________________ ઘોડાને ચલાવનાર અશ્વારોહીને ઘોડાની પ્રત્યેક ચાલગતની જાણકારી હોય છે. તેના પ્રત્યેક લક્ષણોથી તે વાકેફ હોય છે. કયો ઘોડો કેવો છે. કેટલા પાણીમાં છે. તાકતવર છે કે નિર્બળ છે. શું કરવાથી તેનું હિત થશે અને શું ન કરવાથી અહિત થશે. તેની સઘળીય માહિતી તેની પાસે છે. આવા જાણકાર સંચાલકની પાસે જે અશ્વની ટ્રેનિંગ થાય તે કેવી ઉત્તમતાને પામે છે. તે કહેવાની જરૂર રહેતી નથી. કેવલજ્ઞાની તીર્થંકર પરમાત્મા અને શ્રુતજ્ઞાની ગુરુદેવ પણ આવા જ સક્ષમ સંચાલક છે. તે જગતના જીવોની પ્રત્યેક રગરગથી વાકેફ છે. જીવના આત્મોદ્ધાર માટે શું યોગ્ય છે અને શું અયોગ્ય છે. શેનાથી આત્મા પુષ્ટ થાય છે અને શેનાથી આત્મા દુષ્ટ થાય છે. તેની બધી જ માહિતી તેઓની પાસે છે. આપણો પુણ્યોદય છે આવા દેવગુરુની પ્રાપ્તિ થઇ છે. તમે વિચારી જુઓ કે આવા દેવ-ગુરુની નિશ્રામાં રહીને આપણે કેટલા ઉજળા થઈ શકીએ છીએ. સાવા - સતાપર (ર) (અપહરણ, ચોરવું) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વાસુપૂજય જિનના સ્તવનમાં પરમાત્માને ચોર કહ્યા છે. તેઓ કહે છે કે હે પરમાત્મા ! જેવી રીતે ચોર બીજાના ધનની ચોરી કરે છે. તેવી રીતે આપે અમારાં મનની ચોરી કરી છે. અમારું મનરૂપી ધન તમે ચોરી લીધું છે. મારું મન મારી પાસે નથી. તે વારેઘડીએ તમારી બાજુ દોડી આવે છે. સ્વામી તમે કાંઇ કામણ કીધું ચિત્તડું હમારું ચોરી લીધું સ્વામી તમે મોટા જાદુગર છો. તમારી વાતોમાં લાવીને તમે અમારા મનનું અપહરણ કરનાર છો. અને જે ચોરી કરે છે તે તો ચોર જ કહેવાય ને? મણિયાવાય - ૩માર (કું.) (આશીર્વાદ) આજના મોડર્ન જમાનામાં જીવનારા માણસની વર્તણુંકો ઘણી જ આશ્ચર્યજનક હોય છે. ઘરમાં માં-બાપને ભાંડે છે અને મંદિરોમાં માતાજીના આશીર્વાદ લેવા તલપાપડ થતો હોય છે. ઘરના વડીલોને ભૂખે મારે છે અને મંદિરમાં રહેલા ભગવાનોને લાખોનો ભોગ ચઢાવે છે. અરે ! જેણે ઘરના ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત નથી કર્યા તેને મંદિરમાં બેઠેલા ભગવાનના આશીર્વાદ ક્યારેય નથી મળતાં કે નથી ફળતાં. આશીર્વાદ એક એવું તત્ત્વ છે જે દેખાતું નથી. પણ જેને પ્રાપ્ત થાય છે તેની જીંદગી તારી દે છે. અને જે તેનાથી વંચિત રહી જાય છે તેને ડૂબાડી દે છે. જ - (સ્ત્ર) (સર્પની દાઢા) સર્પનું ઝેર તેનાં દાંતમાં હોય છે. વિછીનું ઝેર તેની પૂંછડીમાં હોય છે. જયારે ઇર્ષ્યાળુનું ઝેર તેની રગેરગમાં રહેલું હોય છે. કહેવાય છે કે સર્પ કે વિંછી જેને ડસે છે તેનું જ નુકસાન થાય છે. પોતાને કોઈ જ તકલીફ થતી નથી. જ્યારે ઝેરથી ભરેલા ઇર્ષાળુની પ્રવૃત્તિના કારણે માત્ર સામેવાળાનું નુકસાન નથી થતું. પણ સાથે સાથે પોતાનું પણ નુકસાન થાય છે. આધ્યાત્મિક રીતે તે અધોગતિએ જાય છે. તેમજ વ્યવહારીક દૃષ્ટીએ તે લોકોની વિશ્વસનીયતા ગુમાવે છે અને તિરસ્કારને પાત્ર બને છે. બાdi - માન (7). (બેસેલ, બેઠેલું) आसीविस - आशीविष (पुं.) (સર્પવિશેષ, જેની દાઢામાં ઝેર રહેલું છે તે) ભગવતીજી સૂત્રમાં ભગવાન મહાવીર જણાવે છે કે હે ગૌતમ આશીવિષ બે પ્રકારના હોય છે. પ્રથમ જેને જન્મથી જ વિષની પ્રાપ્તિ થઈ છે તેવા સર્પ વગેરે જાત્યાશીવષ. તથા બીજા તપ કે ચારિત્રના પ્રભાવે બીજાને શ્રાપાદિ આપીને અન્યનું નુકસાન કરવાની પ્રવૃત્તિવાળા મનુષ્યો કર્યાશીવિષે જાણવા. વિસર - માવિકત્વ () (શ્રાપ અને અનુગ્રહનું સામર્થ્ય) 396