________________ અંધ બનેલો છે અને તેમાંય તેને સેંકડો છિદ્રવાળી હોડીરૂપ અશુભ નિમિત્તો મળેલા છે. આવો વિષયલંપટ જીવ પછી કોઇ દિવસ સંસારસાગર તરી શકે ખરો? નહીં જ ને! માણIR - શ્વાસ () (1. આશ્વાસન, સહારો 2. વિશ્રામનું સ્થાન) તમને ધનની જરૂર હોય, કોઈ નવું કાર્ય કરવું હોય કે પછી વ્યવહારીક પ્રસંગોમાં ક્યાંક મુંઝવાતા હો. અને તેવા સમયે કોઇ આવીને તમને માત્ર એટલું જ કહે કે ભાઈ! કોઇ જ ચિંતા ન કરતો હું તારી સાથે છે. બસ! આશ્વાસનના આ બે શબ્દો મોટું બળ પુરુ પાડે છે. દેવ અને ગુરુ પણ આવા જ મોટા આશ્વાસક છે. તેઓ કહે છે કે તારા જીવનમાં કોઇપણ તકલીફો આવે, કોઇપણ મૂંઝવણ ઉભી થાય તો ચિંતા ન કરીશ. હું હંમેશાં તારી પડખે ઊભો છું. જે જીવને દેવ-ગુરુના સહારાનો અહેસાસ થયેલો હોય છે, તે જીવનમાં આવનારી મુસીબતોથી કોઇ દિવસ ડઘાતો નથી. તે નિરાશાની ખાઈથી જોજનો દૂર હોય છે. आसासंकरसमुब्भव - आश्वासांकुरसमुद्भव (न.) (આશ્વાસનરૂપી અંકુરથી ઉત્પન્ન થયેલ). એક જગ્યાએ બહુ જ સરસ પંક્તિ વાંચી હતી. “કશેક અટકું છું તો ઇશારો આપે છે કોઈ, કશેક ભટકું છું તો સાથ આપે છે કોઈ. હે ઈશ્વર તારું જ શરીર છે આ, અને આત્માય, તું જે આપી શકે ક્યાં આપી શકે છે કોઈ?”જીવનમાં એવા ઘણાંય વળાંકો આવે છે જ્યાં અગમ્ય કે અદેશ્ય સહારો મળી જાય છે. અને આવા અદશ્ય આશ્વાસનોમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય છે તેની અનુભૂતિ જ કાંઇક અલગ હોય છે. તે માત્ર અનુભૂતિનો જ વિષય બની રહે છે. કેમ કે તેને વર્ણવવા માટેના પ્રત્યેક શબ્દો વામણાં અને અધૂરાં પૂરવાર થાય છે. आसासदीव - आश्वासद्वीप (पुं.) (આશ્વાસનરૂપી દ્વીપ) સમુદ્ર માર્ગે મુસાફરી કરવા નીકળેલો જીવ ભયંકર તોફાનો વચ્ચે ઘેરાઇ જાય. દિવસોના દિવસો સુધી તેને ખાવા અનાજ ના મળે, પીવા પાણી ન મળે. દૂર દૂર સુધી પાણી જ પાણી હોય અને તેવા સમયે અચાનક કોઇક દ્વીપ મળી જાય તો તેના ચહેરા પરની ચમક, અંતરમનમાં કેવો આનંદ ઉમડે તે કહો જોઉં? તે આનંદની અનુભૂતિ અવિસ્મરણીય અને વર્ણનીય હોય છે. તેવી જ રીતે જે જીવ સંસારસમુદ્રથી થાકી ગયો હોય. ભોગસુખોથી ઉબકી ગયો હોય. તેને સંસાર જેલરૂપી લાગતી હોય અને અચાનક આશ્વાસન આપનાર દ્વીપ સમાન દેવ-ગુરુ મળી જાય તો તેના મનની સ્થિતિ કેવી હોઇ શકે? તે જરા વિચારી જો જો. બીજા માટે અનુમાન કરવું અશક્ય છે. પરંતુ જે આ પરિસ્થિતિમાંથી પસાર થયો હોય તે જ તેના આનંદનું અનુમાન લગાવી શકે છે. સિત્ત - માફિ# (ઈ.) (1. કંઇક સીંચેલું, પાણીથી છાંટેલ 2. નપુંસકનો એક ભેદ) માણિક - સામિન () (શીધ્ર, જલ્દી) સંસ્કૃત સુભાષિતોમાં એક ઉક્તિ આવે છે. અમર્થ શોધ અર્થાત્ કોઇ શુભ કાર્ય કરવું હોય તો તેમાં ઉતાવળ કરવી. તે જેટલું જલ્દી બને તેટલું કરી લેવું. કારણ કે શુભ કાર્ય માટેનો શુભ સમય વારંવાર પ્રાપ્ત થતો નથી. જિનેશ્વર પરમાત્મા પણ તે જ કહે છે કે તમારા મનમાં કોઇ શુભ વિચાર આવ્યો કે મારે અમુક કાર્ય કરવું છે તો પછી તેને કરવા માટેની રાહ ન જુઓ. જેટલું જલ્દી બને તેટલું કરી લેવું. કારણ કે કાળ, મન અને આયુષ્યનો કોઈ ભરોસો નથી તે ત્રણેય ચંચળ છે. ફરીવાર તે કરવા માટેનો અવસર પ્રાપ્ત થયો ન થયો તો ? મસિર - મશ્રિત (ર.) (આશ્રય પ્રાપ્ત, શરણાગત) * મfશ્વર્જ(ઉ.) (અશ્વારોહી, અશ્વનો સંચાલક)