________________ ગુજરાતી ભાષામાં આરોપનો અર્થ થાય છે કોઇની ઉપર આક્ષેપ કરવો. જયારે શાસ્ત્રમાં વ્યાખ્યા કરેલી છે કે સચવાયેંચથfથવિમાનો મિથ્યાને અર્થાત વસ્તુ કે વ્યક્તિમાં જે ગુણાદિ હોય તેના સિવાયના સ્વભાવ કે ગુણાદિનું આરોપણ કરીને બોધ કરવો તવા મિથ્યાજ્ઞાનને આરોપ કહેવાય છે. તીર્થંકર પરમાત્માએ કહેલું છે કે જગતના તમામ ભૌતિક પદાર્થ એકાંતે દુખ આપનારા છે. છતાં પણ તેવા ગાડી, બંગલા, પૈસાદિ ભૌતિક સાધનોમાં સુખ આપવાના ગુણને માનીને આપણે તેને સુખના સાધન માનીએ છીએ. આવું જ્ઞાન તે આરોપ છે. મારોલ - મારોપણ (7) (1. ઉપર ચઢવું 2. વસ્તુમાં આરોપણ કરવું, સંભાવના કરવી) મારવI - મારોપI (a.) (પ્રાયશ્ચિત્ત વિશેષ) આરોપણા એ પ્રાયશ્ચિત્તના એક પ્રકારમાં આવે છે. નિશીથ સૂત્રમાં તેની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવેલી છે. જેમ કે કોઈ જીવે દોષનું સેવન કર્યું હોય અને તેને ગુરુ ભગવંતે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય. હવે તે જીવ પ્રાયશ્ચિત્ત પૂર્ણ કરવાના સમયમાં ફરીથી એ દોષને પુનઃ સેવે અને ત્યારે જે નવું પ્રાયશ્ચિત્ત આવે તેને પૂર્વના પ્રાયશ્ચિત્તની અંદર આરોપણ કરવામાં આવે તેને આરોપણા કહેવામાં આવે છે. અર્થાત જૂના પ્રાયશ્ચિત્તની અંદર નવા પ્રાયશ્ચિત્તનો ઉમેરો કરીને સંયુક્તરૂપે નિરાકરણ કરવું તે આરોપણા आरोवणापायच्छित्त - आरोपणाप्रायश्चित्त (न.) (પ્રાયશ્ચિત્ત વિશેષ). આરોપણા પ્રાયશ્ચિત્તમાં અપરાધસેવન કર્યો છતે પાંચ દિવસ-રાતનું પ્રાયશ્ચિત્ત આપવાનું વિધાન છે. હવે આ સમય દરમિયાન પુનઃ તે જ દોષનું સેવન કરે તો તે પાંચ દિવસના પ્રાયશ્ચિત્તમાં બીજા પાંચ દિવસ ઉમેરીને કુલ દસ દિવસનું પ્રાયશ્ચિત્ત આપવું. આમ ક્રમશઃ પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ કુલ છ માસ પર્વતની જાણવી. ત્યારબાદછતાં પણ તે જ દોષનું સેવન ચાલુ રહે તો બીજા વિશિષ્ટ પ્રાયશ્ચિત્તનું દાન કરવાનું વિધાન છે. સરલાન્ન - માપન (શિ.). (આરોપને યોગ્ય) आरोवप्पिय - आरोपप्रिय (त्रि.) (મિથ્યારોપણ પ્રિય, આરોપણ કરવાની રૂચિવાળો) અષ્ટક પ્રકરણમાં મહોપાધ્યાય યશોવિજયજી મહારાજે કહેલું છે કે “આ જગત આરોપપ્રિય છે.” એટલે કે તે નાશવંત પુદ્ગલમાં સુખનું આરોપણ કરીને તેની પાછળ દિવસ રાત દોડ્યા કરે છે. મિથ્યારોપણના કારણે તેમની પ્રવૃત્તિ પણ અત્યંત ભ્રામક અને દિશાહીન હોય છે. પરંતુ મોહત્યાગ દ્વારા જેણે અનારોપ સુખને પ્રાપ્ત કર્યું છે તેને તો સાંસારિક પુદ્ગલોમાં સુખનું આરોપણ આશ્ચર્ય જનક લાગે છે. आरोवसुह - आरोपसुख (न.) (આરોપણ દ્વારા ઉત્પન્ન થયેલું સુખ) માવિષ્પ - મારોથ(ત્રિ) (આરોપણ યોગ્ય) જેમ સુંદર મુખમાં ચંદ્રનું, સુંદર આંખોમાં કમલનું અને સુંદર ચાલમાં હંસ વગેરેનું આરોપણ કરવામાં આવે છે. પરંતુ ક્યારેય કોલસામાં ચંદ્ર વગેરેની ઉપમા ઘટાવવામાં આવી હોય તેવું જોયું છે ખરું નહીં ને કારણ કે ઉપમા તેમાં જ સારી લાગે છે જેમાં તેના સમાન ગુણો હોય. તેવી જ રીતે જૈનસંઘના ટ્રસ્ટી કે કાર્યકારી એવા વ્યક્તિને બનાવવા જોઇએ જેનામાં તેના લાયક ગુણો હોય. જે જૈનધર્મના તત્ત્વને જાણતો હોય. દરેક સાધુ-સાધ્વીનો ઉચિત વિવેક કરનાર હોય. જેનું જીવન ઔદાર્ય, પરોપકાર, જીવદયા વગેરે ગુણોથી મધમધાયમાન હોય. આવો જીવ સ્વ અને જે સંઘનો સંચાલક હોય તે સમસ્ત સંઘનું ઉત્થાન કરનારો હોય છે. ર૩પ૬ 0