________________ તબિયતની અસ્વસ્થતારૂપ દુખને ભોગવવું પડે છે. આમ જે જીવ આ પરંપરાને સમજી લે છે તેને સુખમાં અહંકાર અને દુખમાં હતાશા આવતી નથી. મા - મા (ઈ.) (હિમાચલ પ્રદેશમાં થનાર ઔષધિવિશેષ) ગાઢ - ૩મારૂઢ (શિ) (1, આશ્રિત 2. ચઢેલ, આરોહણ કરેલ 3. પ્રાપ્ત) કર્મગ્રંથમાં ઉપશમ અને ક્ષપક એમ બે પ્રકારની શ્રેણિ કહેલી છે. ઉપશમ શ્રેણિ પર આરૂઢ આત્મા સઘળા કર્મોને ઉપશમાવે છે. અર્થાત શાંત કરે છે. પરંતુ તે કર્મોનો ક્ષય કર્યો ન હોવાથી ૧૧માં ગુણસ્થાનકે પહોંચતા જ પૂર્વ કર્મો ઉદયમાં આવે છે. અને ઉદયમાં આવેલ કર્મો જીવને ધક્કો મારીને પુનઃ પ્રથમ ગુણસ્થાનકે પછાડે છે. જયારે ક્ષપકશ્રેણિએ આરઢ જીવ કર્મોનો ક્ષય કરતાં કરતાં ક્રમશઃ ગુણસ્થાનકનું આરોહણ કરતો હોય છે. અને કર્મોનો ક્ષય થતો હોવાથી તેનો પુનઃ ઉદય પણ સંભવતો નથી. તેમ જ ક્ષપકશ્રેણિમાં રહેલો જીવ નિયમા કર્મોનો ક્ષય કરીને કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે. आरूढहत्थारोह - आरूढहस्त्यारोह (पुं.) (જની ઉપર મહાવત આરૂઢ થયેલો છે તેવો હાથી) જે હાથી પર મહાવત સવાર નથી તેવો હાથી ગમે ત્યારે ઉન્મત્ત બનીને જાનમાલનું નુકસાન કરી શકે છે. અને જેના ઉપર મહાવત સવાર છે. જેણે અંકુશ દ્વારા હાથીને વશમાં રાખેલો છે. તે હાથી લોકોનું જરાપણ નુકસાન નથી કરતો. તથા તે હાથી લોકોમાં પ્રિયપાત્ર બને છે. લોકો તેને પૂજે છે અને તેને પ્રિય આહારાદિ પણ આપે છે. તેવી જ રીતે જે જીવ પોતાના જીવનમાં જિનેશ્વર પરમાત્મારૂપી મહાવતને મસ્તક પર ધારણ કરે છે. તેનું જીવન મર્યાદાપૂર્ણ, સંસ્કારયુક્ત અને આનંદમય હોય છે. તેવા ગુણવાનું વ્યક્તિની લોકો પ્રશંસા કરે છે. અને લોકમાં પૂજ્યતાને પામે છે. પરંતુ જે જીવ પરમાત્મારૂપી મહાવતરહિત હોય છે. તેનું જીવન ઉન્મત્ત હાથીની જેમ હાનિકારક હોય છે. મા - માજ (કું.) (1. સંકોચ 2. અતિરેક) મm - મારેજા (સ્ત્રી) (શંકા, કુશંકા) આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયનના દ્વિતીય ઉદ્દેશામાં કહેવું છે કે “શંકા દેશ અને સર્વ એમ બે પ્રકારની છે. સર્વ શંકા એટલે મનમાં એવી કશંકા થાય કે જિનેશ્વર પરમાત્માએ મોક્ષ માટે જે માર્ગ પ્રરૂપ્યો છે તે ખરેખર તેના જ માટે છે કે નથી? આમ સંપૂર્ણ જિનમાર્ગ પર શંકા કરવી તે સર્વશંકા છે. તથા અપ્લાયમાં જીવ છે કે નહીં ? તેવી એકાદ તત્ત્વ પર શંકા કરવી તે દેશશંકા છે.” મારગ - 4 (થા). (વિકાસ પામવો, ઉલ્લસિત થવું) તમને જિનેશ્વર પરમાત્મા ગમે છે. તેઓએ કહેલી વાતો ગમે છે. તેઓએ પ્રરૂપેલો ધર્મ ગમે છે તેની સાબિતી શું માત્ર પૂજા કરવાથી, સમાયિક કરવાથી કે વ્યાખ્યાનાદિ સાંભળવાથી તમને એવું લાગે કે હું ધર્મી છું અને મને પરમાત્મા ગમે છે. પરંતુ આ ભ્રમ છે. જ્ઞાની કહે છે કે જનમુખ સુણી તુજ વાત હરખે મારા સાતે ધાત. હે પ્રભુ ! હું જયારે જયારે પણ બીજાના મુખે તમારી કે તમારા ધર્મની વાતો સાંભળું છું ત્યારે ત્યારે મારી સાતેય ધાતુઓ રોમાંચિત થઇ ઉઠે છે. મારું મન ઉલ્લસિત થવા લાગે છે. અને થયા કરે છે કે તેઓના મુખે વારંવાર તમારી વાતો સાંભળ્યા કરું. આ અવસ્થા જયારે પ્રાપ્ત થાય ત્યારે સમજી લેજો કે તમને ખરા અર્થમાં પ્રભુ અને તેમનું શાસન ગમવા લાગ્યું છે. મારવ - મરો (ઈ.) (આરોપ આપવો, આરોપણ કરવું) 355