________________ તુવર - શુa (3) (શીધ્ર ગતિ કરનાર) શાસ્ત્રોમાં આત્માને ઘણાં ઉપનામોથી સંબોધવામાં આવેલો છે. તે ઉપનામોમાં એક આશ્ચર પણ છે. આશુ એટલે તીવ્ર, શીઘ, જલ્દી વગેરે, અને ચર એટલે ચરનાર, ફરનાર, ગતિ કરનાર વગેરે. તત્ત્વાર્થીદિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પુદ્ગલને એક સ્થાનેથી બીજા સ્થાને ગતિ કરવામાં અસંખ્ય સમય લાગી જાય છે. જ્યારે આત્માને એક ભવમાંથી બીજા ભવમાં અથવા સંસારમાંથી મોક્ષમાં પહોંચવા માટે વધુમાં વધુ ચાર સમય અને ઓછામાં ઓછો એક સમય લાગે છે. આ વાત પરથી તમે અનુમાન લગાવી શકો છો કે પુદ્ગલ કરતાં આત્માની શક્તિ કેટલી વધુ છે? માસુર - માસુર () (1. આસરી ભાવના, જેના દ્વારા અસુરયોનિના કર્મોનો બંધ થાય તે 2. અસુરસંબંધિ, ભવનપતિ કે વ્યંતર સંબંધિ૩. વિવાહનો એક ભેદ) ભવનપતિના દસ ભેદોમાં એક ભેદ અસુર દેવનો પણ છે. ભવ ભલે દેવનો હોય પરંતુ તે નિમ્નકક્ષાનો કહેલો છે. તે દેવો વિલાસી અને અનિષ્ટ કાર્યોમાં આનંદ કરનારા હોય છે. આ વાત થઇ દેવોની જ્યારે મનુષ્યો દેવ નથી પરંતુ તેમની કેટલીક ભાવનાઓ કે પ્રવૃત્તિઓને આધારે દેવની સાથે જોડવામાં આવેલી છે. જેવી રીતે અમુક મનુષ્યો ભોગવિલાસોમાં છોક્ટા થઇને બીજાને પજવવાનું, હેરાન કરવાના, સતત બીજાને પરેશાન કરીને આનંદ લેનારા હોય છે. તેઓનું મન સતત એ જ વિચારોમાં ચાલતું હોય કે હવે હું એવું શું કરું કે જેથી બીજો દુખી થાય અને મને આનંદ મળે. આવા મનુષ્યોની ભાવના અને પ્રવૃત્તિ અસુરને તુલ્ય હોવાથી તેઓને આસુરી ભાવનાવાળા કહેવામાં આવેલા છે. માતુરતા - સુરત (a.) (આસુરીપણું, આસુરીભાવ) મસુરા (f) - આસુરી (જં.) (જેના દ્વારા અસુરોનિમાં ઉત્પન્ન થવાય તેવી ભાવના કે પ્રવૃત્તિ) જૈનધર્મ અસુરને રાક્ષસ નથી માનતો. અસુર પણ એકદેવયોનિ છે. તે યોનિમાં ઉત્પન્ન થનારા જીવો અસુર કહેવાય છે. હા એક વાત ચોક્કસ છે કે તે દેવયોનિ હોવા છતાં પણ અશુભ છે. કારણ કે ત્યાં ઉત્પન્ન થયેલા જીવને પુણ્યબંધ કરતાં પાપનો બંધ અધિકમાત્રામાં થતો હોય છે. સ્થાનંગસૂત્રમાં કહેલું છે કે આવી અસુયોનિના આયુષ્યકર્મનો બંધ ચાર પ્રકારના જીવો કરે છે. 1. ક્રોધી, 2. કલહકારી, 3. આહાર-ઉપધિ વગેરેની લાલચથી તપ કરનાર અને 4. સતત લાભાલાભનો વિચાર કરીને સ્વાર્થપૂર્ણ પ્રવૃત્તિ કરનાર જીવ આસુરી ભાવ અને ભવને પામે છે. ગાસુર - મસુરિ (ઈ.) (સાંખ્યમત સ્થાપક કપિલના પ્રથમ શિષ્ય) आसुरिय - आसुरिक (पुं.) (1. સતત ક્રોધમાં રક્ત 2. અસુર ભવમાં ઉત્પન્ન થયેલ) આત્મામાં પડેલા દોષોનું જો સમયસર નિરાકરણ કરવામાં ન આવે તો તે ભવ,ભાવ અને ક્ષેત્રની અપેક્ષાએ નિમ્નતા અને વિસ્તૃતા પામે છે. જેવી રીતે ચંડકૌશિક જ્યારે સાધુના ભવમાં ક્રોધી હતાં તો તે ક્રોધ માત્ર ઉપાશ્રય પુરતો હતો. ત્યાં ક્રોધને ન વાર્યો તો બીજો ભવ મિથ્યાષ્ટિ સંન્યાસીનો મળ્યો, ક્ષેત્ર ઉપાશ્રયથી વધીને આશ્રમ બન્યો અને સાધુના ભવ કરતાં સંન્યાસીના ભાવમાં ક્રોધની તીવ્રતા વધી. અને તે ભાવમાં પણ ક્રોધ દુર્વાર બનતાં. ત્રીજો ભવ સર્પનો મળ્યો, ક્ષેત્રફળ આખું જંગલ બન્યું અને જે ક્રોધ અત્યાર સુધી માત્ર મનમાં હતો તે વધીને આંખોમાં આવી વસ્યો. અર્થાત્ દૃષ્ટિવિષ સર્પનો અવતાર મળ્યો. જેના પ્રભાવે તે ત્રિલોકનાથ પરમાત્મા મહાવીરદેવને ડસવા સુધીનું અધમકૃત્ય કરી બેઠો. માસુર્થ (2) (અસુરભાવ, અસુરસંબંધિ ભાવ) 3980