________________ કરવો જોઇએ. કારણ કે તે બત્રીસ અનંતકાયમાં અનંતા જીવોનો વધ સમાયેલો છે.’ આ બત્રીસ અનંતકાય અંતર્ગત એક ભેદ આલુનો આવે છે. આ આલુ અનેક પ્રકારે છે. જેમ કે પિંડાલ, કાષ્ઠાલુ, કચ્ચાલુ, ઘંટાલ વગેરે વગેરે. તેમજ બટાટા પણ આ જ આલુના ભેદની અંતર્ગત આવે છે. માર્ક- માનુ (al) (એક જાતની વેલ, વનસ્પતિવિશેષ) નુંs - ટૂ (થા.) (બાળવું, દાહ કરવો) આઠ કર્મની 158 ઉત્તર પ્રકૃતિ અંતર્ગત પરાઘાત નામકર્મ આવે છે. પરને આઘાત એટલે કે સંતાપવા તે પરાઘાત નામકર્મ કહેવાય છે. જેમ કે સૂર્યના વિમાનમાં રહેલા એકેંદ્રિય જીવો સ્વયે શીતલ છે, પરંતુ તેમને પરાઘાત નામકર્મ ઉદયમાં હોવાથી તેઓ બીજા જીવોને દાહ કરનારા બને છે. શાસ્ત્રમાં એક શ્રેષ્ઠી કન્યાની કથા આવે છે. તેને પણ આવું જ નામકર્મ ઉદયમાં હોવાથી જે પણ પુરુષ તેની સાથે લગ્ન કરીને પ્રથમ રાત્રિએ તેનો સ્પર્શ કરવા જાય ત્યાં જ તેને દાહ લાગે. તેનો સ્પર્શ અગ્નિના ગોળા સમાન હોવાથી કોઇ તેની પાસે રહેતું નહોતું. દરેક પુરુષ લગ્નની પ્રથમ રાત્રિએ જ તેનો છોડીને ભાગી જતો હતો. ત્યાર બાદ કેવલી ભગવંતે બતાવેલ ઉપાયને અનુસરીને તેણે પરાઘાત નામકર્મનો ક્ષય કર્યો. મનુંg - રૂ (.). (સ્પર્શવું, અડકવું) નવતત્ત્વમાં પુદગલના આઠ પ્રકારના સ્પર્શ કહેલા છે. મૃદુ, સ્નિગ્ધ, રૂક્ષ, ખરબચડું વગેરે સ્પર્શવાળા જીવ અને અજીવ હોય છે. જે વસ્તુનો જેવો સ્પર્શ હોય તદનુસારનો અનુભવ જીવને થતો હોય છે. મખમલની ગાદીથી મુલાયમ સ્પર્શનો અનુભવ થાય છે. જમીન પર સૂતેલાને રૂક્ષતાનો અનુભવ થાય છે. માખણનો સ્પર્શ સ્નિગ્ધ છે તો પત્થરનો સ્પર્શ કઠોર છે. આ ભેદો બતાવવા પાછળનું કારણ એક જ છે કે જીવ તે તે વસ્તુના સ્વભાવને ઓળખે અને તેમાં રાગ-દ્વેષની માત્રાને ઘટાડે, જ્યારે પણ પ્રસંગ આવે ત્યારે તેની ચિંતનાવસ્થા જાગૃત થઈ જાય કે આમાં મોહ કરવા જેવું કે ગુસ્સો કરવા જેવું કંઈ જ નથી. મને જે સ્પર્શ અનુભવાય છે તે તેનો સ્વભાવ જ છે. તેના સ્વભાવના પ્રભાવમાં આવીને મારે મારા સ્વભાવને વિચલિત કરવાની કોઈ જ જરૂર નથી. માનુંa - મgિઝન (2) (ઉખાડવું) આપણે ઘણી વખત જનસમૂહમાં ચર્ચા કરતાં હોઈએ છીએ કે આજના સાધુ તો સાધુ જ ન કહેવાય. તેઓ આચારમાં શિથિલ થઇ ગયા છે. તેઓ નિયમોનું પાલન નથી કરતાં. આ સાધુ તો વંદનને લાયક જ નથી. બસ ! બધા જ સાધુઓ પૈસા ભેગા કરવામાં પડ્યા છે વગેરે વગેરે. ભાઈ ! એકવાર વિચાર તો કરો કે તમે આ બધું કોના માટે બોલી રહ્યા છો. અને શું બોલી રહ્યા છો. આજના વિષમ કાળમાં પણ તેઓ સાધુના એવા નિયમોનું પાલન કરે છે જે તમારાને મારા જેવા માટે સાવ અશક્ય છે. બીજી જવા દો તમે ફક્ત એકવાર તેમના કેશકુંચનની પ્રક્રિયા જો જો, એકસાથે પાંચ-દસ વાળને ઉખેડે. માથામાંથી લોહીની ટીસ ફૂટે છતાં પણ ચિત્ત અને મુખની પ્રસન્નતા ગુમાવ્યા વિના એ જ અપાર સ્મિત મુખ પર દેખાશે. ખરું કહું છું તમારું મસ્તક તેમના ચરણોમાં ઝૂક્યા વિના નહીં રહે. ગાલેંટા - કાનુંa (1) (બળાત્કારે અપહરણ કરવું, લુંટવું) માનું - માનુI (કિ.) (ધનાદિનું અપહરણ કરનાર, લોપ કરનાર, લૂંટનાર) મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે વાસુપૂજ્ય સ્વામીના સ્તવનમાં લખ્યું છે. સ્વામી તુમે કાંઈ કામણ કીધું ચિત્તડું અમારું ચોરી લીધું કે સ્વામી ! આપ ચોર છો, અપહરણ કરનારા છો. આપ અમારા ઉપર એવું કામણ કર્યું છે કે અમારું ચિત્ત અમારી