________________ आलंबिय - आलम्बित (त्रि.) (આશ્રય કરેલ, ધારણ કરેલ, ગ્રહણ કરેલ માનંમ - નમ્ર (કું.) (1. સ્પર્શ 2. હિંસા કરવી, વધ કરવો) મામા - મ (ન). (1. તે નામે એક નગરી 2. ભગવતી સૂત્રના ૧૧માં શતકનો ૧૨મો ઉદેશો) સ્થાનાંગ સૂત્ર અને ભગવતી સૂત્રમાં આલંભિકા નામક નગરીનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. પરમાત્માના ઉત્કૃષ્ટ દશ શ્રાવક અંતર્ગત આવતાં ચુલ્લશતક શ્રાવક આ જ નગરીના રહેવાસી હતાં. તેઓ કોટ્યાધિપતિ હતાં પરંતુ જ્યારથી પરમાત્માની દેશના સાંભળી ત્યારથી જ ધન વગેરેની લાલસાનો ત્યાગ કરીને પરિગ્રહ પરિમાણ વ્રતને ધારણ કર્યું. એટલું જ નહીં તેઓએ આજીવન બાર વ્રતનું પાલન પણ કર્યું હતું. ગાર્નાિમથી - માનભિજા (સ્ટ) (ત નામે એક નગરી) ૩માત્ર - માનસ (2) (સંભાષિત, કહેલ) સંથારા પોરસી સૂત્રમાં સમ્યક્ત કોને હોય તેનું સ્પષ્ટીકરણ કરેલું છે. જિનેશ્વર પરમાત્મા સત્ય છે. પંચમહાવ્રતધારી સાધુ તે જ મારા ગુરૂ છે. અને સર્વજ્ઞ ભગવંતે કહેલ ધર્મ એ જ શ્રેષ્ઠ છે. અને આ વાતમાં એક અંશ જેટલી પણ શંકા નથી. આવી માન્યતા જેનામાં હોય તે જીવ સમ્યવી જાણવો. અને જેને તેમાં શંકા સંભવે છે તેને સમ્યકવન્દ્ર જાણવો. आलद्ध - आलब्ध (त्रि.) (1. સંસ્કૃષ્ટ 2. સંયુક્ત 3. સ્પર્શલ 4. મારેલ, વધ કરેલ) શાસ્ત્રમાં કહેલું છે કે સમ્યવી અથવા સમ્પર્વને સ્પર્શ કરીને આવેલ જીવમાં અને સમ્યક્તને અસ્પષ્ટ જીવના ભાવમાં આસમાન જમીનનો ફરક હોય છે. સમ્યક્ત પૃષ્ટ જીવ કોઇની હિંસા કરતો હોય ત્યારે પણ તેના મનમાં એટલી તીવ્રતા નથી હોતી. જેટલી અશુભ ભાવની તીવ્રતા મિથ્યાત્વીમાં હોય છે. અને આ બન્ને જીવના ભાવોમાં ભેદ પાડનાર કોઇ તત્ત્વ હોય તો તે સમ્યક્ત જ છે. મહિનg - નાથ (2) (કહેવા યોગ્ય, બોલવા યોગ્ય) વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલું છે કે “જગતમાં પદાર્થ અભિલાપ્ય અને અનભિલાખ એમ બે પ્રકારે છે. જે પદાર્થોને ભાષા દ્વારા બોલી શકાય. જે વાત બોલવા યોગ્ય હોય તે બધા જ અભિલાપ્ય છે. પરંતુ જે પદાર્થ કે વાતને બોલી નથી શકાતી. માત્ર તેનો અનુભવ કરી શકાય છે તેવા પદાર્થોદિને અનભિલાખ કહેવાય છે. અને આ ચૌદ રાજલોકમાં અભિલાપ્ય પદાર્થ કરતાં અનભિલાખ પદાર્થ અસંખ્યગુણા છે.” માનવંત - માનવન (રિ.). (કાંઈક બોલતો, એકવાર બોલતો) સુભાષિત સંગ્રહમાં કહેલું છે કે આ જગતમાં ત્રણ વસ્તુ એવી છે જે એક જ વાર હોય છે. જેમ કે રાજાનું વચન. રાજા એકવાર કોઈને વચન આપી દે તે પછી પ્રાણના ભોગે પણ તેનું પાલન કરે છે. બીજા નંબરે આવે છે સાધુનું વચન. મોક્ષમાર્ગના સાધક શ્રમણ ક્યારેય નિરર્થક બોલ બોલ કરતાં નથી. તેઓ અત્યંત મિતભાષી હોય છે. આથી તેઓ ઘણીવારમાં માત્ર એક જ વખત બોલનારા હોય છે. તથા જીવનમાં કન્યાદાન એક જ વખત થાય છે. એકવાર પિતા બીજાના હાથમાં પોતાની દિકરીનું દાન કરી દે તે પછી તે કન્યાએ જીવનના છેલ્લા શ્વાસ સુધી એક ને જ પતિ માનીને જીવન વીતાવવાનું હોય છે. 3600