________________ आसीविसभावणा - आशीविषभावना (स्त्री.) (ત નામે એક અંગબાહ્ય કાલિકહ્યુત) આ એક અંગબાહ્ય કાલિકશ્રુત છે. તેની અંદર આશીવિષ લબ્ધિની પ્રાપ્તિની પ્રક્રિયા, તેનું સામર્થ્ય વગેરે સ્વરૂપ વર્ણવવામાં આવેલું છે. આ શાસ્ત્રનું અધ્યયન કરવાના અધિકારી ચૌદવર્ષના દીક્ષાપર્યાયવાળા મુનિ ભગવંત જ છે, વર્તમાન સમયમાં આ શ્રત વિચ્છેદ પામી ગયું હોવાથી ઉપલબ્ધ નથી. પરંતુ અન્ય અન્ય શાસ્ત્રોમાં તેના ઉલ્લેખો મળે છે. आसीविसलद्धि - आशीविषलब्धि (स्त्री.) (ઇનિષ્ટ કરવાના સામર્થ્યવાળી એક લબ્ધિ) જેવી રીતે આશીવિષ સર્પ છે તેવી જ રીતે અનેક લબ્ધિઓમાંથી આશીવિષ નામની એક લબ્ધિ આવે છે. તીવ્ર સાધના અને પરિશ્રમથી મનુષ્યને પણ એવું સામર્થ્ય પ્રાપ્ત થાય છે કે જેના પ્રતાપે તે અન્યનું હિત કે અહિત કરી શકે છે. માણસ - મણિ (.) (આશીર્વાદ) પ્રાણુ - મા(.) (શીધ્ર, જલ્દી) સુક્ષર - માશુર (ઈ.) (જેનાથી તુરંત મૃત્યુ નીપજે તે, મૃત્યુ લાવનાર સર્પદંશ-વિસૂચિકા વગેરે) જગતનો કોઇ જ જીવ મરવા માંગતો નથી. આથી જેના દ્વારા પ્રાણોનો ઘાત થાય તેવા દરેક નિમિત્તોથી બચીને ચાલે છે. દ્રવ્ય પ્રાણોને બચાવવા માટેના સઘળા પ્રયત્નો કરનારો જીવ પોતાના ભાવપ્રાણોને બચાવવાનો એક તસુભર પણ પ્રયત્ન કરતો જોવા નથી મળતો. શરીરનો નાશ થવો તે દ્રવ્ય પ્રાણનો નાશ છે, જ્યારે ઉદારતા, સરળતા, વિનમ્રતા, સહચારીપણું વગેરે ભાવપ્રાણ છે. દ્રવ્ય પ્રાણોના નાશથી માત્ર એક ભવ બદલાય છે. જ્યારે ભાવપ્રાણના નાશથી અનંતા ભવો બદલવા પડે છે, એ ધ્યાન રાખજો . आसुक्कारोवगय -- आशुकारोपगत (त्रि.) (સર્પદંશ કે વિસૂચિકાદિથી મૃત્યુ પામેલ) માસુ - માણT (ઈ.) (1. સૂર્ય 2. બાણ) બાણને સંસ્કૃતમાં મારા કહેલ છે. જેનો અર્થ થાય છે શીધ્ર ગતિ કરનાર. જેવી રીતે ધનુષ્યમાંથી છૂટેલું બાણ શીઘ્રગતિ દ્વારા પોતાના લક્ષ્યને ભેદ્યા વિના રહેતું નથી. તેવી જ રીતે આપણી મન-વચન અને કાયાની પ્રવૃત્તિ કર્મનો બંધ કર્યા વિના રહેતી નથી. એક વાર શુભ કે અશુભ પ્રવૃત્તિ થઇ ગઇ એટલે તદનુસાર શુભ કે અશુભ કર્મનો બંધ થઈને જ રહે છે. આથી જ તો કહેવામાં આવેલું છે કે શુભ વસ્તુને કરવા માટે બહુ રાહ નહીં જોવી. તુરંત જ તે કાર્ય કરી લેવાનું. તથા અશુભ કાર્ય કરતાં પહેલાં તેના માટે સો વાર વિચાર કરવો અને પછી તેને નિષ્ફળ કેવી રીતે કરાય તે બાબતે પ્રયત્નો કરવા. સુપUOT - મારુ (ઈ.) (તીવ્ર બુદ્ધિવાળો, ઔત્પાતિકી બુદ્ધિવાળો) પ્રજ્ઞાનો અર્થ થાય છે બુદ્ધિ, જેના દ્વારા બોધ થાય તે બુદ્ધિ છે. આ બુદ્ધિના જીવ અનુસાર અનેક પ્રકાર છે. કોઇની બુદ્ધિ મંદ હોય છે તો કોઇકની મધ્યમ હોય છે. તો વળી કોઇક તીવ્ર બુદ્ધિનો સ્વામી હોય છે. કોઇક બુદ્ધિ દ્વારા અન્યનું કે પોતાનું અનિષ્ટ કરે છે. તો કોઇ પોતાની ઔત્પાતિકી બુદ્ધિ દ્વારા સ્વ અને પરનું હિત કરે છે. જેવી રીતે અભયકુમારની બુદ્ધિ કાયમ બીજાનું હિત કરનારી હતી. આથી જ તો દિવાળીના ચોપડા પૂજનમાં લખાય છે કે અભયકુમારની બુદ્ધિ હોજો . કોઇ પણ હિટલર કે દાઉદની બુદ્ધિ નથી માંગતું કારણ કે તે બુદ્ધિ વિનાશને નોંતરનારી છે.