છે. જ્યાં બધે જ હારી જવાના નિમિત્તો હોવા છતાં યોદ્ધા વિચારે કે એકવાર વધુ પ્રયત્ન કરી જોઉં કદાચ જીતી પણ જવાય. આ વિચાર તેને વધુ દૃઢ બનાવે છે. અને તેના સ્થાને વિચાર આવે કે કદાચ હારી પણ જઇએ તો જીતેલી બાજી -400