________________ પાસે નથી રહેતું. આપ તો અમારા ચિત્ત ચોર છો. વારે ઘડીએ અમારું મન તમારી પાસે દોડી આવે છે. તમારા વિના બીજું કાંઇ સૂઝતું જ નથી. અમારું ચિત્ત અમને પાછું આપો. g" (5) - માનુ (6) (કંદવિશેષ, સાધારણ વનસ્પતિ, બટાટા) ઝનૂન - માતૂન () (કાંઇક છેદાયેલ, સારી રીતે છેદાયેલ). આપણી આંગળી કે અંગ છરી કે કોઇપણ વસ્તુથી જરાક જેટલું છેદાય છે કે તરત જ મોંમાંથી સિસકારો નીકળી જાય છે. આપણે આંગળી પકડીને અઠવાડીયા સુધી ગાણું ગા ગા કરીએ છીએ. તો પછી વિના કારણે ફૂલ કે વનસ્પતિઓને તોડતાં ક્યારેય વિચાર કરો છો ખરા? કે આમાં પણ જીવ છે. તેનું છેદન-ભેદન કરવાથી તેઓને પણ તકલીફ થાય છે. અરે ! રોજ શાકભાજી સમારતા વિચાર આવે છે ખરો કે આના દ્વારા હું એક જીવની હત્યા કરું છું. નહીં ને બસ ! આપણને આપણી જ તકલીફ દેખાય છે. બીજાને પહોંચતા દુખની જરાપણ પરવાહ નથી કરતાં. જેવી રીતે આપણામાં જીવ છે તેવી જ રીતે વનસ્પતિ અને શાકભાજી વગેરેમાં પણ જીવ વિદ્યમાન છે. તેમની તકલીફનો પણ વિચાર કરવો જોઇએ. માનેલું- નેણ () (આલિંગન કરવા માટે, આશ્લેષ કરવા માટે) માને - મને (4) (લેપ, વિલેપન) आलेवण - आलेपन (न.) (લેપ, વિલેપન, અલ્પ લેપ) નિશીથ સૂત્રમાં તત્ત્વોપદેશને ઘા અને તેની ઔષધિની સાથે સરખાવ્યું છે. જેમ કોઇને શરીર પર ઘા થયો હોય. તેને પ્રથમ ઔષધિનું વિલેપન કરીને શીતલતા અપાય છે. ત્યાર બાદ તેને રૂચિ થતાં તેના ઘાની સાફ સફાઇ અને વિશેષ ઉપચાર કરાય છે. તેવી જ રીતે કોઇપણ જીવને પ્રથમ સૂત્રને અર્થનું કથન કરવું જોઇએ. સૂત્રાર્થના કથનથી જો તે જીવ આકર્ષિત થાય છે અને વિશેષ બોધ માટે આગળ વધવાની ઇચ્છા રાખે, તો તેને નિયુક્તિ વગેરેનો વિશેષથી બોધ કરાવે. માનેવUIનાથ - માપનનાત (2) (લેપના પ્રકાર) માનેદ - માનેલ () (ચિત્ર) લોકોના વાણી કે વ્યવહાર ઉપરથી આપણે તેમનું એક માનસિક ચિત્ર તૈયાર કરી દઇએ છીએ. પછી જયારે પણ તેની ગેરહાજરીમાં માત્ર તેનું નામ આવે કે તરત જ તે ચિત્ર ઉપસ્થિત થઇ જાય છે. ફલાણા ભાઈ તો કંજૂસ, ઉદાર, બટકબોલા, ચિણા વગેરે વગેરે. તે વ્યક્તિની છાપ આપણાં માનસપટ પર ચિતરાઇ જાય છે. બીજા કેવા છે તેનો આખો નિબંધ આપણી પાસે તૈયાર હોય છે. પરંતુ ક્યારેય તમારી પોતાની છાપ બીજા પાસે કેવી છે તેવું વિચાર્યું છે ખરું ? તમે લોકો જોડે કેવો વ્યવહાર કરો છો. કેવી રીતે આદર કરો છો. કેવું અપમાન કરો છો. તેનું ચિત્ર ક્યારેય માનસપટલ પર આવ્યું છે ખરું? હા ! તમારે બીજા કેવા છે તેવું વિચારવાની જગ્યાએ તમે બીજા માટે કેવા છો તેનો વિચાર પ્રથમ કરવાની જરૂર છે. આત્મમંથન કરશો તો સાચો જવાબ ચોક્કસ જડી જશે. માને+- માતૈદ્ય (સિ.) (આલેખન યોગ્ય, ચિત્રિત કરવાને યોગ્ય)