________________ જે કર્મના ઉદયે કે પછી જે વર્તનના કારણે જીવ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ થાય છે તે દરેક પ્રવૃત્તિ આશાતના છે. આનો બીજો અર્થ કરીએ તો જે પ્રવૃત્તિના કારણે જીવ દુઃખની નજીક જાય છે તે આશાતના છે. અને હું માનું છું ત્યાંસુધી જગતનો કોઇપણ જીવ દુઃખને કદાપિ ઇચ્છતો નથી. પ્રત્યેક જીવને સુખ જોઇએ છે. પછી તે ક્ષણિક હોય કે શાશ્વત જોઇએ છે તો માત્રને માત્ર સુખ જ. જો દુઃખની નજીક જવું ન હોય તો તેવી પ્રવૃત્તિનો ત્યાગ કરવો જ ઘટે. आसायणा - आशातना (स्त्री.) (1, આશાતના, વિનયાદિ મર્યાદાનો ભંગ કરવો તે 2, પ્રતિષિદ્ધ કાર્યને કરવું તે 3. જેનાથી લધુતા પ્રાપ્ત થાય તે). આશાતના તે જૈન પારિભાષિક શબ્દ છે. સામાન્યથી આશાતનાનો અર્થ એવો કરવામાં આવે છે કે પૂજય વસ્તુ કે વ્યક્તિનું બહુમાન ન સાચવવું તે આશાતના છે. પરંતુ તાત્ત્વિક રીતે જોવા જાવ તો માત્ર તેમનું બહુમાન ન સાચવવું તે આશાતના નથી, અપિતુ તે વ્યક્તિ વગેરે પ્રત્યેનો ઉપેક્ષાભાવતે આશાતના છે. શાસ્ત્રમાં આવી ઉપેક્ષાના ત્રણ સ્થાન કહેલા છે. દેવની આશાતના, ગુની આશાતના અને ત્રીજી ધર્મની આશાતના. આ ત્રણેય પ્રત્યે બહુમાન હોવું જ જોઈએ. હવે જો બહુમાન નથી તો કદાચ ચાલી જશે પણ તેના પ્રત્યે ઉપેક્ષા હશે તો સમજી લેજો કે તમે ખરેખર બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. સમજદારી એમાં જ છે કે શક્ય એટલું જે-તે આશાતનાઓથી બચીએ. आसायणिज्ज- आस्वादनीय (त्रि.) (આસ્વાદને યોગ્ય, ચાખવા યોગ્ય) आसायवडिया - आस्वादप्रतिज्ञा (स्त्री.) (વિષયભોગની પ્રતિજ્ઞા) કહેવાય છે કે ચક્રવર્તી પોતાના જીવનમાં પ્રતિબોધ પામીને દીક્ષા લે છે તો તેના પ્રભાવે તે સ્વર્ગ અથવા મોક્ષને પ્રાપ્ત કરે છે. પણ જો વિષયભોગમાં આસક્ત થઇ જાય છે તો તે નિયમો સાતમી નરકે જાય છે. જયારે વાસુદેવ માટે ફરજીયાત નરક જ કહેલી છે. તેની પાછળનું કારણ એ છે કે ચક્રવર્તીને જે સમૃદ્ધિ પ્રાપ્ત થઇ છે તે સાહજીક રીતે પુણ્યપ્રભાવે પ્રાપ્ત થઇ છે. જ્યારે વાસુદેવને જે સમૃદ્ધિ પ્રાપ્ત થઇ છે તેમાં તેણે પોતાના પુણ્યને દાવ પર મૂકીને નિયાણું કર્યું હોય છે. અર્થાતુ પોતાની સાધનાથી પ્રાપ્ત અઢળક પુણ્યને વેચીને વિષયભોગ પ્રાપ્તિની પ્રતિજ્ઞા કરી હોય છે. આથી તે નિયાણ તેને દુર્ગતિમાં લઇ જનારું બને છે. आसारेंत - आसारयत् (त्रि.) (ખસતો, સરકતો) માનનિય - મનિજ (ઈ.) (સર્પની એક જાતિ) શાસ્ત્રોમાં આશાલિક સર્પનું વિવરણ આ પ્રમાણે કરવામાં આવેલું છે. આશાલિક સર્પ અસંજ્ઞી, મિથ્યાષ્ટિ, અંતર્મુહૂર્તના આયુષ્યવાળો અને જધન્યથી અંગુલના અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી બારયોજનની ઉંચાઇવાળો હોય છે. કહેવાય છે કે ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ અને સમ્રાટના સૈન્યને ક્ષણભરમાં બારયોજનના ખાડામાં ધકેલી દઇને નાશ કરવાની શક્તિ આ સર્પ ધરાવે છે. માણાવળ - માત્રાઉજ (શિ.) (બંધક, બાંધનાર, બંધન કર્તા). માલિil - Mાત્રતff (a.) (છિદ્રવાળી નાવ, છિદ્રયુક્ત હોડી) સૂયગડાંગ સૂત્રમાં એક સરસ મજાનું ઉદાહરણ આપવામાં આવેલું છે. કોઇ જીવ જન્મથી જ અંધ છે અને તેને નદીની બીજી પાર જવું છે. જોગાનું જોગ તેને એક હોડી તો મળી ગઇ, પરંતુ તે હોડીમાં સેંકડો છિદ્ર છે. હવે બોલો! આવો જીવ કોઇ દિવસ નદી પાર કરી શકવાનો છે? કે પછી ડૂબી જવાનો છે? બસ ! આવી જ હાલત ભવાભિનંદી જીવની છે. એક તો પોતે વિષયભોગોમાં 3940