________________ દુર્ગણોને જણાવે છે. આ આકૃતિને લઈને વિશાળ સામુદ્રિક શાસ્ત્રની રચના થયેલી છે. શાસ્ત્રમાં કહેલું છે કે ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળમાં થનારા ત્રેસઠ શલાકાપુરુષની આકૃતિ તે તે કાળમાં વર્તતા જીવો કરતાં ઉત્તમ ગુણવત્તા વાળી હોય છે. તેમનું શરીર ન તો અત્યંત ઊંચુ કે ન તો નીચું, ઘણું જાડું પણ નહીં અને ઘણું પાતળું પણ નહીં. મધ્યમ અવસ્થાવાળું, અત્યંત દેઢ , મનમોહક અને સમચતુરગ્ન હોય છે. દરેક કાળમાં આવા કુલ ત્રેસઠ મહાપુરુષો જ થતાં હોય છે. તે સિવાયના જીવોમાં કોઇપણ જાતની નાની-મોટી ઉણપ વર્તતી જ હોય છે. आरोहपरिणाजुत्तता - आरोहपरिणाहयुक्तता (स्त्री.) (શરીર ઉપસંદાનો એક ભેદ, શરીરની ઊંચાઇ અનુસાર ભુજાની લંબાઇ યુક્ત) आरोहपरिणाहसंपण्ण - आरोहपरिणाहसंपन्न (पुं.) (શરીર સંપદાને પામેલ, શરીરની ઉંચાઇ અનુસાર ભુજાની લંબાઇને પ્રાપ્ત) પરમાત્માના શારીરિક એક હજારને આઠલક્ષણોમાં એક લક્ષણ છે આજાનબાહુ. અર્થાતુ પરમાત્માના બન્ને હાથ છેક ઢીંચણ સુધી, લાંબા હોય છે. લાખો કરડો જીવોમાં કોઇક વ્યક્તિમાં આ લક્ષણ હોય છે. અને આ લક્ષણવાળો જીવ અત્યંત ગુણવાન અને નજીકના કાળમાં મોક્ષમાં જનારો હોય છે. મારતું - સારુહ્ય (વ્ય.) (આરોહણ કરીને, ચઢીને, સવાર થઇને) મતિ - માત (2) (1. ઘણું 2. શ્રેષ્ઠ) આજના સમયમાં શ્રેષ્ઠની વ્યાખ્યા છે કે પહેલા નંબરે આવવું તે શ્રેષ્ઠતા છે. સ્કુલમાં કોઇ પહેલા નંબરે પાસ થયો, રમતમાં કોઈ પહેલા નંબરે આવ્યો તો તે બધા શ્રેષ્ઠ અને બાકીના નિમ્ન કક્ષાના કહેવાય. આ બધાને સણસણતો જવાબ હરિભદ્રસૂરિ મહારાજે આપ્યો છે. તેઓ જણાવે છે કે તમે કોઈપણ કાર્ય પોતાની શક્તિ અનુસાર કરો છો તો તે તમારી શ્રેષ્ઠતા છે. અર્થાત્ તમારી શક્તિ 60 માર્ક લાવવાની છે અને તમે તે કક્ષાની મહેનત કરીને માર્ક લાવો છો તો તે તમારી શ્રેષ્ઠતા છે. પરંતુ તમારી શક્તિ 99 માર્કની છે અને આળસને વશ થઇને જો 98 માર્ક લાવો છો તો તમે ભલે બીજા કરતાં આગળ હશે પરંતુ ખરા અર્થમાં તમે શ્રેષ્ઠ નથી જ. आलइय - आलगित (त्रि.) (યથાયોગ્ય સ્થાને પહેરેલ, યુક્ત સ્થાને ધારણ કરેલ) જેમ યોગ્ય સ્થાને પહેરેલ આભૂષણ સુંદરતામાં વધારો કરે છે. યોગ્ય સ્થાનમાં રોકેલ પૈસો સમયાંતરે ધનલાભ કરાવે છે. તેવી જ રીતે યોગ્ય સમયે આચરેલો ધર્મ ઉચિત ફળને આપે છે. અયોગ્ય સ્થાને પહેરેલ આભૂષણ અને ખોટા સ્થાનમાં રોકેલ ધન જેમ હાનિ કરાવે છે. તેમ સમય વીતી ગયા પછી કરેલ ધર્મની આરાધના નહિવત બની જાય છે. સમજદાર માટે ઇશારો જ કાફી છે. તેને વિસ્તૃતિ કરણની જરૂર નથી હોતી. મડિયાનમક - મન (લિં) તિમતિ (ત) મંજૂર (ત્રિ.) (1. જેણે માળા અને મુકુટ પહેરેલ છે તે 2. જેણે યોગ્ય સ્થાને માળા અને મુટ પહેરેલ છે તે) आलंकारियसभा - आलंकारिकसभा (स्त्री.) (ચમરચંચા નગરીની સભાવિશેષ, અલંકાર પહેરવાની સભા) માનંદ્ર - માર્તન્દ્ર (2) (કાળવિશેષ) શાસ્ત્રોમાં સમય, આવલિકા, મુહૂર્ત, ઘડી વગેરે અલગ અલગ પ્રકારના કાળની વ્યાખ્યા કરવામાં આવેલી છે. વિશેષાવશ્યક ભાષ્ય ગ્રંથમાં આનંદ નામક કાળની વાત આવે છે. તેમાં કહેવું છે કે પાણીથી ભીનો હાથ જેટલા સમયમાં સુકાય ત્યારથી 358