________________ માત્નોફકા - માનોવચ (મવ્ય.) (વિચારીને) આજના સમયમાં જનસામાન્ય જો કોઈ પ્રોબ્લેમ હોય તો તે વિચારવાયુનો છે. આજનો માનવી કાર્ય ઓછું કરે છે અને વિચાર ઘણો કરે છે. હજી તો સંતાન આજે જન્યું હોય અને તેના ભવિષ્યની ચિંતા અત્યારથી જ ચાલુ થઈ જાય. હજી છોકરો ભણીને બહાર ન આવ્યો હોય અને તેના માટે કેવી છોકરી લાવશું તેનો વિચાર. છોકરાને સેટ કરવા માટે તેના સંતાનોને સેટ કરવા માટે અધધધધ થઇ જવાય એટલા વિચારો માનવી કરે છે. આ બધા વિચારો માનવીને આવે છે. પરંતુ એવો વિચાર ક્યારેય આવ્યો છે કે મેં આ જીવનમાં શું ધર્મ આરાધના કરી છે. અથવા તો મારે કેવી ધર્મારાધના કરવી જોઇએ. જો ધર્મ નહીં કરું તો મારું ભવિષ્યમાં શું થશે ?. હું અહીંથી મરીને ક્યાં જઇશ ? વગેરે, ભાઈ ! બીજાનો વિચાર કરવાનું છોડીને પ્રથમ પોતાના આત્મકલ્યાણનો વિચાર કરવો આવશ્યક છે. आलोइय - आलोकित (त्रि.) (જયેલું, દેખેલું, પ્રત્યુપેક્ષિત) શાસ્ત્રમાં જીવના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ પાડેલા છે. જેને ચર્મચક્ષુથી જોઇ શકાય તે બધા બાદર કહેવામાં આવે છે. પરંતુ એવા પણ કેટલાક બાદર જીવો છે જેને ચર્મચક્ષુથી સ્પષ્ટ જોઈ શકાતાં નથી. જેમ કે નાના નાના કંથવા વગેરે જીવો. આથી તેઓની રક્ષાર્થે સાધુ માટે મુહપત્તિ, રજોહરણ, દંડાસણાદિ અને શ્રાવક માટે મુહપત્તિ, ચરવળો, ખેસાદિ સાધનો પરમાત્માએ બતાવ્યા છે. આથી જ્યારે પણ કોઈ સ્થાન કે વસ્તુનો ઉપયોગ કરવો હોય ત્યારે પ્રથમ વ્યવસ્થિત રીતે આંખોથી જોવું. અને ત્યારબાદ સૂક્ષ્મ જીવોને દૂર કરવા માટે રજોહરણાદિનો ઉપયોગ કરવો જોઇએ. જે સાધુ કે શ્રાવક તે પ્રમાણે નથી કરતાં તેને જીવવધ અને આજ્ઞાભંગનો દોષ લાગે છે. * સાબિત (.). (આલોચના કરેલ, નિવેદન કરેલ) પિંડનિર્યુક્તિમાં કહેલું છે કે “ગોચરી વહોરીને ઉપાશ્રયે આવેલ સાધુ પ્રથમ ગુરૂની સમીપે જાય. લાવેલ ગોચરી ગુરૂદેવને બતાવે. પોતે ગોચરી કેવી રીતે ક્યાંથી લાવ્યા, તથા તેમાં જે દોષો લાગ્યા હોય તેનું ગુરૂ પાસે નિવેદન કરે. ત્યારબાદ ગુરૂ જે પ્રાયશ્ચિત્ત આપે તેને શુદ્ધભાવે સ્વીકાર કરે. અને પુનઃ તે દોષોનું પુનરાવર્તન ન થાય તેની સાવધાની રાખે.” आलोइयणिदिय - आलोचितनिन्दित (त्रि.) (આલોચના અને નિંદાની વિધિ જેણે કરેલ છે તે) આ પ્રસંગ બહુ જ નજીકના સમયનો છે. ભરૂચના એક શ્રાવક હતાં. એમ કહીએ કે તેઓ ખરા અર્થમાં ધર્મ પામેલા હતાં. જૈનતત્ત્વજ્ઞાનના સારા જ્ઞાતા. દરરોજ પ્રતિક્રમણનો નિયમ. કહેવાય છે કે પ્રતિક્રમણમાં વંદિત્ત ચાલું થાય ત્યાં સુધીમાં તો તેમનો આત્મા એટલો ભરાઈ આવ્યો હોય કે, જેમ જેમ ગાથા બોલાતી જાય તેમ તેમ તેમની આંખોમાંથી આસુંની ધાર વધતી જાય. તે નિંદે તં ચ ગરિહામિ બોલાય અને આમના ડુસકા સાંભળવા મળે. ધન્ય હતાં તે શ્રાવક જેઓ કરેલા પાપની આલોચના અને નિંદા પણ કરી જાણતાં હતાં. આજના સમયમાં આવા જીવને શોધવો હોય તો દુનિયાની બધી જ લાઈટો કદાચ ઓછી પડે. आलोइयपडिक्वंत - आलोचितप्रतिक्रान्त (त्रि.) (દોષને પ્રકાશીને તેનાથી પાછો હઠેલ) લૌકિક અને લોકોત્તર ધર્મમાં એક બહુ જ મોટો તફાવત છે. લૌકિક ધર્મ કહે છે કે તમે જે ભૂલ કરી હોય તેનો સ્વીકાર કરી લો એટલે તે દોષ નાશ પામે છે. તે ભૂલનું પ્રાયશ્ચિત્ત થઇ જાય છે. જ્યારે લોકોત્તર ધર્મમાં એવું નથી કે ભૂલને સ્વીકારવા માત્રથી માફી મળી જાય છે. તે દોષથી મુક્તિ ત્યારે જ મળે છે જ્યારે તે ભૂલના નિવેદન સાથે ભવિષ્યમાં પુનઃન કરવારૂપ નિર્ધાર કરાય. એટલે કે ગુરૂ સમીપે કરેલ ભૂલને સ્વીકારવી અને તે દોષ ફરીવાર ન થાય તે માટે તેનાથી પાછા હઠવું તે જ ખરા અર્થમાં પ્રાયશ્ચિત્ત છે. 368