________________ શરૂઆત કરીને ઉત્કૃષ્ટથી પાંચ દિવસ-રાત જેટલા કાળને શાસ્ત્રીય પરિભાષામાં આનંદ કહેવામાં આવે છે. માનંતિ - મલ્ટિ (ઉ.) (આલંદકાળ અનુસાર વર્તનાર) માનંવ - માધ્વન (જ.). (આલંબન, આધાર, ટેકો આશ્રય) આવશ્યક સૂત્રમાં કહેવું છે કે “આલંબન દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે.' અને વળી આ બન્નેના પાછા પુષ્ટ અને અપુષ્ટ એમ બે ભેદ પડે છે. ખાડાદિમાં પડતી વખતે બચવા માટે હાથથી દુર્બળ એવા ઘાંસ વગેરેનો આશ્રય કરવો તે અપુષ્ટ આલંબન છે. અને ઝાડની મજબૂત ડાળકી કે એવા મજબૂત પદાર્થનો આશ્રય કરવો તે દ્રવ્યથી પુષ્ટ આલંબન છે. તથા દોષના સેવન દ્વારા દુર્ગતિમાં પડતાં જીવનું જ્ઞાનાદિ સાધનોનો આશ્રય કરવો તે પુષ્ટ આલંબન છે. અને જે જીવ સાલંબન ધ્યાનનો ત્યાગ કરીને નિરાલંબન અથવા અપુષ્ટ આલંબનોનો આશ્રય કરે છે, તે પોતાનેદુર્ગતિમાં જતા રોકી શકતો નથી. आलंबणजोग - आलम्बनयोग (पुं.) (આલંબન વાચ્ય પદાર્થમાં એકાગ્રતા) ષોડશક ગ્રંથમાં ધ્યાન બે પ્રકારે કહેલ છે. પ્રથમ છે સાલંબન ધ્યાન અને બીજું નિરાલંબન ધ્યાન. મોક્ષમાર્ગના હેતુભૂત જ્ઞાનદર્શન કે ચારિત્રના કોઇપણ સાધનોનો આશ્રય કરવો તે સાલંબન ધ્યાન છે. જેમ કે મનની એકાગ્રતા માટે જિનેશ્વર પરમાત્માની પ્રતિમાનું ધ્યાન ધરવું તે સાલંબન ધ્યાન છે. અને કોઈપણ વસ્તુનો આધાર લીધા વિના સીધું ધ્યાન ધરવું તે નિરાલંબન ધ્યાન છે. શાસ્ત્રમાં કહેલું છે કે નિરાલંબન અવસ્થાને પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ પગથીયું એટલે સાલંબન ધ્યાન છે. જે જીવ સાલંબન ધ્યાન વિના સીધો જ નિરાલંબનનો આશ્રય કરે છે તે ઉભયભ્રષ્ટની જેમ સાલંબન કે નિરાલંબન એક પણ ધ્યાનને પ્રાપ્ત કરી શક્તો નથી. માનંવામૂય - માત્રપ્શનમૂત (2) (અધારભૂત, કારણભૂત, હેતુરૂપ) જયારે આપણને ભૂખ લાગે છે ત્યારે તેનું શમન કરવા માટેના જેટલા જેટલા પણ કારણો હોય તેનો આશ્રય કરતાં હોઈએ છીએ. જેમ કે પાણી, રોટલી, શાક કે પછી ફાસ્ટફૂડ વગેરે કોઇપણ પદાર્થ કે જેનાથી આપણી ભૂખ શાંત થઇ શકે. તમને ભૂખ લાગી હોય અને તમે ક્યારેય હોસ્પિટલ કે જિમખાનામાં નથી જતાં કારણ કે તમને ખ્યાલ છે કે આ મારી ભૂખને નાશ કરનાર જગ્યા નથી. પરમાત્મા કહે છે કે એવી જ રીતે જો તમારે સંસારનો નાશ કરવો છે કાયમી દુખોથી મુક્તિ જોઇએ છે તો તેના કારણભૂત દેવ-ગુરૂ અને ધર્મનો જ આશ્રય કરવો પડશે. કારણ કે ખરી શાંતિ કે સુખ આપવાની તાકાત તેમનામાં જ છે. ગાડી, પૈસો વગેરે તો અલ્પકાલીના સુખ અને દીર્ઘકાલીન દુખ આપનારા છે. તેનાથી કદાપિ દુખોની પરંપરા નાશ પામતી નથી. આ વાત આરસની તકતી પર લખી રાખો. માનંવમા - માજવિમાન (2) (હાથ વગેરેથી ધારણ કરતો, આલંબન કરતો) નંતિ(1) - આત્રિવન (કિ.) (આલંબન કરનાર, આશ્રય કરનાર) સંત કબીરનો એક પ્રસિદ્ધ દોહો છે જેનો અર્થ કંઇક આવો છે. આ જગતના જીવોની હાલત ઘંટીની વચ્ચે પીસાતા ઘંઉ જેવી છે. જેઓ ઘંટીના મધ્ય ભાગને છોડીને આજુબાજુ ચાલ્યા જાય છે તે બધા જ પીસાઇ જાય છે. તેઓના મૂળરૂપનો સમૂળગો નાશ થાય છે. પરંતુ જે દાણા ઘંટીના મધ્યભાગ એવા દંડાને વળગીને રહે છે તેનો વાળ પણ વાંકો નથી થતો. આની જ જેમ જે જીવો ધર્મરૂપી દંડાનો ત્યાગ કરીને સંસારના ભ્રામક પદાર્થો પાછળ ભાગે છે તે બધા જ દુખ, હતાશા, આઘાત વગેરે પરિસ્થિતિમાં પહોંચી જાય છે પરંતુ જેઓ ધર્મને વળગીને રહે છે તેનો આશ્રય કરી રાખે છે. તે બધા જ ગમે તેવી પરિસ્થિતિ આવવા છતાં પણ પોતાના મનની શાંતિ કે સુખને એક અંશ જેટલા પણ ગુમાવતાં નથી. 359 -